આનંદ મહિન્દ્રાનું Tweet: બળદ પર UPI કાર્ડ મૂકીને પૈસા માંગી રહ્યો છે યુવક, Video થયો Viral

anand Mahindra UPI Tweet : આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરેલો વીડિયો થયો વાયરલ

anand Mahindra UPI Tweet : આનંદ મહિન્દ્રાએ લખ્યું, 'ભારતમાં ડિજિટલ પેમેન્ટના વ્યાપક ઉપયોગનો બીજો શું પુરાવો જોઈએ છે?'

 • Share this:
  Anand Mahindra UPI Tweet: દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રા (Anand Mahindra) તેમના ટ્વીટર પર ખૂબ સક્રિય રહેતા હોય છે. મહિન્દ્રાના ટ્વીટ સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાઓ જગાવતા હોય છે. ફક્ત પૈસા જ અને ઉદ્યોગ પૂરતા સીમિત ન રહેતાં મહિન્દ્રા સમાજ માટે ખૂબ સક્રિય રહ્યા છે. જોકે, મહિન્દ્રાના સોશિયલ મીડિયા પર એવું બધું જ જોવા મળશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. તાજેતરમાં જ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર (anand Mahindra UPI Tweet) એક વીડિયો મૂક્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ જે બળદ પર યુપીઆઈ કાર્ડ (anand Mahindra UPI Tweet Video) બાંધી અને પૈસા માંગી રહ્યો છે તે આ દેશની ક્રાંતિ છે. જોકે, રોજગારી માટે આ બાબત કેટલી ચિંતાજનક છે તે બીજો પ્રશ્ન છે પરંતુ ભેટ માંગનારા લોકોને પણ ડિજિટલ પેમેન્ટની મહત્ત્વતા સમજાઈ ગઈ છે.

  મહિન્દ્રાએ આ ટ્વીટ કરતા લખ્યું, ' ભારતમાં મોટાપાયે થઈ રહેલાં ડિજિટલ વ્યવહારોના રૂપાંતરનું બીજું કોઈ સબૂત જોઈએ છે?' ટૂંકમાં મહિન્દ્રા એવું પણ કહેવા માંગી રહ્યા હતા કે દેશમાં હવે આર્થિક વ્યવહારોનું સ્વરૂપ ડિજિટલ થઈ ગયું છે અને તેમાં બે મત નથી.

  સ્માર્ટફોનથી ક્રાંતિ

  દેશમાં સ્માર્ટફોનના કારણે ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ આવી ગઈ છે. ઓક્ટોબર મહિનામાં ડિજિટલ પેમેન્ટના આંકડાઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તહેવારોની વચ્ચે થયેલી ઓનલાઇન ખરીદીના કારણે આ આંકડાઓ નવી નવી ઉંચાઈએ પહોંચ્યા છે.

  જુઓ આ વીડિયો  ઓક્ટોબરનો રેકોર્ડજનક આંકડો

  ઓક્ટોબરમાં યુપીઆઈ UPI ટ્રાન્ઝેક્શને ઈતિહાસ સર્જી નાખ્યો છે. દેશમાં 421 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે અને તેના દ્વારા આશરે 7.71 લાખ કરોડ રૂપિયાની ડિજિટલ હેરફેર થઈ છે. આ આંકડો 2016થી સતત વધવામાં છે અને 2021માં રેકોર્ડ તૂટ્યા છે.

  એક વર્ષમાં ડબલ થયા વ્યવહારો

  ઓક્ટોબરમાં 2020માં યુપીઆઈ UPI દ્વારા થયેલા વ્યવહારોનો આંકડો 3.86 લાખ કરોડ હતો. આ વર્ષે આ આંકડો 7.71 લાખ છે. એક વર્ષમાં ભારતમાં બમણા રૂપિયા બજારોમાં ફર્યા છે ત્યારે આ આંકડો ખૂબ જ પ્રગતિજનક છે. મહિન્દ્રાએ શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં ઘુમ મચાવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ દિશામાં નવું શું થશે તે જોવું જ રહ્યું.
  Published by:Jay Mishra
  First published: