Jio-Facebook Deal પર આનંદ મહિન્દ્રાએ કરી મુકેશ અંબાણીની પ્રશંસા, કહ્યું - આ ડીલ દેશની અર્થવ્યવસ્થા માટે ઘણી સારી છે

Jio-Facebook Deal પર આનંદ મહિન્દ્રાએ કરી મુકેશ અંબાણીની પ્રશંસા, કહ્યું - આ ડીલ દેશની અર્થવ્યવસ્થા માટે ઘણી સારી છે
Jio-Facebook Deal પર આનંદ મહિન્દ્રાએ કરી મુકેશ અંબાણીની પ્રશંસા, કહી આવી વાત

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની પ્રશંસા કરતા કહ્યું કે Facebook અને Jio ડીલ ફક્ત બે દેશો માટે નહીં પણ ભારતની અર્થવ્યવસ્થા માટે પણ સારી છે

  • Share this:
    નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર મહિન્દ્રા ગ્રૂપ (M&M Group)ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra)ફેસબુકની રિલાયન્સ જિયોમાં (Reliance Jio)9.99 ટકા ભાગીદારી ખરીદવાની ડીલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ ડીલ ફક્ત બે દેશો માટે જ નહીં પણ અર્થવ્યવસ્થા માટે પણ સારી છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આનંદ મહિન્દ્રાએ લખ્યું કે ફેસબુક સાથે Jioની ડીલ ફક્ત આ બે માટે જ સારી નથી પણ કોરોના વાયરસ મહામારીના સંકટમાં આવું કરવું ભારતીય અર્થવ્યવસ્થાને એક મજબૂત સંકેત આપે છે.



    આનંદ મહિન્દ્રા આગળ લખે છે કે આ તે પરિકલ્પનાને મજબૂત કરે છે. જેમાં હંમેશા કહેવાય છે કે ભારત દુનિયાના વિકાસનું નવું એન્જીન બનશે.

    આ પણ વાંચો - Facebook-Jio ડીલઃ દેવામુક્ત કંપની બનવા તરફ Reliance Industriesનું વધુ એક પગલું

    રિલાયન્સ જિયોમાં દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક (Facebook)ભાગીદારી ખરીદશે. આ માટે ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 43,574 કરોડ રુપિયાના રોકાણની જાહેરાત કરી છે. આ માટે ફેસબુકને જિયોમાં 9.99 ટકા ભાગીદારી મળશે. ફેસબુકના આ રોકાણ પછી જિયોની ઇંટરપ્રાઇસ વેલ્યૂ 4.62 લાખ કરોડ થઈ ગઈ છે.

    તમને જણાવી દઈએ કે જિયોની લોન્ચિંગ મે 2016માં થઈ હતી. આ પછી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં સસ્તા ડેટા અને ફ્રી કોલિંગનો સમયગાળો શરુ થયો હતો. આ ડેટા વોરમાં જિયોએ ધીરે-ધીરે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ધાક જમાવી હતી. આજે જિયોની પાસે લગભગ 38 કરોડ ગ્રાહક છે અને તેનો કસ્ટમર બેઝ સૌથી મોટો છે. ફેસબુકની વાત કરવામાં આવે તો ભારતમાં તેના 40 કરોડ યૂઝર્સ છે અને ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા આ વર્ષે 85 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

     

    ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
    Published by:News18 Gujarati
    First published:April 22, 2020, 16:50 pm

    ટૉપ ન્યૂઝ