આનંદ મહિન્દ્રાએ કેમ ટ્વિટ કરીને કહ્યું કે "મારો ધંધો બંધ થઇ જશે!"

News18 Gujarati
Updated: August 18, 2019, 12:05 PM IST
આનંદ મહિન્દ્રાએ કેમ ટ્વિટ કરીને કહ્યું કે
આનંદ મહિન્દ્રા

  • Share this:
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ હાલમાં જ એક ટ્વિટ કરીને કહ્યું કે મારા ધંધો બંધ થઇ જશે. જો તમે આ વાતને ઓટો મોબાઇલ ક્ષેત્રમાં ચાલી રહેલી મંદી સાથે જોડીને દેખતા હોવ તો તમને જણાવી દઇએ કે આનંદે આ વાત ખાલી રમૂજમાં કહી છે. આનંદ મહિન્દ્રા હંમેશા અનેક યુઝર્સને રસપ્રદ જવાબો આપવા અને મજેદાર માહિતીઓ ટ્વિટમાં મૂકવા માટે જાણીતા છે. ત્યારે હાલમાં જ આનંદ મહિન્દ્રાના એક પ્રશંસકે તેમની પાસેથી પોતાના બર્થ ડે પર ગાડી માંગી. વિપુલ નામના યુઝર્સે સોશિયલ મીડિયામાં મંગળવારે ટ્વિટ કરીને મહિન્દ્રાને કહ્યું કે "સર હું તમારો મોટો પ્રશંસક છું. અને શું તમે મારા જન્મદિવસ પર મને મહિન્દ્રા થાર ગીફ્ટ કરશો."મહિન્દ્રાએ શુક્રવારે આ પર જવાબ આપતા ખૂબ જ રમૂજી અંદાજમાં કહ્યું કે "તમારા અતિશય આત્મવિશ્વાસને હું પૂરા માર્ક આપું છું. પણ દુર્ભાગવશ હું આમ નહીં કરું. મારો ધંધા બંધ થઇ જશે." સાથે જ મહિન્દ્રાએ વિપુલ માટે એક ખાસ શબ્દ Chutzpah નો પણ ઉપયોગ કરી તેનો મતલબ સમજાયો. આ ટ્વિટને અત્યાર સુધી 20 હજારથી વધુ લાઇક મળી ચૂક્યા છે. અને બીજા અન્ય યુઝર્સ પણ આ અંગે રસપ્રદ ટિપ્પણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રા અનેક વખત લોકોને ભેટમાં ગાડી આપી ચૂક્યા છે. વળી તે વોટ્સઅપ પરથી રોચક અને પ્રેરણાદાયક તસવીરો ટ્વટિર પર શેર કરતા રહે છે. માટે જ સોશિયલ મીડિયામાં તેમને સૌથી એક્ટિવ બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે. ટ્વિટર પર તેમના 71 લાખથી પણ વધુ ફોલોવર આજ કારણે છે.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading