તમે મહિન્દ્રા કારનું નામ નક્કી કરી જીતી શકો છો બે ગાડી, આવી રીતે કરો ટ્રાય

News18 Gujarati
Updated: January 17, 2019, 7:33 AM IST
તમે મહિન્દ્રા કારનું નામ નક્કી કરી જીતી શકો છો બે ગાડી, આવી રીતે કરો ટ્રાય
તમે મહિન્દ્રા કારનું નામ નક્કી કરી જીતી શકો છો બે ગાડી

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ઇન્ટરનેટ ઉપર એક ઓફર આપી છે

  • Share this:
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ઇન્ટરનેટ ઉપર એક ઓફર આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આખરે તેમની Alturas G4 આવી ગઈ છે. તેમણે પોતાની આ ગાડી TUV300ને Grey Host નામ આપ્યું છે. આ જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી.

જોકે આનંદે એ પણ કહ્યું છે કે તે ઇચ્છે છે કે ટ્વિટર યૂઝર્સ તેમની આ ગાડીનું નામ નક્કી કરે. આનંદે ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે જેમનું નામ નામ પસંદ આવશે તેમને મહિન્દ્રાની બે કાર આપવામાં આવશે.

આનંદ મહિન્દ્રાએ ટ્વિટમાં લખ્યું છે કે આખરે મને Alturas G4ની ડિલીવરી મળી ગઈ છે. મેંપોતાની TUV300 Plusને Grey Host નામ આપ્યું છે. આ સુંદર ગાડી માટે એક નામ જોઈએ છે. બધા વિચારોનું સ્વાગત છે. જે વ્યક્તિ સારું નામ આપશે તેને મહિન્દ્રાની બે ગાડીઓ મળશે.તેમના આ ટ્વિટ પછી ઘણા યૂઝર્સ નામ બતાવી રહ્યા છે.આ જવાબો દરમિયાન આનંદ મહિન્દ્રાને કેટલાક જવાબ પસંદ આવ્યા હતા. એક યૂઝર્સે કહ્યું હતું કે તે પોતાની ગાડીનું નામ કાલભસ્મ રાખે. આ સંસ્કૃત શબ્દ છે. ચૈતન્યએ લખ્યું છે કે તમારે બદ્દુસુરી નામ રાખવું જોઈએ. આ કન્નડ શબ્દ છે. જેનો મતલબ ગ્રે એનિમલ થાય છે.

રાજેશે લખ્યું હતું કે તેમણે પોતાની ગાડીનું નામ જટાયુ રાખવું જોઈએ.
First published: January 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading