આનંદ મહિન્દ્રા 11 વર્ષની બાળકીના પત્રથી થઇ ગયા ખુશ, જાણો કેમ

News18 Gujarati
Updated: April 5, 2019, 5:50 PM IST
આનંદ મહિન્દ્રા 11 વર્ષની બાળકીના પત્રથી થઇ ગયા ખુશ, જાણો કેમ

  • Share this:
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાને 11 વર્ષની બાળકીએ પત્ર લખીને એક આઈડિયા આપ્યો છે. મહિન્દ્રા બાળકીના આઈડિયાથી ખૂબ પ્રભાવીત છે. તેમણે સોશિયલ મીડિયા પર પત્ર શેર કરીને બાળકીના વખાણ કર્યા છે. મહિકા મિશ્રાએ પત્રમાં જણાવ્યું છે કે, જરૂર વગર હોર્ન વગાડતા લોકોને કેવી રીતે અટકાવી શકાય છે.

આનંદ મહિન્દ્રાએ પત્રને ટ્વિટર પર શેર કરીને લખ્યું છે કે, આખા દિવસના થાક પછી આવું કંઈક જોવા મળે તો આખા દિવસનો થાક ઉતરી જાય. હું જાણું છું કે, હું એ છોકરી અને એના જેવા લોકો માટે કામ કરું છું જે લોકોએ એક શાંત દુનિયા ઈચ્છે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ iPhone XR પરથી પસાર થઇ ટ્રેન, Videoમાં જુઓ શું થયું

 બાળકીએ ટ્રાફિક દરમિયાન તેનો એક્સપિરિયન્સ શેર કરતાં કહ્યું કે, મેં નોટિસ કર્યું છે કે અમુક લોકો જરૂર વગર હોર્ન વગાડતા હોય છે. તે લોકો એવું નથી સમજતા કે આવું કરવાથી ગાડી આગળ નથી ચાલવાની. તેનાથી ઉર્જા નષ્ટ થાય છે અને ધ્વની પ્રદુષણ વધે છે.

બાળકીએ આનંદ મહિન્દ્રાને આઈડિયા આપ્યો છે કે, તેઓ તેમની કંપનીની કારમાં એવા હોર્ન વગાડે જેને 10 મિનિટમાં માત્ર 5 વખત જ વગાડી શકાય. દરેક વખતે હોર્ન વગાડવામાં 3 સેકન્ડનો ગેપ હોવો જોઈએ. તેનાથી અવાજ ઓછો થશે અને રસ્તા પર શાંતિ થઈ જશે.
First published: April 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...