LPG સિલિન્ડરની કિંમતમાં થયો રૂ. 25નો વધારો, જાણો તમારે કેટલી કિંમત ચૂકવવાની રહેશે

ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો

દિલ્હી અને મુંબઈમાં 17 ઓગસ્ટથી સબસિડી વગરના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત રૂ. 859.50 થઈ ગઈ છે.

  • Share this:
ન્યૂઝ એજન્સી ANI અનુસાર 17 ઓગસ્ટથી સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 25નો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં 17 ઓગસ્ટથી સબસિડી વગરના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત રૂ. 859.50 થઈ ગઈ છે. કોલકાતામાં LPG સિલિન્ડરની કિંમત રૂ. 886 છે. ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈના રોજ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 25.50નો વધારો કરવામાં આવ્યો હતો.

સરકાર દર વર્ષે એક પરિવારને 14.2 કિલોગ્રામના 12 સબસિડીવાળા સિલિન્ડરનો લાભ આપે છે. આ 12 સિલિન્ડર પર મળતી સબસિડીની રકમ દર મહિને અલગ-અલગ હોય છે.

હાલ સામાન્ય માણસની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. દર મહિને LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે અર્થતંત્ર ગંભીર અસર થઈ છે. એટલું જ નહીં કોરોનાને કારણે અનેક લોકોએ નોકરી ગુમાવી પડી છે અને તે પરિસ્થિતિમાં દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, રૂપિયો તથા ડોલર અને વિનિમય દરના આધાર પર LPG સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ફેરફાર થતા તેની અસર ભારત અને અન્ય દેશોમાં થાય છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં ફેરફારની અસર LPG સિલિન્ડરની કિંમત અને પેટ્રોલ ડીઝલ પર થાય છે.

લોકલ ટેક્સના કારણે દેશના અલગ અલગ વિસ્તારોમાં LPG સિલિન્ડરની કિંમત અલગ અલગ હોય છે. સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમત માસિક ધોરણે રિવાઈઝ્ડ કરવામાં આવે છે અને દર મહિનાની પહેલી તારીખે આ નવી કિંમતો લાગુ કરવામાં આવે છે.

અત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. તેની સાથે LPG સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. પેટ્રોલની કિંમત રૂ. 100ને પાર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો15 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 4 લાખની કમાણી, જાણો કેવી રીતે શરૂ કરાય?

કોરોનાને કારણે અર્થતંત્ર પર ગંભીર અસર જોવા મળી રહી છે. જેના કારણે સામાન્ય માણસ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.
First published: