Home /News /business /Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં 2થી 4 રુપિયાનો તોતિંગ વધારો

Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં 2થી 4 રુપિયાનો તોતિંગ વધારો

ગુજરાતીઓ માથે મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધની કિંમતોમાં 2-4 રુપિયાનો વધારો ઝિંકાયો

Amul Price Hike: અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ભાવવધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. આ સાથે આ ભાવવધારો આજ થી જ એટલે કે 1લી એપ્રિલથી જ લાગુ કરાયો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
Amul Milk Price: ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં છ મહિનામાં બીજી વખત ભાવ વધારો, તમામ બ્રાંડની કિંમત વધી અમૂલના દૂધમાં છ મહિનામાં બીજી વખત આ મોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. તાજા, શક્તિ, ટી સ્પેશ્યલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ સ્ટ્રીમ, એ2 ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાંડમાં સીધા 2 રૂપિયાનો વધારો કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ જલ્દી કરો, કેનેડામાં નોકરીની તક, ભારતીયો પણ કરી શકે અરજી, મહિને 55 લાખ પગાર

કયા દૂધમાં કેટલો વધારો?


હવે નવા ભાવ વધારા સાથે અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતને વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.

આ પણ વાંચોઃ Aadhaar card: આ વળી Blue Aadhaar શું છે? સામાન્ય આધાર કાર્ડ કરતાં શું અલગ હોય?

પશુપાલકોને દૂધ ખરીદીમાં પણ વધારો


નોંધનીય છે કે, બીજી તરફ ગઈકાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.800થી વધીને રૂ.820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરાઈ હતી.


ભાવ વધારા પાછળનું કારણ


અમૂલના દૂધમાં છ મહિનામાં બીજી વખત આ મોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. તાજા, શક્તિ, ટી સ્પેશ્યલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ સ્ટ્રીમ, એ ટું ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાંડમાં સીધા 2 રૂપિયાનો વધારો કરી દેવાયો છે.
First published:

Tags: Amul milk price hike, Business news, Gujarati news