Home /News /business /તહેવારો પહેલા જ ઝટકો! અહીં અમૂલ ગોલ્ડના ભાવમાં ₹2નો વધારો, શું ગુજરાતમાં પણ વધશે?

તહેવારો પહેલા જ ઝટકો! અહીં અમૂલ ગોલ્ડના ભાવમાં ₹2નો વધારો, શું ગુજરાતમાં પણ વધશે?

અહીં તો અમૂલ ગોલ્ડના ભાવ વધી ગયા, હવે શું ગુજરાતમાં પણ લોકોને દિવાળી પહેલા ઝટકો લાગશે?

Amul Price Hike Rs. 2 per Liter: દેશની સૌથી મોટી ડેરી કંપની અમૂલે પોતાના ફુલ ક્રીમ મિલ્ક અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટરે રુ.2નો વધારો કર્યો છે. તો શું આગામી સમયમાં ગુજરાતમાં પણ વધશે ભાવ?

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં જ સામાન્ય માણસોને જબરજસ્ત ઝટકો લાગ્યો છે. દેશની સૌથી મોટી ડેરી અમૂલ દ્વારા પોતાના ફુલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 2 રુપિયાનો વધારો કર્યો છે. આજે સવારે અચાનક જ દૂધના વધેલા ભાવ સાથેના પેકેટ જોઈને દિલ્હીવાસીઓ ચોંકી ગયા હતા. જોકે આ મામલે અમૂલે હજુ સુધી કોઈ નિવદેન જાહેર કર્યું નથી કે શા માટે ડેરીએ ભાવ વધારો કર્યો છે. અમૂલના આ ભાવ વધારા બાદ હવે મધર ડેરી સહિતની જુદી જુદી ડેરીઓ પણ ભાવમાં વધારો કરી શકે છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે આવેલા મોંઘવારીના આકંડાઓનો ડેટા જોતા સ્પષ્ટ થાય છે કે ગાય ભેંસ માટેના ચારાનો ભાવ રેકોર્ડ ઉંચાઈએ છે. જેના કારણે પશુપાલકોને વધુ ખર્ચ કરવો પડે છે, અને તેમની કમાણીનો ખૂબ મોટો ભાગ પશુઓની દેખભાળ પાછળ ખર્ચાતો હોય છે ત્યારે વધતી મોંઘવારી વચ્ચે દૂધ ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે જેનુ પરિણામ દૂધની વેચાણ કિંમત પર જોવા મળે છે.

આ પણ વાંચોઃ હાલના માર્કેટમાં કમાણી કરવી છે? તો સંજીવ ગોવિલાએ આપી જબરજસ્ત ફોર્મ્યુલા જાણી લો

આ કારણે દૂધના ભાવ વધ્યા?


જથ્થાબંધ મોંઘવારીના આંકાડ મુજબ ચારામાં મોંઘવારી દર 25 ટકાથી ઉપર છે. સપ્ટેમ્બર મહિનામાં ચારાનો મોંઘવારી દર 25.23 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં આમાં ખૂબ જ સામાન્ય રાહત જોવા મળી હતી. જોકે તેમ છતાં હજુ કિંમતો ચિંતાજનક સ્તરે છે. સ્થિતિ એ છે કે ચારાનો મોંઘવારી દર જથ્થાબંધ મોંઘવારી દર કરતાં બે ગણો છે.

આ પણ વાંચોઃ અમેરિકાથી આવ્યા ગુડ ન્યુઝ તો આ શેરમાં 1 મહિનામાં રુપિયા ડબલ, હજુ કેટલો વધશે?

શું ગુજરાતમાં પણ ભાવ વધશે?





સમાચાર એજન્સી એએનઆઈએ અમૂલના  એમડી આર.એસ. સોઢીને ટાંકીને ટ્વિટ કર્યું હતું કે અમૂલે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં ગોલ્ડ તેમજ ભેંસના દૂધના ભાવમાં રુ. 2નો ભાવ વધારેો કર્યો છે.  અહીં મહત્વનું છે કે દિલ્હીમાં  આજથી અમૂલ ગોલ્ડના ભાવમાં લાગુ પડેલા ભાવ વધારા પહેલા તેની કિંમત 61 રુપિયા પ્રતિ લિટર હતી. જ્યારે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાથી અમૂલ ગોલ્ડની કિંમત પ્રતિ લિટર 62 રુપિયા છે. તેવામાં જો દિલ્હીના પગલે ગુજરાતમાં પણ ભાવ વધારો કરવામાં આવે તો કેટલો વધી શકે તે અંગે પણ લોકોને ચિંતા સતાવી રહી છે. શું ગુજરાતમાં પણ બે રુપિયા વધી શકે કે પછી 1 રુપિયા જેટલો ભાવ વધારો કરીને દિલ્હીની સમકક્ષ ભાવ કરવામાં આવી શકે તે તો આવનારો સમય જ કહી શકે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને હાલ ભાવ વધારાની શક્યતા નહીવત છે.


કેમ વધ્યા ભાવ?


પ્રોફેસર ડો. રાજેન્દ્ર સિંહે CNBC ટીવી 18 હિંદી સાથે વાત કરતાં જણાવ્યું કે દૂધ ઉત્પાદન દરમિયાન કોઈપણ પશુપાલકને 80 ટકા ખર્ચ પશુઓના ચારા માટે આવે છે. આ માટે જ તેનું સીધુ કનેક્શન દૂધના વધતા ભાવ સાથે છે. પશુઓને પાળવાનો ખર્ચ થવાથી દૂધ ઉત્પાદનનો ખર્ચ પણ વધે છે. આ કારણે કંપનીઓ દૂધની કિંમતોમાં વધારો કરે છે. આ વર્ષે ઓગસ્ટમાં પણ ડેરીઓએ દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો.
First published:

Tags: Amul milk price hike, Business news