દૂધ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહી આ મહિલાઓ, Amulએ જાહેર કર્યું Top-10 મહિલાઓનું લિસ્ટ

દૂધ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહી આ મહિલાઓ, Amulએ જાહેર કર્યું Top-10 મહિલાઓનું લિસ્ટ
પ્રતિકાત્મક તસવીર

તમામ મહિલાઓ ડેરી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. ગુજરાતમાં આવી લાખો મહિલાઓ છે, જે દૂધથી પોતાની કિસ્મત બદલી રહી છે. તો જાણીએ કોણે કેટલું દૂધ વેચી કેટલી કમાણી કરી.

 • Share this:
  નવી દિલ્હી : દૂધનો બિઝનેસ મોટા ફાયદાનો સોદો છે. આ વાત ગુજરાતની મહિલાઓએ સાબિત કરી બતાવી છે. આ મહિલાઓ દૂધ વેચીને વખપતિ બની ગઈ છે. અમૂલ ડેરીના ચેરમેન આરએસ સોઢીએ બુધવારે 10 લખપતિ ગ્રામિણ મહિલાઓનું એક લિસ્ટ જાહેર કર્યું છે, જેમણે નાણાકીય વર્ષ 2019-20માં અમૂલને દૂધ વેચી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

  આ તમામ મહિલાઓ ડેરી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. આરએસ સોઢીએ ટ્વીટ કરી કહ્યું કે, આ મહિલા વ્યવસાયિકોએ 2019-20 દરમિયાન લાખો રૂપિયાનું દૂધ વેચ્યું છે. ગુજરાતમાં આવી લાખો મહિલાઓ છે, જે દૂધથી પોતાની કિસ્મત બદલી રહી છે.  આરએસ સોઢીએ ટોપ-10 મહિલાઓનું લિસ્ટ જાહેર કર્યું

  - પ્રથમ નંબર પર ચૌધરી નવલબેન છે, જેમણે 2019-20માં 221595.6 કિલોગ્રામ દૂધ વેચી 87,95,900.67 રૂપિયાની કમાણી કરી છે.

  - બીજા નંબર પર માલવી કનૂબેન રાવતાભાઈ છે, જેમણે 250745.4 કિલોગ્રામ દૂધ વેચીને 73,56,615.03 રૂપિયાની કમાણી કરી છે.

  - ત્રીજા નંબર પર ચાવડા હંસાબા હિમ્મતસિંહ છે, જેમણે 268767 કિલોગ્રામ દૂધ વેચી 72,19,405.52ની કમાણી કરી છે.

  - ચોથા નંબર પર લોહ ગંગાબેન ગણેશભાઈ છે, જેમણે 199306 કિલોગ્રામ દૂધ વેચી 64,46,475.59ની કમાણી કરી છે.

  - પાંચમા નંબર પર રાવબડી દેવિકાબેન છે, જેમણે 179632 કિલોગ્રામ દૂધ વેચી 62,20,212.56 ની કમાણી કરી છે.

  - છઠ્ઠા નંબર પર લોહ લીલાબેન રાજપૂત છે, જેમણે 225915.2 કિલોગ્રામ દૂધ વેચી 60,87,768.68ની કમાણી કરી છે.

  - સાતમા નંબર પર બિસ્મિલ્લાહ ઉમતિયા છે, જેમણે 195909.6 કિલોગ્રામ દૂધ વેચી 58,10,178.85ની કમાણી કરી છે.

  - આઠમા નંબર પર સજીબેન ચૌધરી છે, જેમણે 196862.6 કિલોગ્રામ દૂધ વેચી 56,63,765.68ની કમાણી કરી છે.

  - નવમા નંબર પર લોહ નફીશાબેન અગલોદીયા છે, જેમણે 195698.7 કિલોગ્રામ દૂધ વેચી 53,66,916.64ની કમાણી કરી છે.

  - દશમા નંબર પર લીલાબેન ધૂલિયા છે, જેમણે 179274.5 કિલોગ્રામ દૂધ વેચી 52,02,396.82ની કમાણી કરી છે.
  Published by:kiran mehta
  First published:August 19, 2020, 17:42 pm

  ટૉપ ન્યૂઝ