Fact Check: અમુલે 1.38 લાખ મુસ્લિમ કર્મચારીઓને બરતરફ કર્યા? શું છે વાયરલ પોસ્ટની હકીકત?

અમુલ દુધના માલિક આનંદ શેઠે પોતાની ફેક્ટરીમાંથી 1.38 લાખ મુસ્લિમ કર્મચારીઓને કાઢી મુક્યા હોવાનો દાવો થયો છે.

અમુલ દુધના માલિક આનંદ શેઠે પોતાની ફેક્ટરીમાંથી 1.38 લાખ મુસ્લિમ કર્મચારીઓને કાઢી મુક્યા હોવાનો દાવો થયો છે.

  • Share this:
સોશિયલ મીડિયા પણ હિન્દૂ મુસ્લિમ સહિતના ધર્મો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા પાછળનું કારણ છે. હાલના સમયમાં ફેક ન્યુઝ અને અફવાનું બજાર એટલું ગરમ છે કે, કઈ પોસ્ટ-ન્યુઝ સાચી અને કઈ ખોટી તેનો તાગ મેળવવો મુશ્કેલ છે. ત્યારે વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં અમૂલ દુધના માલિક આનંદ શેઠે પોતાની ફેક્ટરીમાંથી 1.38 લાખ મુસ્લિમ કર્મચારીઓને કાઢી મુક્યા હોવાનો દાવો થયો છે. આ પોસ્ટ ફેસબુક અને વોટ્સએપ સહિતન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહી છે.

પોસ્ટમાં શું દાવો કરાયો?

આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'એક ડગલું હિન્દૂ એકતા તરફ. અમૂલ દુધના મલિક આનંદ શેઠે પોતાની ફેક્ટરીમાંથી 1.38 લાખ મુસ્લિમ લોકોને કાઢી મુક્યા છે. તેમણે કહ્યું છે કે, દેશમાં થુંકવાળો જેહાદ જોઈ અમે લોકોને ગંદુ દૂધ દહીં ખવડાવી-પીવડાવી શકીએ નહીં. સીઈઓ આનંદ શેઠે કહ્યું કે, ગાય અમને દૂધ આપે છે. તેનાથી અમારો વ્યાપાર ચાલે છે અને કેટલાક અન્ય સમુદાયના લોકો તેને ખાય છે, જે આપણા માટે શરમની વાત છે. અમે આવા હત્યારાઓને અમારી કંપનીમાં નોકરીએ ન રાખી શકીએ. આવું પગલું લેવા બદલ અમૂલ દુધને દિલથી આભાર..'

આજનો દિવસ રાજ્ય માટે ભારે, આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

વાઇરલ મેસેજ પર યુઝર્સની કોમેન્ટ

લોકો આ વાયરલ મેસેજ પર જુદી-જુદી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો અમૂલનો આભાર માની રહ્યા છે અને કેટલાક લોકો તેની વિરુદ્ધ કોમેન્ટ કરી રહ્યા છે.

વાઇરલ મેસેજની હકીકત શું?

વાઇરલ થઈ રહેલો મેસેજ ભ્રામક અને ખોટો છે. અમૂલે કર્મચારીઓને બરતરફ કરવાનો આ પ્રકારનો કોઈ નિર્ણય લીધો નથી. અમૂલ પાસે 1.38 લાખ કર્મચારી છે જ નહીં! તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત ક્યાંથી આવી? બીજું કે અમૂલ એક સહકારી મંડળી છે. જેનો કોઈ માલિક નથી. અમૂલ તેની સાથે સંકળાયેલા લાખો ખેડૂતોની માલિકી ધરાવે છે. જેથી અમૂલ કંપની આનંદ શેઠની માલિકીનું હોવાના દવાને પણ ફગાવાયો છે.

Video: અમદાવાદનાં આ કેફેમાં છે રોબો શેફ અને રોબો વેઇટર્સ, જાણો કઇ કઇ વિવિધ વાનગીઓ બનાવશે આ રોબોટ

અગાઉ પણ અમૂલ સામે ખોટો પ્રચાર થઈ ચૂક્યો છે

અમૂલ દેશનો પ્રખ્યાત દૂધ સંઘ છે. જો અમૂલ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોત તો તે સમાચારો આવી જાય અને બધે જ તેની ચર્ચા થવા લાગી હોત. આ પહેલા પણ અમૂલ વિશે બોગસ દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા અમૂલની પિસ્તા મલાઈ કુલ્ફીમાં ડુક્કરની ચરબી મિશ્રિત કરતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસમાં આ દાવો પણ ખોટો હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન હવે મુસ્લિમ કર્મચારીઓની નોકરીમાંથી કાઢવાની પોસ્ટ પણ સામે આવી છે.અમૂલ શું છે? કેટલા કર્મચારીઓ કરે છે કામ?

અમૂલના વર્તમાન મેનેજિંગ ડાયરેક્ટરનું નામ આર એસ સોઢી છે. દેશભરની અમૂલની ફેક્ટરીઓમાં 16,000થી 17,000 કર્મચારીઓ કામ કરે છે અને તેમની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવે છે. અમૂલ સાથે 36,000 દૂધ ઉત્પાદક કામ કરે છે. જેઓ અલગ અલગ સમુદાય, ધર્મના છે.ઉલ્લેખનીય છે કે, અમૂલ એક સહકારી કંપની છે. જેની સ્થાપના વર્ષ 1950માં ડો. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી અને તેને ડેરી કંપનીનું સ્વરૂપ આપ્યું હતું. આજે કંપનીનું ટર્નઓવર 52 હજાર કરોડ રૂપિયા છે.
First published: