Home /News /business /

Amulએ દેખાડ્યું દેશનું દુઃખ, પેટ્રોલ ખરીદવું હોય તો કાર પણ વેચો

Amulએ દેખાડ્યું દેશનું દુઃખ, પેટ્રોલ ખરીદવું હોય તો કાર પણ વેચો

અમૂલે બનાવ્યું કાર્ટૂન

દેશ-વિદેશમાં ઘટાઓ ઉપર અપ ટુ ડેટ રહેનાર અને વ્યંગાત્મક ટિપ્પણી કરનાર અમુલે છેવટે પેટ્રોલના વધતા ભાવો ઉપર નવું કાર્ટૂન રજૂ કર્યું છે.

    દેશ-વિદેશમાં ઘટાઓ ઉપર અપ ટુ ડેટ રહેનાર અને વ્યંગાત્મક ટિપ્પણી કરનાર અમુલે છેવટે પેટ્રોલના વધતા ભાવો ઉપર નવું કાર્ટૂન રજૂ કર્યું છે. અમૂલે પેટ્રોલ અને ડીઝલના આકાશે પહોંચેલી કિંમતોનું દુઃખ પોતાના નવા કાર્ટૂનમાં ખુબ જ સટીક રીતે દર્શાવ્યું છે.

    આ કાર્ટૂનમાં અમૂલે જણાવ્યું છે કે, અમૂલ ગર્લ પેટ્રોલ ખરીદવા માટે રોકડ જ નહીં પરંતુ પેટ્રોલની કિંમત ચૂકવવા માટે પોતાની કાર પણ આપી રહી છે. આ સાથે લખ્યું છે કે, ભાવ વધારો ?

    જોકે, આ કાર્ટૂન અતિશયોક્તિ નથી. સ્થિતિ જ કંઇક આનાથી અલગ નથી. કેટલાક દિવસ પહેલા મધ્ય પ્રદેશના એક સમાચારપત્રમાં સમાચાર આવ્યા હતા કે, પેટ્રોલના વધતા ભાવ ઉપર લાગેલા વેટથી ઇંધણ વધારે મોંઘુ મળી રહ્યું છે. તો ત્યાંના પેટ્રોલ પંપે બાઇક, લેપટોપ મોબાઇલ, વોંશિંગ મશીન જીતવાની ઓફર ચાલુ રાખી છે.

    આ પહેલા પણ અમૂલે મે મહિનામાં પેટ્રોલની કિંમતો ઉપર નિશાન સાધ્યું હતું. એક બીજા કાર્ટૂનમાં કંપનીએ અજય દેવગણની પ્રખ્યાત ફિલ્મ ફૂલ ઓર કાંટેનો વધતી કિંમતોનું દર્દ બતાવવા માટે ઉપયોગ કર્યો છે. કંપનીએ પરફેક્ટ લાઇન પસંદ કરી હતી 'ફૂલ ઓર કાંટે'.

    ઉલ્લેખનીય છે કે, બુધવારે દેશભરમાં ફ્યૂલની કિંમતો વધી નહીં પરંતુ આ સમયે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.16 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઇમા પેટ્રોલની કિંમત 89.53 અને કોલકાતામાં 82 રૂપિયા અને ચૈન્નાઇમાં 85.40 રૂપિયા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Cartoon, Fuel price, Hike, Petrol price, અમૂલ, દિલ્હી, મુંબઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन