Home /News /business /

ટેક્સ મામલાને લઇને 1 સપ્ટેમ્બરથી સરકાર શરુ કરી રહી છે આ સ્કીમ

ટેક્સ મામલાને લઇને 1 સપ્ટેમ્બરથી સરકાર શરુ કરી રહી છે આ સ્કીમ

જાણો નાણા મંત્રાલયની માફી યોજના

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જુના ટેક્સના મામલાને પહોંચી વળવા નવી યોજના શરૂ કરી છે. તેની શરૂઆત 1 સપ્ટેમ્બરથી થશે. ચાલો જાણીએ આખો મામલો.

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જુના ટેક્સના મામલાને પહોંચી વળવા નવી યોજના શરૂ કરી છે. તેની શરૂઆત 1 સપ્ટેમ્બરથી થશે. ચાલો જાણીએ આખો મામલો.

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જુના ટેક્સના મામલાને પહોંચી વળવા નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ હવે ટેક્સ કેસનું સમાધાન ઝડપી કરવામાં આવશે. તેમજ જીએસટી લાગુ થતાં પહેલાં સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટીના મામલાઓનું સમાધાન કરવામાં આવશે. આમાં સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટીના વિવાદોનું સમાધાન કરવામાં આવશે. ટેક્સના વિવાદને સમાધાન કરવા માટે નવી યોજના હશે. પ્રથમ ભાગ વિવાદનું સમાધાન કરશે, બીજો એમેન્સ્ટી સ્કીમ હશે. આ સ્કીમ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇને 31 ડિસેમ્બર સુધી ચાલશે.

    સરકાર આ યોજના 1 સપ્ટેમ્બરથી શરૂ કરી રહી છે



    આ પણ વાંચો: અર્થતંત્રને લઈને FMની પ્રેસ કોન્ફરન્સ : હોમ, ઓટો અને પર્સનલ લોન લેનારાઓ માટે નાણા મંત્રીની મોટી જાહેરાત

    >> આ યોજના હેઠળ લિટિગેશમાં અટવાયેલા વિવાદો અને જુદા જુદા મંચોમાં અટવાયેલા વિવાદોનું સમાધાન કરવામાં આવશે.
    >> આ યોજનામાં બાકી વેરો ચૂકવી શકાય છે. આ યોજનામાં ટેક્સ ભરવા પર કોઈ કાયદાકીય કાર્યવાહી થશે નહીં. ટેક્સ ભર્યા પછી વ્યાજ, દંડમાંથી પણ મુક્તિ મળશે.


    >> આ હેઠળ 50 લાખ સુધીના ટેક્સ પર 70 ટકા, 50 લાખથી વધુના ટેક્સ પર 50 ટકા, 50 લાખ સુધીની લેણદારી, અપીલ પરત કરવા પર 60 ટકા અને 50 લાખથી વધુ ટેક્સ, અપીલ પાછી ખેંચવા પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
    >> આ ઉપરાંત હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ નોંધાવવા માટેનો દરો વધારીને અનુક્રમે 1 કરોડ અને 2 કરોડ રુપિયા કર્યા છે.

    આ યોજનાની જાહેરાત નાણા પ્રધાન નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં કરી હતી. મંત્રાલયે કહ્યું છે કે આ યોજનાનો ઉદ્દેશ મુખ્યત્વે નાના કરદાતાઓને તેમના બાકી ટેક્સ વિવાદોથી મુક્ત કરવાનો છે.

     અદાલતો અથવા અપીલ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ તમામ કેસો માટે આ યોજના હેઠળ ફીની માંગમાં 70 ટકાની છૂટ આપવામાં આવશે, જો ફીના માંગ 50 લાખથી વધુ છે, તો આવા કેસોમાં 50 ટકા છૂટ રહેશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Amnesty scheme, Business, Excise duty, Legacy service, Service tax, Tax

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन