નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર પર ગ્લોબલ માર્કેટનો દબાવ બુધવારના કારોબારી દિવસ દરમિયાન ઓછો થઈ શકે છે. ગત સત્રમાં મોટા ધટાડા પછી આજે રોકાણકારો ખરીદી તરફ જઈ શકે છે.
આજે વૈશ્વિક દબાણ વચ્ચે બીએસઈ સેન્સેક્સ 19 અંક વધીને 60,134 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 0.06 ટકાના વધારા સાથે 17,924.25 પર ખુલ્યો છે.
ગત સત્રમાં સેન્સેક્સ પણ 632 અંક ઘટીને 60,115 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 187 અંકોના ઘટાડા સાથે 17,914 પર પહોંચી ગઈ હતી. એક્સપર્ટનું કહેવું છે તે, આજે પણ કારોબારમાં ગ્લોબલ માર્કેટમાં દબાવ જોવા મળશે, પરંતુ સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળી રહ્યુ છે અને આજે તેઓ ખરીદી તરફ જઈ શકે છે.
એક્સપર્ટનું માનીએ તો, આજે દબાવ છતાય બજારમાં ઘણા એવા શેર છે, જેના પર રોકાણકારોની ખાસ નજર રહેશે. આવા હાઈ ડિલીવરી પર્સેન્ટેઝવાળા શેરમાં Tata Power, Ashoka Buildcon, Oracle Financial, Marico, HDFC Bank, Abbott India અને Colgate Palmolive જેવી કંપનીઓ સામેલ છે. આ શેરોમાં વેચવાલી અને ખરીદી બંને જોર પકડી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર