ઝડપથી વિકસી રહેલી Drone Industry વચ્ચે, જાણો આ ક્ષેત્રના કયા 5 શેરો પર નજર રાખવી જોઈએ
ઝડપથી વિકસી રહેલી Drone Industry વચ્ચે, જાણો આ ક્ષેત્રના કયા 5 શેરો પર નજર રાખવી જોઈએ
Drones are also useful for e-commerce platforms
હવે ડ્રોન માત્ર સંરક્ષણ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. તેના બદલે કૃષિ, આરોગ્યસંભાળ, પ્રવાસન સહિતના અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ભારતીય ડ્રોન માર્કેટમાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, બજારના નિષ્ણાતોએ 5 ડ્રોન સ્ટોકની યાદી તૈયાર કરી છે.
જાહેર જીવનમાં ડ્રોનની ઉપયોગિતા સતત વધી રહી છે. ભારત સરકાર પણ તેને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રોન નીતિને ઉદાર બનાવી રહી છે. હવે ડ્રોન માત્ર સંરક્ષણ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. તેના બદલે કૃષિ, આરોગ્યસંભાળ, પ્રવાસન સહિતના અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ડ્રોન ઉત્પાદન ક્ષેત્રમાં પણ ઝડપી ફેરફારો થઈ રહ્યા છે.
દરમિયાન, અદાણી એન્ટરપ્રાઇઝે કૃષિ ડ્રોન સ્ટાર્ટઅપ જનરલ એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝની જેમ રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝે, થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (TAS), ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદન કંપનીમાં 60 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.
શેરબજારના નિષ્ણાતોના મતે, ભારત સરકાર હવે સંરક્ષણ ક્ષેત્રની બહાર પણ ડ્રોનના વ્યાપક ઉપયોગને જોઈ રહી છે. હવે, ભારત સરકારે કૃષિ, આરોગ્યસંભાળ અને કેટલાક અન્ય ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જુલાઇ 2021માં નવી ડ્રોન પોલિસી જાહેર થયા બાદ ડ્રોન કવરેજ 300 કિગ્રાથી વધારીને 500 કિગ્રા કરવામાં આવ્યું છે.
5 શેરોની યાદી
હવે ભારત સરકાર એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે જેવી ઈ-કોમર્સ કંપનીઓ માટે સપ્લાય ચેઈન સિસ્ટમમાં ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તેવી શક્યતા વધુ છે. ભારતીય ડ્રોન માર્કેટમાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, બજારના નિષ્ણાતોએ 5 ડ્રોન સ્ટોકની યાદી તૈયાર કરી છે. આ 5 ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટોક્સ છે જનરલ ટેક, પારસ ડિફેન્સ, BEL, DCM શ્રીરામ અને RatanIndia Enterprises.
લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, ભારતના ડ્રોન ઉદ્યોગ વિશે બોલતા, પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, “ગત વર્ષે જુલાઈ 2021માં જાહેર કરવામાં આવેલી ઉદારવાદી ડ્રોન નીતિ પછી, ભારતના ડ્રોન માર્કેટમાં ઘણી ગતિવિધિ જોવા મળી રહી છે. યુ.એસ.ની જેમ, ભારત સરકાર પણ એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે જેવા સપ્લાય ચેઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તેવી શક્યતાઓ વધારે છે.
તેમણે ઉમેર્યું હતું કે કોઈના પોર્ટફોલિયોમાં ડ્રોન સ્ટોક રાખવાનું મહત્વ સમજી શકાય તેવું છે કારણ કે અદાણી એન્ટરપ્રાઈઝ પણ આ વ્યવસાયમાં પ્રવેશવા જઈ રહી છે. ડ્રોન સ્ટોક વિશે પૂછવામાં આવતા, અવિનાશ ગોરક્ષકરે કહ્યું, “ભારતમાં ડ્રોન માર્કેટ નવી છલાંગ લગાવવા માટે તૈયાર છે. તેથી, ભારતીય બજારોમાં સૂચિબદ્ધ મોટી ડ્રોન કંપનીઓને આનાથી ફાયદો થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, તમે Zen Tech, Paras Defence, BEL, DCM શ્રીરામ અને RatanIndia Enterprises જેવા શેરો જોઈ શકો છો.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર