Home /News /business /ઘટતા બજારમાં પણ આ શેર કરી દેશે તમારો બેડો પાર, એક્સપર્ટ્સ અને બ્રોકરેજ ફર્મસે આપી ખરીદવાની સલાહ
ઘટતા બજારમાં પણ આ શેર કરી દેશે તમારો બેડો પાર, એક્સપર્ટ્સ અને બ્રોકરેજ ફર્મસે આપી ખરીદવાની સલાહ
આ શેર ખરીદવામાં બુદ્ધિમાની
કંપની દ્વારા તગડાં ક્વાટર પરિણામો જાહેર થવાને કારણે, રોકાણકારોમાં જોશ જાગ્યું છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નફો 2,958 કરોડ રૂપિયા રહ્યો. આ દરમિયાન કંપનીની આવક પણ 88,489 કરોડ રૂપિયા રહી. માર્કેટ એક્સપર્ટના પ્રમાણે, કંપનીના શેર 500 રૂપિયા સુધી જઈ શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર શુક્રવારે નીચે ગબડ્યું. જો કે, આ ઓટો સેક્ટરના શેર પર બજારના ઘટાડાની કોઈ જ અસર થઈ નથી. શુક્રવારે ટાટા મોટર્સના શેર ઈન્ટ્રાડેમાં 7 ટકાના ભારે ઉછાળાની સાથે 453.40 રૂપિયા પર પહોંચી ગયા. સાંજે આ દિગ્ગજ ઓટો કંપનીના શેર એનએસઈ પર 6.25 ટકાની તેજીની સાથે 445.25 રૂપિયાના સ્તર પર બંધ થયા. બજાર જાણકારોના પ્રમાણે, 7 ક્વાટર બાદ ડિસેમ્બર ક્વાટરમાં કંપની ખોટમાંથી બહાર આવ્યા બાદ ટાટા મોટર્સના શેરમાં વધારો થયો છે.
કંપની દ્વારા તગડાં ક્વાટર પરિણામો જાહેર થવાને કારણે, રોકાણકારોમાં જોશ જાગ્યું છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નફો 2,958 કરોડ રૂપિયા રહ્યો. આ દરમિયાન કંપનીની આવક પણ 88,489 કરોડ રૂપિયા રહી. માર્કેટ એક્સપર્ટના પ્રમાણે, કંપનીના શેર 500 રૂપિયા સુધી જઈ શકે છે. ઘણા બ્રોકરેજે ટાટા મોટર્સના શેર ખરીદવાની સલાહ આપી છે. ગત વર્ષના સમાન ગાળામાં કંપનીને 1,516 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.
લાઈન મિંટની એક રિપોર્ટ અનુસાર, આઈઆઈએફએલ સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ, રિસર્ચ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, બે કે ત્રણ મહિનામાં ટાટા મોટર્સના શેર 500 રૂપિયા સુધી જઈ શકે છે. ગુપ્તાનું કહેવું છે કે, જે રોકાણકારોની પાસે ટાટા મોટર્સના શેર છે, તેમણે હોલ્ડ કરવા જોઈએ અને તેના પર 420 રૂપિયાનું સ્ટોપ લોસ રાખવું જોઈએ. વર્તમાન સ્તરેથી નવા રોકાણકારો આ શેરમાં રોકાણ કરી શકે છે. 398 રૂપિયાના સ્તર પર તેમણે સ્ટોપલોસ રાખવું જોઈએ.
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે તેમના રિપોર્ટમાં લખ્યું છે કે, સપ્લાય ચેઈન સાથે જોડાયેલી પરેશાનીઓના કારણે, ટાટા મોટર્સને ખોટમાંથી બહાર આવવા સહાયતા મળી છે. બ્રોકરેજે ટાટા મોટર્સના શેરને બાય રેટિંગ આપતા 525 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. નોમૂરાએ પણ ટાટા મોટર્સને બાય રેટિંગ આપતા તેની ટાર્ગેટ પ્રાઈસ 508 રૂપિયા નક્કી કરી છે. આ તેની વર્તમાન કિંમતથી 14 ટકા વધારે છે. આ રીતે આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ પણ ટાટા મોટર્સના શેર પર બુલિશ છે. બ્રોકરેજનું અનુમાન છે કે, આ શેર 530 રૂપિયા સુધી જઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર