Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીમાં આજે ફરી ચમક આવી, જુઓ નવી કિંમતો

Gold Silver Price Today: સોના ચાંદીમાં આજે ફરી ચમક આવી, જુઓ નવી કિંમતો

લગ્નસરાની સીઝન જામેલી છે તેવામાં જ સોનું ચાંદી પણ ઉછળ્યા છે.

Gold Silver Price Today 22nd November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.32 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,459 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.96 ટકા ઉછળીને 61,215 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજી તરફ દોડી રહ્યા હતા. જોકે તેવામાં ગઈકાલે એશિયન માર્કેટ અને ભારતીય બજારોમાં તગડા ઘટાડા વચ્ચે આ બંને કિંમતી ધાતુની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે ફરી બંને ધાતુંમાં તેજી જોવા મળી રહી છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઉછળીને 53 હજાર તરફ જઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 61 હજાર ઉપર પહોંચી ચૂક્યું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.32 ટકાના ઉછાળા સાથે 52,459 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.96 ટકા વધીને 61,215 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.32 ટકાના ઉછાળા સાથે 52,459 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.96 ટકાના ઘટાડા સાથે 61,215 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,550 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4641 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Kaynes Technology Listing: આજે છે લિસ્ટિંગ, થઈ શકે આટલો ફાયદો એક્સપર્ટને પૂરો વિશ્વાસ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹49,050₹53,510
    Mumbai₹48,350₹52,750
    Delhi₹48,500₹52,900
    Kolkata₹48,350₹52,750
    Bangalore₹48,350₹52,750
    Hyderabad₹48,350₹52,750
    Kerala₹48,350₹52,750
    Pune₹48,350₹52,750
    Vadodara₹48,380₹52,780
    Ahmedabad₹48,400₹52,800
    Jaipur₹48,500₹52,900
    Lucknow₹48,500₹52,900
    Coimbatore₹49,050₹53,510
    Madurai₹49,050₹53,510
    Vijayawada₹48,350₹52,750
    Patna₹48,380₹52,780
    Nagpur₹48,350₹52,750
    Chandigarh₹48,500₹52,900
    Surat₹48,400₹52,800
    Bhubaneswar₹48,350₹52,750
    Mangalore₹48,350₹52,750
    Visakhapatnam₹48,350₹52,750
    Nashik₹48,350₹52,750
    Mysore₹48,350₹52,750

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ Business Idea: બારેમાસ કમાણી કરવી હોય તો ઘરેથી જ શરું કરો આ ધીકતો ધંધો, સોસાયટીથી ગલ્લીને ખૂણે બધે જ મળશે ગ્રાહકો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन