Home /News /business /છટણી વચ્ચે 5 હજાર ભારતીયોને મેકડોનાલ્ડ આપશે નોકરી, નોર્થ-ઈસ્ટમાં વિસ્તરણ કરશે કંપની

છટણી વચ્ચે 5 હજાર ભારતીયોને મેકડોનાલ્ડ આપશે નોકરી, નોર્થ-ઈસ્ટમાં વિસ્તરણ કરશે કંપની

5,000 ભારતીયોને મેકડોનાલ્ડ આપશે નોકરી

મેકડોનાલ્ડ્સની આગામી 3 વર્ષમાં ઉત્તરીય અને પૂર્વીય પ્રદેશોમાં તેની રેસ્ટોરન્ટ્સની સંખ્યા બમણી કરીને 300 કરવાની યોજના છે. આ દરમિયાન, લગભગ 5,000 લોકોની નિમણૂક કરવામાં આવશે.

નવી દિલ્હી: વિશ્વભરની કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે અથવા કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ દરમિયાન, ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેઇન મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા (ઉત્તર અને પૂર્વ) એ સોમવારે આગામી ત્રણ વર્ષમાં તેના આઉટલેટ્સની સંખ્યા બમણી કરવાની અને લગભગ 5,000 લોકોને નોકરી પર રાખવાની યોજના જાહેર કરી છે.

કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, મેકડોનાલ્ડની આગામી 3 વર્ષમાં ઉત્તરીય અને પૂર્વીય વિસ્તારોમાં રેસ્ટોરાંની સંખ્યા બમણી કરીને 300 કરવાની યોજના છે. આ દરમિયાન, લગભગ 5,000 લોકોની નિમણૂક કરવામાં આવશે.

આ પણ વાંચો:  5 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે ખુશખબર, 9 વર્ષ પછી ઇન્કમટેક્સ સ્લેબમાં ફેરફારની તૈયારી

ગુવાહાટીમાં ભારતની સૌથી મોટી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ

તેના વિસ્તરણના તબક્કાના ભાગરૂપે, મેકડોનાલ્ડ્સે સોમવારે ગુવાહાટીમાં ભારતમાં તેની સૌથી મોટી રેસ્ટોરન્ટ ખોલી છે. આ રેસ્ટોરન્ટ 6,700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે અને અહીં 220 લોકો એકસાથે બેસી શકે છે.

કંપની રાજ્યોમાં તેનું નેટવર્ક વિસ્તારવા માંગે છે

મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા (ઉત્તર અને પૂર્વ)ના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ રંજને જણાવ્યું હતું કે, કંપની ઝડપથી વિકાસ કરી રહી છે અને આ ક્રમમાં તે રાજ્યોમાં તેનું નેટવર્ક વિસ્તારવા માંગે છે. જ્યારે મેકડોનાલ્ડના જૂના પાર્ટનર સાથે ચાલી રહેલા કાનૂની વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "તમામ મુદ્દાઓ અને સમસ્યાઓને પાછળ છોડીને, અમે અમારા વ્યવસાયને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ."

આ પણ વાંચો:  કુલીનું કામ કરતાં-કરતાં રેલ્વેના ફ્રી વાઈ-ફાઈથી તૈયારી કરી બની ગયા IAS



ઉત્તર અને પૂર્વીય ભાગોમાં કામગીરી માટે નવો ભાગીદાર

વર્ષ 2020 માં, મેકડોનાલ્ડ્સે તેના જૂના ભાગીદાર વિક્રમ બક્ષી પાસેથી 50 ટકા હિસ્સો લઈને દેશના ઉત્તરી અને પૂર્વીય ભાગોમાં કામગીરી માટે MMG ગ્રુપના ચેરમેન સંજીવ અગ્રવાલને નવા ભાગીદાર તરીકે પસંદ કર્યા હતા. તે જ સમયે, પશ્ચિમ અને દક્ષિણ ભારત માટે ભાગીદાર વેસ્ટલાઇફ ગ્રુપ છે.
First published:

Tags: Employees, Job Alert, Job vacancy, Mcdonalds