ભારતના તણાવની સ્થિતિ વચ્ચે ચીનને PoKમાં મોટો ફટકો, અરબો ડોલરનો પ્રોજેક્ટ અટક્યો

ભારતના તણાવની સ્થિતિ વચ્ચે ચીનને PoKમાં મોટો ફટકો, અરબો ડોલરનો પ્રોજેક્ટ અટક્યો
ચીની રાષ્ટ્રપતિની તસવીર

ચીનનો અરબો ડોલરની મહાત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી મોટાભાગની પરિયોજનાઓ કોરોના વાયરસના સંક્રમણને કારણે આંશિક રૂપથી કે ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

 • Share this:
  બીજિંગઃ બોર્ડર ઉપર ભારત (India) સાથે તણાવની સ્થિતિ વચ્ચે ચીનને વધુ એક ઝાટકો લાગ્યો છે. ચીનનો (China) અરબો ડોલરની મહાત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી મોટાભાગની પરિયોજનાઓ કોરોના વાયરસના સંક્રમણને કારણે આંશિક રૂપથી કે ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. એક ચીની અધિકારીએ આ જાણકારી આપી છે. રિપોર્ટ પ્રમાણે જે પરિયોજનાઓ પ્રભાવિત થઈ છે તેમાં 60 અરબ અમેરિકી ડોલરવાળી સીપીઈસીનો પણ સમાવેશ થાય છે.

  વિદેશ મંત્રાલય (Foreign Ministry)ના આંતરરાષ્ટ્રીય આર્થિક મામલાના વિભાગના મહાનિદેશક વાંગ ચિયાલોંગ પ્રમાણે ચીનના વૈશ્વિક પ્રભાવોને વિસ્તાર આપવા માટે એશિયા, આફ્રિકા અને યુરોપમાં કારોબાર અને રોકાણને વધારો આપવાના ઉદ્દેશ્યવાળી BRIની પરિયોજનાનો આશરે પાંચમો ભાગ મહામારીથી સંપૂર્ણ પણ પ્રભાવિત થયો છે. હાંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગપોસ્ટને વાંગનો ઉલ્લેખ કરતા કહ્યું હતુંકે, આશરે 40 ટકા પરિયોજનાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. 30થી 40 ટકા પ્રોજેક્ટ પરિયોજનાઓ ઉપર થોડી અસર થઈ છે.  આ પણ વાંચોઃ-Covid-19 Update: ગુજરાતમાં સતત બીજા દિવસે નવા 600થી વધુ કેસ, નવા 624 દર્દીઓ સાથે આંકડો 31,000ને પાર

  ચીનને 2013માં આ પ્રોજેક્ટને શરૂ કર્યો હતો
  ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2013માં સત્તામાં આવ્યા પછી બીઆરઆઈને શરૂ કરી હતી. આનો હેતુ સડક અને સમુદ્રી માર્ગને દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય એશિયા, ખાડી ક્ષેત્ર, આફ્રિકા અને યુરોપને જોડવાનો હતો. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત ગ્વાદર પોર્ટને ચીનના શિનજિંયાંગ પ્રાંત સાથે જોડાનાર ચીન-પાક આર્થિક કોરિડોર (CPEC) બીઆરઆઈની મુખ્ય પરિયોજના છે. આ પરિયોજનાઓને ફરીથી ગતિ આપવાનો પ્રયત્નના અંતર્ગત ચીનમાં છેલ્લા સપ્તાહ બીઆરઆઈની પહેલી વીડિયો કોન્ફર્સ કરી છે.

  આ પણ વાંચોઃ-ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકો અંગે ચીન મૌન, વાતચીતમાં નથી કરતું ઉલ્લેખઃ સૂત્ર

  ભારત CPECનો કરે છે વિરોધ
  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે પરિયોજનાઓ પ્રભાવિત થઈ છે એમાં 60 અરબ અમેરિકી ડોલરવાળી સીપીઈસીનો સમાવેશ થાય છે. ભારતને સીપીઈસી લઈને ચીનથી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કારણ કે પાક અધિકૃત કશ્મીરથી જઈ રહી છે. સમાચાર પ્રમાણે મલેશિયા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, કંબોડિયા અને શ્રીલંકા સહિત કેટલાક એશિયાઈ દેશોએ ચીની વિત્ત પોષણવાળી પરિયોજનાઓ ઉપર રોક લગાવી છે. તેને વિલંબિત કર્યા છે. ખબરમાં કહેવામાં આવ્યું છે કે ઉદારહણ માટે કોવિડ-19ની બાધાએ સીપીઈસી, કંબોડિયાના શિહાનુકવિલે વિશેષ આર્થિક ક્ષેત્ર અને ઈન્ડોનેશિયાના જકાર્તા-બાનડુંગ હાઈસ્પીડ રેલ પરિયોજનાને પ્રભાવિત કરી છે.

  આ પણ વાંચોઃ-મારે માસ્ક પહેરવું હોય તો પહેરીશ, નહિ તો દવા પીને તમને ફીટ કરાવી દઈશ': અમદાવાદમાં ચાલકની પોલીસને ધમકી

  ચીન નાના દેશોને દબાવવાની કરે છે ષડિયંત્ર
  બીઆરઆઈ અંતર્ગત પરિયોજનાઓને રોકવામાં આવી છે. અથવા તેમાં ખૂબ જ ઓછું કામ થઈ રહ્યું છે. બીઆરઆઈ ચીનના વિદેશમાં પ્રભાવને વધારવાની જેમ જોઈ શકાય છે. જેમાં દુનિયાભરમાં પોતાના રોકાણકારોને આધારભૂત પરિયોજનાઓનું સંચાલન કરી રહ્યા છે. શ્રીલંકા દ્વારા 2017માં પોતાના દેવાના બદલે ચીને 99 વર્ષો માટે હંબનટોટા પોર્ટનો ઉપયોગ કરવા માટે પટ્ટો આપ્યા બાદ ચીન ઉપર એપણ આરોપ લાગ્યો છે કે તે નાના દેશોને દેવાના બોજ નીચે દબાવી રહ્યો છે.
  First published:June 28, 2020, 23:43 pm