Home /News /business /બ્લડી મંડે પછી આજે પણ શેરબજારમાં કોહરામ મચશે? અમેરિકન ઇન્ડેક્સ Nasdaq 2 ટકા તૂટ્યો

બ્લડી મંડે પછી આજે પણ શેરબજારમાં કોહરામ મચશે? અમેરિકન ઇન્ડેક્સ Nasdaq 2 ટકા તૂટ્યો

બજારમાં આજની સ્થિતિ કેવી રહેશે? શુું શેરબજારનો આખલો દોડશે કે પછી બેર દબાવી દેશે?

યુરોપિયન માર્કેટમાં મંદીની આશંકા વચ્ચે અમેરિકન કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં આક્રમક વધારો કરવાની શક્યતા પ્રબળ જણાતા દુનિયાભરના રોકાણકારો બજારમાંથી રુપિયા પરત ખેંચી રહ્યા છે.

  મુંબઈઃ રોકાણકારોને ડર છે કે યુરોપિયન માર્કેટમાં મંદીની આશંકા વચ્ચે અમેરિકન કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં આક્રમક વધારો કરવાની શક્યતા પ્રબળ જણાતા દુનિયાભરના રોકાણકારો બજારમાંથી રુપિયા પરત ખેંચી રહ્યા છે. ભારતીય બજારના સંદર્ભમાં જોવ જઈએ તો હાલમાં બજારમાં આવેલી તેજી કંપનીઓના ત્રિમાસિક પરિણામ સારા જવા અને ત્યારબાદ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર દ્વારા રેકોર્ડ બ્રેક રોકાણ હતું. જોકે અચાનક વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા વિદેશી રોકાણકારો પોતાના રુપિયા પરત ખેંચી રહ્યા છે અને તેના કારણે ભારતીય બજારના બંને પ્રમુખ ઇન્ડેક્સ છેલ્લા બે સેશનમાં તૂટ્યા છે.

  અમેરિકન વોલ સ્ટ્રીટનું મુખ્ય ઇન્ડેક્સ સોમવારે ખૂલતા જ 1 ટકાથી વધુ તૂટી ગયો હતો. રોકાણકારોને ડર છે કે મંદીની આશંકા વચ્ચે અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં આક્રમક વધારો કરી શકે છે. જેના કારણે રોકાણકારો બજારમાંથી રુપિયા ખર્ચી રહ્યા છે. ગ્લોબલ શેર માર્કેટના આ સંકેતોને જોતા ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર દબાણ જોવા મળી શકે છે. અમેરિકન શેરમાર્કેટના પ્રમુખ ઇન્ડેક્સ પૈકી એક ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (Dow Jones Industrial Average) 1.91 ટકા અથવા 643.13 અંક સોમવારના કોરાબોરમાં તૂટ્યો છે. જ્યારે S&P 500 અને નાસ્ડેક કંપોઝિટ ઇન્ડેક્સમાં ક્રમશ 2.14 અને 2.55 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500ના મુખ્ય 11 સેક્ટરમાંથી 10માં સોમવારના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી અને કોમ્યુનિકેશન સર્વિસિઝમાં 2-2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

  આ પહેલા નાસ્ડેક અને S&P 500માં સતત 4 સપ્તાહ સુધી તેજી જોવા મળી હતી. જે ગત સપ્તાહે શુક્રવારે શેરબજારમાં આવેલા ઘટાડાને પગલે અટકી હતી. વોલ સ્ટ્રીટ રોકાણકારોમાં ડર અંગે જણાવતો CBOE Volatility Index (VIX) સોમવારના કારોબરા દરમિયાન 23.26 અંક સુધી પહોંચી ગયો હતો. જે પાછલા 2 સપ્તાહનું સૌથી ઉંચુ સ્તર હતું. આ દરમિયાન બધાની નજર મંગળવારે ભારતીય બજારના રિએક્શન પર ટકી છે. મહત્વનું છે કે સોમવારે 22 ઓગસ્ટે સતત બીજા કારોબારી સત્રમાં ભારતીય શેરબજારમાં તગડો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ સોમવારે 872.28 અંક એટલે કે 1.46 ટકા ઘટીને 58,773.87 પર બંધ થયો હતો. જ્યારે તો નિફ્ટી50 267.75 અંક તૂટીને 17500ની નીચે 17,490 પહોંચી ગઈ હતી. નિફ્ટી બેંક 688 અંક તૂટીને 38298 પર બંધ થયો હતો. નિફ્ટીના 50 માંથી 43 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં ટોપ 30માંથી 26 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો નિફ્ટી બેંકના તમામ 12 શેરમાં ઘટાડો રહ્યો હતો.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Expert opinion, Nifty 50, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन