શેરબજારના દિગ્ગજ આશિષ કછોલિયાએ (Ashish Kacholia) પોતાના 5 શેરોના પોર્ટફોલિયોમાં સુરતની સ્પેશિયાલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સનના (Ami Organics) શેરને સમાવ્યો છે. આ કેમિકલ સ્ટોક ગયા મહિને 14 સપ્ટેમ્બરે 49%ના પ્રીમિયમ સાથે સ્ટોક એક્સચેન્જોમાં સૂચિબદ્ધ થયો હતો. કેમિકલ શેરો અંગે બજારમાં ઉથલપાથલ વચ્ચે, બજારના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે, લાંબા ગાળે આ સ્ટોક વધુ તેજીથી આગળ વધશે.
કદાચ આ કારણો તપાસીને, આશિષ કાચોલિયાએ પણ અમી ઓર્ગેનિક્સના શેર ખરીદવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે અમી ઓર્ગેનિક્સની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, આશિષ કાચોલિયા સહિત ઘણા મોટા રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું છે.
આશિષ કછોલિયાનો શેર
સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, આશિષ કછોલિયા અમી ઓર્ગેનિક્સમાં 4,91,474 શેર અથવા 1.35% હિસ્સો ધરાવે છે. આ સિવાય ધ્વની ગિરીશકુમાર ચોવટિયા, ગિરીશકુમાર લીંબાબાઈ ચોવટિયા, કિરણબેન ગિરીશભાઈ ચોવટિયા, વનજા સુંદર ઐયર અને વિરેન્દ્ર નાથ મિશ્રા જેવા રોકાણકારોએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.
અમી ઓર્ગેનિક્સની શેર પ્રાઇઝ હિસ્ટ્રી
14 સપ્ટેમ્બર 2021ના રોજ BSE અને NSE પર અમી ઓર્ગેનિક્સના શેર 49%ના પ્રીમિયમ સાથે સૂચિબદ્ધ થયા હતા. લિસ્ટિંગ પછી, છેલ્લા એક મહિનામાં શેરની કિંમત લગભગ 47% વધી છે. આ સમય દરમિયાન શેર રૂ. 1,434.45 ની આજીવન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો. જોકે તેની ક્લોઝિંગ હાઈ 1360.10 રૂપિયા છે.
ગુરુવારે NSE પર અમી ઓર્ગેનીક્સનો શેર 1.05% વધીને રૂ. 1,338.00 પર બંધ થયો. આશિષ કાચોલિયાએ અમી ઓર્ગેનિક્સ ઉપરાંત તાજેતરમાં સોમી હોમ ઇનોવેશન, વીઆરએલ લોજિસ્ટિક્સ, ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ અને એક્સપ્રો ઇન્ડિયામાં હિસ્સો ખરીદ્યો છે.
અમી ઓર્ગેનિકની શરૂઆત વર્ષ 2004માં થઇ હતી. તે વિશિષ્ટ કેમિકલ્સના સંશોધન અને ઉત્પાદન માટે જાણીતી કંપનીઓ પૈકી એક છે. કંપનીના પ્રોડક્શન પોર્ટફોલિયોમાં અનેક પ્રકારના એડવાન્સ્ડ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિએટ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્સ(API) છે. કંપનીએ 17 પ્રમુખ ફાર્મા ઇન્ટરમિડિએટ્સ એટલે કે, એન્ટી-રેટ્રોવાયરલ, એન્ટ-ઈન્ફ્લેમેન્ટરી, એન્ટી-સાઇકોટિક, એન્ટી-કેન્સર, એન્ટી-પાર્કિંસન્સ, એન્ટી-ડિપ્રેસેન્ટ અને એન્ટી-કોગુલેન્ટમાં 450થી વધુ ફાર્મા ઇન્ટરમીડિયેટ વિકસિત કર્યા છે. કંપની પોતાના ઉત્પાદનો ભારતમાં 150થી વધુ જગ્યાઓ પર અને અન્ય 25 દેશો જેવા કે યૂરોપ, અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન, લેટિન, અમેરિકામાં કરે છે. લોરસ લેબ્સ, કેડિલા હેલ્થકેર, સિપ્લા લિમિટેડ તેના ઘરેલું ગ્રાહક છે, જ્યારે ઓર્ગેનિક s.r.l.a. સોસિઓ યુનિકો, ફર્મિઓન ઓલી, મેડિકેમ એસ.એ અને મિડાસ ફાર્મા GmbH જેવી અમુક આંતરરાષ્ટ્રિય ગ્રાહક કંપનીઓ પણ તેની ગ્રાહક છે. ઉલ્લેખનીય છે કે, કંપનીના 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતના સચિન, અંકલેશ્વર અને ઝગડિયામાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર