મુંબઈ: Ami Organics IPO: સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી Ami Organics કંપનીનો IPO આજે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો છે. એમી ઓર્ગેનિક્સનો આઈપીઓ (Ami Organics IPO) ત્રીજી તારીખ સુધી ભરી શકાશે. આ આઇપીઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં તે અને નિષ્ણાતો મિશ્ર પ્રતિભાવ આપી રહ્યા છે. સુરત (Surat)ની એમી ઓર્ગેનિક્સ કંપની આઈપીઓ મારફતે 570 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાં 200 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે. જ્યારે 370 કરોડ રૂપિયાના 6,059,600 ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે.
એમી ઓર્ગેનિક્સના આઇપીઓનો 50% હિસ્સો QIB એટલે કે ક્વૉલીફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. 15% હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે રિઝર્વ છે. જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 35% હિસ્સો અનામત છે. કંપની ફ્રેશ ઇશ્યૂનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને દરરોજના કામકાજ માટે કરશે.
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2021ના 14.82 રૂપિયાના એડજસ્ટેજ EPS જોતા ઇશ્યૂની કિંમત વ્યાજબી લાગે છે. કંપની 41.6 P/E પર લિસ્ટ થનારી છે, જેનું માર્કેટ કેપ 2,222.7 કરોડ રૂપિયા છે. તેનો P/E ઇન્ડસ્ટ્રીની બીજી કેમિકલ કંપની જેટલો છે. આરતી ઇન્ડસ્ટ્રીઝનો P/E હાલ 54.20 અને Hikalનો P/E 46.13 ચાલી રહ્યો છે.
ETના જણાવ્યા પ્રમાણે Marwadi Shares and Finance તરફથી આ IPO ભરવાની સલાહ આપવામાં આવી છે. કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત અને ડાયવર્સિફાઈ છે. આ સાથે જ કંપનીનું R&D ખૂબ મજબૂત છે. પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓની સરખામણીમાં તે સારા ભાવ પર છે, આથી રોકાણ કરવું જોઈએ. એન્જલ બ્રોકિંગ તરફથી કંપનીના ઇશ્યૂને ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે.
કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટમાં 100 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાં કંપનીએ 6.3 રૂપિયા પ્રતિ શેર લેખે 1,658,374 શેર જાહેર કરીને 100 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે.
એમી ઓર્ગેનિક્સનો આઈપીઓ ખુલ્યાના એક દિવસ પહેલા તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 125 રૂપિયા ચાલી રહ્યું હતું. આ રીતે જોઈએ તો હાલની સ્થિતિએ કંપનીના શેરનું લિસ્ટિંગ 735 રૂપિયાની આસપાસ થઈ શકે છે.
એમી ઓર્ગેનિક્સ આઇપીઓ (Ami Organics IPO)
એમી ઓર્ગેનિકના શૅરની પ્રાઇસ બેન્ડ 603-610 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અપર પ્રાઇઝ બેન્ડના હિસાબથી Ami Organicsએ પોતાના IPOના માધ્યમથી 570 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. Ami Organicsના IPOમાં 200 કરોડના નવા શૅર ઇશ્યૂ કરવામાં આવશે. કંપનીએ આઇપીઓની સાઇઝ 100 કરોડ રૂપિયા ઓછી કરી છે.
કેટલું રોકાણ કરવું પડશે?
Ami Organicsના IPO માટે શૅરની કિંમત 603-610 રૂપિયા છે. જેમાં એક લૉટ 24 શૅરોનો હશે. એક લોટ ખરીદવો જરૂરી છે. અપર પ્રાઇઝ બેન્ડના હિસાબથી આ ઇશ્યૂમાં ઓછામાં ઓછું 14,640 રૂપિયાનું રોકાણ કરવું પડશે.