આગામી સપ્તાહે આવી રહ્યો છે Ami Organicનો IPO, જાણો તારીખ અને ઇશ્યૂ સાઇઝ સહિત તમામ ડિટેલ્સ

અમી ઓર્ગેનિકનો IPO આગામી અઠવાડિયે આવશે

  • Share this:
સુરત સ્થિત અમી ઓર્ગેનિક્સ સ્પેશ્યાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની આગામી 1 સપ્ટેમ્બરે પોતાનો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સાથે વિજય ડાયગ્નોસ્ટિક્સનો આઇપીઓ પણ ખુલશે. અમી ઓર્ગેનિક્સ ભારતમાં 450થી વધુ ફાર્મા ઇન્ટરમીડિએટ અને ત્રણ મેન્યુફેક્ચરિંગ એકમો ધરાવતી જાણીતી કંપની છે. અહીં અમે તમને 10 વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જે તમારે આઇપીઓ ખુલતા પહેલા જાણી લેવી જોઇએ.

આ પણ વાંચો-તહેવારો પહેલા સરકારી બેંક કર્મચારીઓને કેન્દ્રની લ્હાણી, છેલ્લા પગારનાં 30% સુધી વધશે પેન્શન

1) અમી ઓર્ગેનિક IPO ઓવરવ્યૂ અને પ્રાઇસ બેન્ડ

આ IPOમાં 200 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ અને 20 શેર હોલ્ડર્સ દ્વારા 60,59,600 ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ(OFS)માં શામેલ કરવામાં આવ્યા છે. કંપનીનો પ્લાન ઉચ્ચત્તમ પ્રાઇસ બેન્ડ દ્વારા 569.63 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો છે. કંપની આઇપીઓ દ્વારા એકત્રિત કરેલા પૈસામાંથી રૂ. 140 કરોડનો ઉપયોગ અમુક દેવાની ચૂકવણી માટે કરશે અને રૂ. 90 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરશે. શેરોની વેચાણની પ્રાઇસ બેન્ડ રૂ. 603-610 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

2) અમી ઓર્ગેનિક ગ્રે માર્કેટ પ્રીમિયમ

બજાર નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, અમી ઓર્ગેનિક લિમિટેડ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 60 રહ્યું છે.

3) IPOની તારીખ

આઇપીઓ માટે ઇશ્યૂ 1 સપ્ટેમ્બરના રોજ ખુલશે, જે 3 દિવસ માટે ખુલ્લો રહેશે, જ્યારે પબ્લિક ઇશ્યૂ 3 સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

4) અમી ઓર્ગેનિક્સ એલોટમેન્ટ, લિસ્ટિંગની તારીખ

રોકાણકારોએ સબ્સ્ક્રાઇબ કર્યા પછી એલોટમેન્ટ, રિફંડ અને શેર માન્યતાનો આધારે ક્રમશઃ 8 સપ્ટેમ્બર, 9 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરે થશે. જોકે, લિસ્ટિંગની તારીખની પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ સંભવતઃ 14 સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ થઇ શકે છે.

આ પણ વાંચો-50 હજારથી વધારેનો ચેક આપવા પર તમે મુકાઈ શકો છો મુશ્કેલીમાં, જાણો RBIનો નવો નિયમ!

5) IPO ક્લબ લોટ સાઇઝ અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ

પબ્લિક ઇશ્યૂ માટે ઓછામાં ઓછી 24 શેરની લોટ સાઇઝ અને 24 ઈક્વિટી શેરોના ગુણાંકમાં હોય છે. રિટેલ રોકાણકારો સિંગલ લોટમાં ઓછામાં ઓછા રૂ. 14,460 સબ્સ્ક્રાઇબ કરી શકે છે અને મહત્તમ રોકાણ 13 લોટ માટે 1,90,320 રૂપિયાનું રહેશે. IPO માટે રિટેલ-વ્યક્તિગત રોકાણકારો (RIIs) 13થી વધુ લોટ માટે અપ્લાઇ કરી શકે છે.

સબ્સ્ક્રિપ્શનની દ્રષ્ટિએ રિટેલ ભાગમાં ઇશ્યૂ માટે 35 ટકા ફાળવણી છે. જેમાં ક્લોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે 50 ટકા અનામત અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે 15 ટકા અનામત છે.

આ પણ વાંચો-Multibagger Stock: લોકોના ભરોસા પર ખરો ઉતર્યો આ શેર, 10 વર્ષમાં 1 લાખ બની ગયા 1.12 કરોડ રૂપિયા!

6) ઓફર્સનો ઉદ્દેશ્ય

કંપનીનો IPO દ્વારા પ્રાપ્ત રકમ અમુક નાણાંકીય સુવિધાઓને ચૂકવવા/પૂર્વ ચૂકવણી કરવા માટે વાપરશે. અન્ય એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય કંપનીની મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે.

7) પ્રમોટર્સ અને અન્ય વિગતો

નરેશકુમાર રામજીભાઇ પટેલ, ચેતનકુમાર છગનલાલ વઘાસિયા, શિતલ નરેશભાઇ પટેલ અને પારૂલ ચેતનકુમાર વઘાસિયા કંપનીના પ્રમોટર્સ છે.

અમી ઓર્ગેનિકની શરૂઆત વર્ષ 2004માં થઇ હતી. તે વિશિષ્ટ કેમિકલ્સના સંશોધન અને ઉત્પાદન માટે જાણીતી કંપનીઓ પૈકી એક છે. કંપનીના પ્રોડક્શન પોર્ટફોલિયોમાં અનેક પ્રકારના એડવાન્સ્ડ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિએટ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્સ(API) છે. કંપનીએ 17 પ્રમુખ ફાર્મા ઇન્ટરમિડિએટ્સ એટલે કે એન્ટી-રેટ્રોવાયરલ, એન્ટ-ઈન્ફ્લેમેન્ટરી, એન્ટી-સાઇકોટિક, એન્ટી-કેન્સર, એન્ટી-પાર્કિંસન્સ, એન્ટી-ડિપ્રેસેન્ટ અને એન્ટી-કોગુલેન્ટમાં 450થી વધુ ફાર્મા ઇન્ટરમીડિયેટ વિકસિત કર્યા છે. કંપની પોતાના ઉત્પાદનો ભારતમાં 150થી વધુ જગ્યાઓ પર અને અન્ય 25 દેશો જેવા કે યૂરોપ, અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન, લેટિન, અમેરિકામાં કરે છે. લોરસ લેબ્સ, કેડિલા હેલ્થકેર, સિપ્લા લિમિટેડ તેના ઘરેલું ગ્રાહક છે, જ્યારે ઓર્ગેનિક s.r.l.a. સોસિઓ યુનિકો, ફર્મિઓન ઓલી, મેડિકેમ એસ.એ અને મિડાસ ફાર્મા GmbH જેવી અમુક આંતરરાષ્ટ્રિય ગ્રાહક કંપનીઓ પણ તેની ગ્રાહક છે. ઉલ્લેખનીય છે કે, કંપનીના 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સચિન, અંકલેશ્વર અને ઝગડિયામાં છે.

9) કંપની ફાઇનાન્શિયલ્સ

વર્ષ 2019-2020 દરમિયાન કંપનીનો નફો સતત વધ્યો છે. કંપનીએ વર્ષ 2019માં 232.95 મિલિયન ટેક્સને બાદ કરીને નફો મેળવ્યો હતો. જે વધીને વર્ષ 2020માં 274.7 મિલિયન થયો હતો અને 2021માં તેમાં ઝડપથી વધારો થતા નફો 539.99 મિલિયન થયો છે.

10) અમી ઓર્ગેનિક્સની સ્પર્ધાત્મક શક્તિ

કંપની અમુક ફાર્મા ઇન્ટરમીડિયેટના નિર્માણમાં પ્રમુખ કંપનીઓ પૈકી એક છે. જેમાં ડોલટેગ્રેવિર, ટ્રેજોડોન, એન્ટાકેપોન, નિન્ટેડેનિબ અને રિવરોક્સબેન સામેલ છે. કંપનીની પાસે 450થી વધુ ફાર્મા ઇન્ટરમીડિયેટ્સની સાથે એક વિવિધ ઉત્પાદન પોર્ટફોલિયો છે. અમી ઓર્ગેનિક્સ પોતાની વ્યાપક ભૌગોલિક સ્થિતિ માટે જાણીતી છે. કંપની પોતાની મજબૂત R&D વિંગ સાથે મજબૂત નાણાંકીય પ્રદર્શન અને સુસંગતતા ધરાવે છે.
Published by:Margi Pandya
First published: