નવી દિલ્હી: અમી ઓર્ગેનિક્સ (Ami Organics IPO)ના આઈપીઓનું શેરબજારમાં બમ્પર લિસ્ટિંગ (Bumpur Listing) થયું છે. નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા હતા તેમ સુરતની સ્પેશિયાલિટી કેમિકલ કંપની (Surat speciality chemical company) અમી ઓર્ગેનિક્સના શેરનું પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. BSE પર અમી ઓર્ગેનિક્સના શેરનું 902 રૂપિયા પર એટલે કે 47.87% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. જ્યારે NSE પર અમી ઓર્ગેનિક્સનો શેર 910 રૂપિયા પર એટલે કે 49.18% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. અમી ઓર્ગેનિક્સની ઑફર કિંમત 610 રૂપિયા હતી.
રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો:
સુરતની સ્પેશિયાલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. અમી ઓર્ગેનિક્સનો 570 કરોડ રૂપિયાનો આઈપીઓ 64.54 ગણો ભરાયો હતો. જેમાં QIB (qualified institutional buyers) માટે અનામત હિસ્સો 86.64 ગણો અને નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 154.81 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 13.36 ગણો ભરાયો હતો.
અમી ઓર્ગેનિક્સ આઈપીઓ (Ami Organics IPO)
સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી સુરતની Ami Organics કંપનીનો IPO પહેલી સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. સુરત (Surat)ની અમી ઓર્ગેનિક્સ કંપની આઈપીઓ મારફતે 570 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાં 200 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે. જ્યારે 370 કરોડ રૂપિયાના 6,059,600 ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટમાં 100 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાં કંપનીએ 6.3 રૂપિયા પ્રતિ શેર લેખે 1,658,374 શેર જાહેર કરીને 100 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે. અમી ઓર્ગેનિકના શૅરની પ્રાઇસ બેન્ડ 603-610 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
IPOથી મળનારા ફંડનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે અને દરરોજની નાણાની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે. ગત નાણાકીય વર્ષમાં અમી ઓર્ગેનિક્સની આવક વધીને 340.61 કરોડ રૂપિયા રહી હતી. કંપનીનો ચોખ્ખો નફો 27.47 કરોડ રૂપિયાથી વધીને 53.99 કરોડ રૂપિયા થયો હતો.
સ્પેશિયલાટી કેમિકલ્સના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપરાંત તેનું ઉત્પાદન પણ કરે છે. કંપનીએ તાજેતરમાં ગુજરાત ઓર્ગેનિક્સ લિમિટેડને ટેકઓવર કરી લીધી હતી. કંપની યૂરોપ, ચીન, જાપાન, ઇઝરાયેલ, અમેરિકા, બ્રિટન જેવા દેશની ફાર્મા કંપનીઓને માલ પૂરો પાડે છે.
(બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિકકરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવીજોવા માટે અહીં ક્લિક કરો.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર