Ami Organics IPO: અમી ઓર્ગેનિક્સના શેર લાગ્યા કે નહીં તે આ રીતે ચકાશો, 14મીએ લિસ્ટિંગની સંભાવના

અમી ઓર્ગેનિક્સનો IPO 1-3 સપ્ટેમ્બર દરમિયાન ખુલ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)

Ami Organics IPO: સુરતની સ્પેશિયાલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સ (Ami Organics)નો આઇપીઓ 14મી સપ્ટેમ્બરના રોજ BSE અને NSE પર લિસ્ટ થાય તેવી સંભાવના.

  • Share this:
    મુંબઈ. Ami Organics IPO: સ્પેશિયલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સનો આઇપીઓ (Ami Organics IPO) પહેલી સપ્ટેમ્બરથી ત્રીજી સપ્ટેમ્બર સુધી ખુલ્યો હતો. કંપની તરફથી આઠમી સપ્ટેમ્બરના રોજ શેરની ફાળવણી (Ami Organic IPO allotment) કરવામાં આવી શકે છે. જે બાદમાં આવતા અઠવાડિયે આઈપીઓનું બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થશે. બજાર નિષ્ણાતો આ આઈપીઓની સારા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થવાની આશા રાખી રહ્યા છે. અમી ઓર્ગેનિક્સનો 570 કરોડ રૂપિયાનો આઈપીઓ 64.54 ગણો ભરાયો હતો. જેમાં QIB (qualified institutional buyers) માટે અનામત હિસ્સો 86.64 ગણો અને નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 154.81 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 13.36 ગણો ભરાયો હતો. બીજી તરફ શેર અલોટમેન્ટની તારીખ (Ami Organics IPO allotment date) નજીક હોવાથી શેર લાગ્યા કે નહીં તે જાણવાની રોકાણકારોમાં પણ ઉત્સુકતા વધી છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ:

    અમી ઓર્ગેનિક્સના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ગત અઠવાડિયાની સરખામણીએ વધ્યું છે. ગત અઠવાડિયે GMP 105-110 રૂપિયા હતું જે વધીને 130-135 રૂપિયા થયું છે. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અમી ઓર્ગેનિક્સના શેરનું 740-745 રૂપિયાની કિંમતે લિસ્ટિંગ થઈ શકે છે. કંપનીની શેરની ઇશ્યૂ કિંમત 610 રૂપિયા છે. ગ્રે માર્કેટ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લિસ્ટિંગ અને અલોટમેન્ટ પહેલા આઈપીઓ જાહેર કરનારી કંપનીઓના શેર ટ્રેડ થતાં હોય છે.

    રોકાણકારો તેમને શેર લાગ્યા કે નહીં તે બે રીતે તપાસી શકે છે:

    >> આઈપીઓ રજિસ્ટ્રાર વેબસાઇટ linkintime પર આ રીતે કરો ચેક

    1) રજિસ્ટ્રાર વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જાઓ.

    2) PAN અથવા એપ્લિકેશન નંબર અથવા DP Client ID પસંદ કરો.

    3) કંપની નામ તરીકે Ami Organics Limited- IPO પસંદ કરો.

    4) તે પ્રમાણે PAN, એપ્લિકેશન નંબર કે DP client ID દાખલ કરો.

    5) સર્ચ કે સબમિટ બટન દબાવતા જ તમને સ્ટેટસ જોવા મળશે.

    >> BSE વેબસાઇટ પરથી સ્ટેટસ જાણો

    1) BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx ની મુલાકાત લો.

    2) Equity પસંદ કરો અને Issue Name (Ami Organics Limited) પસંદ કરો.

    3) એપ્લિકેશન નંબર દાખલ કરો.

    4) PAN દાખલ કરો.

    5) ચેક બોક્સ (I'm not a robot) ટીક કરો. સર્ચ બટન દબાવતા જ તમને સ્ટેટસ જોવા મળશે.



    અલોટમેન્ટ તારીખ

    અમી ઓર્ગેનિક્સ (Amit Organics IPO allotment date)ના શેરનું આઠમી સપ્ટેમ્બરના રોજ અલોટમેન્ટ થવાની પૂરી સંભાવના છે. જેના બીજા દિવસે એટલે કે 9મી સપ્ટેમ્બરથી જેમને શેર નથી લાગ્યા તેમને રિફંડ મળવની શરૂઆત થઈ શકે છે. જેમને શેર લાગ્યા છે તેમના ડીમેટ ખાતામાં 13મી તારીખ સુધી શેર્સ જમા થઈ શકે છે. જે બાદમાં બીજા દિવસે એટલે કે 14મી સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ થઈ શકે છે.

    અમી ઓર્ગેનિક્સ આઈપીઓ (Ami Organics IPO)

    સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી સુરતની Ami Organics કંપનીનો IPO પહેલી સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. સુરત (Surat)ની અમી ઓર્ગેનિક્સ કંપની આઈપીઓ મારફતે 570 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાં 200 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે. જ્યારે 370 કરોડ રૂપિયાના 6,059,600 ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટમાં 100 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાં કંપનીએ 6.3 રૂપિયા પ્રતિ શેર લેખે 1,658,374 શેર જાહેર કરીને 100 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે. અમી ઓર્ગેનિકના શૅરની પ્રાઇસ બેન્ડ 603-610 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: