Ami Organics અને Vijaya Diagnostics IPO: જાણો બંનેનું GMP અને રોકાણ અંગે નિષ્ણાતોની સલાહ

પ્રતીકાત્મક તસવીર

Ami Organics & Vijaya Diagnostics IPO: અમી ઓર્ગેનિક્સ (Ami Organics IPO) અને વિજયા ડાયગ્નોસ્ટિક આઇપીઓ (Vijaya Diagnostics IPO) આજે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ખુલ્યા છે.

  • Share this:
મુંબઈ: સપ્ટેમ્બરના પહેલા દિવસે જ રોકણકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. બે IPO- અમી ઓર્ગેનિક્સ (Ami Organics IPO) અને વિજયા ડાયગ્નોસ્ટિક આઇપીઓ (Vijaya Diagnostics IPO) આજે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ખુલ્યા છે. બંનેમાં આગામી ત્રીજી સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાશે. જેમાં અમી ઓર્ગેનિક્સ 17 મેડિકલ ક્ષેત્રમાં એન્ટિ-રેટ્રોવાયરલ, એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી-સાયકોટિક, કેન્સર, પાર્કિસન્સ, એન્ટી-ડિપ્રેસન્ટ અને એન્ટી-કોગ્યુલેન્ટ જેવી ફાર્મા મેડિસિનનું ઉત્પાદન કરે છે. સુરત (Surat) સ્થિત કેમિકલ ઉત્પાદક અમી ઓર્ગેનિક્સે તેના ઇશ્યૂની કિંમત રૂ. 603-610 રૂપિયાના બેન્ડ (Price band)માં રાખી છે. રોકાણકારો 24 શેરના ગુણાંકમાં ઓછામાં ઓછા 24 ઈક્વિટી શેર માટે બોલી લગાવી શકશે.

અમી ઓર્ગેનિક IPO

બજાર વિશેષકો અનુસાર, અમી ઓર્ગેનિક્સ આઇપીઓ માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 રૂપિયા હતું. એન્જલ બ્રોકિંગ લિમિટેડના ઈક્વિટી રીસર્ચ હેડ યશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, “હાલ અમી ઓર્ગેનિક માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 50 છે, જે IPOના ભાવના 8.2 ટકા છે, તેથી ગ્રે માર્કેટ અમી ઓર્ગેનિક્સ આઇપીઓ માટે કોઇ લિસ્ટિંગ સૂચવતું નથી. અમી ઓર્ગેનિક્સના આઇપીઓની સાઇઝ રૂ. 570 કરોડ છે, જેમાં 200 કરોડ રૂપિયા નવા ઇશ્યૂ અને 370 કરોડ રૂપિયા (60.6 લાખ શેર)ના ઓફર ફોર સેલ છે. કંપનીએ IPOની કિંમત નાણાંકિય વર્ષ 2021ની કમાણીના 35.5 ગણા કમાણીના ભાવે નક્કી કરી છે.”

વિજયા ડાયગ્નોસ્ટિકનો IPO

બીજી બાજુ, દક્ષિણ ભારતમાં સૌથી ઝડપી વિકસી રહેલી ડાયગ્નોસ્ટિક્સ ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક્સે તેના આઇપીઓના એક શેરની કિંમત 522થી 533 રૂપિયા રાખી છે. જેમાં ઓછામાં ઓછા 28 શેર્સ માટે બિડ કરી શકાશે, જેના લોટની કિંમત રૂ.14,868 છે અને મહત્તમ 364 શેર્સ માટે અરજીની રકમ રૂ. 193,284 છે. બંને આઇપીઓમાં રિટેલ ભાગમાં ઇશ્યૂ માટે 35 ટકા ફાળવણી છે. જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ(QIBs)ને 50 ટકા અનામત અપાઇ હતી અને બિન સંસ્થાકિય રોકાણકારો (NIIs)ને 15 ટકા અનામત અપાઇ હતી.

વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર લિમિટેડના IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 35 પર હતું. એન્જલ બ્રોકિંગ લિમિટેડના ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ યશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, “અમે ભાવની જાહેરાત બાદ જોયું કે વિજયા ડાયગ્નોસ્ટિક્સ માટે હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ 30 રૂપિયા છે, જે આઇપીઓની કિંમતના 5.6 ટકા છે. ગ્રે માર્કેટ વિજયા ડાયગ્નોસ્ટિક્સ આઇપીઓ માટે કોઇ મોટું લિસ્ટિંગ સૂચવી રહ્યું નથી. આઇપીઓની કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 1894 કરોડ છે, જેમાં પ્રમોટર અને રોકાણકારો પાસેથી 3.56 કરોડ શેર વેચવાની ઓફર્સ છે.”

આ પણ વાંચો: આજથી બદલાશે આ જરૂરી નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર- જાણો વિગત

વિજયા ડાયગ્નોસ્ટિક્સ પાસે ભારતના 13 શહેરો અને વિસ્તારોમાં 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ અને 11 રેફરન્સ લેબોરેટરી છે. જેમાં દિલ્હી, તેલંગણા, કોલકાતા અને આંધ્ર પ્રદેશ સામેલ છે.

ગુપ્તાએ કંપનીના રેવન્યૂ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, “કંપનીની મોટા ભાગની રેવન્યૂ હૈદરાબાદમાંથી ઊભી થાય છે. વિજયા ડાયગ્નોસ્ટિક પેથોલોજી અને રેડીયોલોજીની સેવાઓ પ્રદાન કરે છે, કંપની લગભગ 740 નિયમિત ટેસ્ટ, 870 વિશેષ પેથોલોજી ટેસ્ટ, 220 બેઝિક ટેસ્ટ અને 320 એડવાન્સ રેડિયોલોજી ટેસ્ટ પ્રદાન કરે છે. આઇપીઓની કિંમત નાણાકીય વર્ષ 2021ની કમાણીની 64 ગણી રાખવામાં આવી છે, જે ભારતમાં લિસ્ટેડ કંપનીઓની આસપાસ છે. વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર આઇપીઓ પર અમારો તટસ્થ દ્રષ્ટિકોણ છે.”
First published: