Ami Organics અને Vijaya Diagnosticના શેરની ફાળવણી આજે, જાણો લેટેસ્ટ GMP અને સ્ટેટસ

અમી ઓર્ગેનિક્સ અને વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું ફાળવણી આજે (પ્રતીકાત્મક તસવીર)

Ami Organics and Vijaya Diagnostic IPO allotment: સુરતની સ્પેશિયાલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે વિજયા ડાયગ્નોસ્ટિકને ખૂબ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો.

  • Share this:
    મુંબઈ. Ami Organics and Vijaya Diagnostic IPO allotment: સ્પેશિયાલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સ (Ami Organics IPO) તેમજ વિજયા ડાયગ્નોસ્ટિકનો (Vijaya Diagnostic) આઈપીઓ પહેલી સપ્ટેમ્બરથી ત્રીજી સપ્ટેમ્બર સુધી ખુલ્યા હતા. બંને આઈપીઓના શેરની ફાળવણી આજે (8 સપ્ટેમ્બર)ના રોજ થઈ શકે છે. બાદમાં આવતા અઠવાડિયે બંને આઈપીઓનું બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થશે. અલોટમેન્ટના બીજા દિવસે એટલે કે 9મી સપ્ટેમ્બરથી જેમને શેર નથી લાગ્યા તેમને રિફંડ મળવની શરૂઆત થઈ શકે છે. જેમને શેર લાગ્યા છે તેમના ડીમેટ ખાતામાં 13મી તારીખ સુધી જમા થઈ શકે છે. જે બાદમાં બીજા દિવસે એટલે કે 14મી સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ (Ami Organics listing date) થઈ શકે છે.

    સુરતની સ્પેશિયાલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે વિજયા ડાયગ્નોસ્ટિકને ખૂબ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. અમી ઓર્ગેનિક્સનો 570 કરોડ રૂપિયાનો આઈપીઓ 64.54 ગણો ભરાયો હતો. વિજયા ડાયગ્નોસ્ટિકનો અંતિમ દિવસ સુધી 4.54 ગણો ભરાયો હતો. ઇશ્યૂ ખુલ્યાના પ્રથમ બે દિવસ કોઈએ આ આઈપીઓમાં બહુ રસ દાખવ્યો ન હતો. જોકે, અંતિમ દિવસે થોડી વધારે બોલી લાગી હતી. રોકાણકારો તેમને શેર લાગ્યા કે નહીં તે નીચેની રીતે તપાસી શકે છે.

    >> આઈપીઓ રજિસ્ટ્રાર વેબસાઇટ linkintime પર આ રીતે કરો ચેક:

    1) રજિસ્ટ્રાર વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જાઓ.

    2) PAN અથવા એપ્લિકેશન નંબર અથવા DP Client ID પસંદ કરો.

    3) કંપની નામ તરીકે Ami Organics Limited- IPO પસંદ કરો.

    4) તે પ્રમાણે PAN, એપ્લિકેશન નંબર કે DP client ID દાખલ કરો.

    5) સર્ચ કે સબમિટ બટન દબાવતા જ તમને સ્ટેટસ જોવા મળશે.

    >> BSE વેબસાઇટ પરથી સ્ટેટર જાણો:

    1) BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx ની મુલાકાત લો.

    2) Equity પસંદ કરો અને Issue Name (Ami Organics Limited) પસંદ કરો.

    3) એપ્લિકેશન નંબર દાખલ કરો.

    4) PAN દાખલ કરો.

    5) ચેક બોક્સ (I'm not a robot) ટીક કરો. સર્ચ બટન દબાવતા જ તમને સ્ટેટસ જોવા મળશે.

    Ami Organics GMP:

    ગ્રે માર્કેટ પર Ami Organicsના અનલિસ્ટેડ શેરનું પ્રીમિયમ 7 સપ્ટેમ્બરના રોજ 145 રૂપિયા હતું. કંપનીની ઇશ્યૂ કિંમત 610 રૂપિયા છે. આ પ્રમાણે Ami Organicsનો શેર ગ્રે માર્કેટમાં 745 (610+145) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 150 રૂપિયા આસપાસ બની રહ્યું છે.

    Vijaya Diagnostic GMP:

    વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 40 રૂપિયાથી ઘટીને 1-2 રૂપિયા થઈ ગયું છે. રવિવાર સુધી તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પાંચ રૂપિયા હતું. બજાર નિષ્ણાતોનું માનીએ તો વિજયા ડાયગ્નોસ્ટિકનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હોવાથી રોકાણકારોએ તેમાં ખાસ રસ દાખવ્યો નથી.

    અમી ઓર્ગેનિક્સ આઈપીઓ (Ami Organics IPO)

    સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી સુરતની Ami Organics કંપનીનો IPO પહેલી સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. સુરત (Surat)ની અમી ઓર્ગેનિક્સ કંપની આઈપીઓ મારફતે 570 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાં 200 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે. જ્યારે 370 કરોડ રૂપિયાના 6,059,600 ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટમાં 100 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાં કંપનીએ 6.3 રૂપિયા પ્રતિ શેર લેખે 1,658,374 શેર જાહેર કરીને 100 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે. અમી ઓર્ગેનિકના શૅરની પ્રાઇસ બેન્ડ 603-610 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

    અમી ઓર્ગેનિક્સનો 570 કરોડ રૂપિયાનો આઈપીઓ 64.54 ગણો ભરાયો હતો. જેમાં QIB (qualified institutional buyers) માટે અનામત હિસ્સો 86.64 ગણો અને નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 154.81 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 13.36 ગણો ભરાયો હતો.

    વિજયા ડાયગ્નોસ્ટિકનો આઈપીઓ (Vijaya Diagnostics IPO)

    હેલ્થકેર ચેન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (Vijaya Diagnostic Centre)નો IPO 1-3 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો. વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરના આઇપીઓનો પ્રાઇઝ બેન્ડ 522-531 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓ સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ (OFS) છે, જેમાં પ્રમોટર અને ઇન્વેસ્ટર્સ 35,688,064 ઇક્વિટી શૅર્સ વેચશે. ઇશ્યૂ ખુલતા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 566.12 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. કંપનીએ 31 ઓગસ્ટના રોજ 41 ઇન્વસ્ટર્સને 1,06,61,418 શેર ફાળવીને 566.12કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીએ 531 રૂપિયા પ્રતિ શેર લેખે ઇક્વિટી શેર આપ્યા છે. Vijaya Diagnostics ખૂબ ઝડપથી આગળ વધી રહેલી ડાયગ્નોસ્ટિક ચેન છે. દક્ષિણ ભારતમાં કંપનીનો ખૂબ દબદબો છે. કંપની દેશના આગળ વધી રહેલા ડાયગ્નોસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીના ગ્રોથનો સારો એવો ફાયદો ઉઠાવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: