Home /News /business /

US ડોલર ફરી એક વખત ચર્ચામાં, વૈશ્વિક અર્થવ્યવસ્થાના આધાર સ્તંભ અમેરિકન કરન્સીના ઈતિહાસ પર એક નજર

US ડોલર ફરી એક વખત ચર્ચામાં, વૈશ્વિક અર્થવ્યવસ્થાના આધાર સ્તંભ અમેરિકન કરન્સીના ઈતિહાસ પર એક નજર

અમેરિકન ડોલર પ્રતિકાત્મક તસવીર

US Dollar History: સામાન્ય ભાષામાં કહીએ તો માણસના શરીરના લોહી સમાન ગ્લોબલ ઈકોનોમી માટે યુએસ ડોલર (US Dollar)નું મહત્વ છે. ડોલરનું મહત્વ અને ચાલ સમજવી દરેક દેશના અર્થતંત્ર માટે જરૂરી છે.

  US Dollar History : યુએસ ડોલર એટલે વિશ્વની અર્થવ્યવસ્થાનો પર્યાય. સામાન્ય ભાષામાં કહીએ તો માણસના શરીરના લોહી સમાન ગ્લોબલ ઈકોનોમી માટે યુએસ ડોલર(US Dollar)નું મહત્વ છે. ડોલરનું મહત્વ અને ચાલ સમજવી દરેક દેશના અર્થતંત્ર માટે જરૂરી છે. ભારતના રૂપિયામાં પણ અમેરિકન કરન્સી સામે છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ઘસારો જોવા મળી રહ્યો છે. આ અંગે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ટોચના અર્થશાસ્ત્રી મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ડોલરની અવગણના ન કરવાની સલાહ આપીને ફરી એકવાર આ અમેરિકન ચલણને ચર્ચામાં લાવ્યા છે.

  વિશ્વ અર્થવ્યવસ્થામાં મજબૂત સ્થાન ધરાવતા, રશિયાએ યુક્રેન પરના હુમલો કરતા વિશ્વના ટોચના દેશોએ રશિયાને નબળું પાડવા અનેક પ્રતિબંધોને લાદતા પુતિન વિદેશી દેવાની ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યું છે. તાજેતરમાં ક્રેડિટ રેટિંગ એજન્સી S&Pએ જણાવ્યું હતું કે રશિયાએ 4 એપ્રિલ, 2022ના રોજની મેચ્યોરિટીના બોન્ડ્સ પર બોન્ડધારકોને રૂબલમાં ડોલર ચૂકવવાની ઓફર કર્યા પછી તેના વિદેશી દેવામાં ડિફોલ્ટ(Russia Foreign Debt Default) કર્યું છે. US ડોલર ફરી એક વખત ચર્ચામાં, વૈશ્વિક અર્થવ્યવસ્થાના આધાર સ્તંભ અમેરિકન કરન્સીના ઈતિહાસ પર એક નજર

  હવે આ સમગ્ર બાબતની ભારતના પરિપ્રેક્ષની વાત કરીએ તો ડોલરમાં ક્રૂડ ઓઈલ કે અન્ય કાચા માલની આયાત કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શેરબજાર કે બોન્ડ બજારમાંથી પૈસા પરત ખેંચાવાના કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે આર્થિક અને રાજકીય જગતમાં ચિંતાની રેખાઓ દોરાઈ રહી છે.

  આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા અને પાકિસ્તાનમાં પણ ડોલરની શક્તિનો પરિચય થયો છે. નેપાળમાં પણ સ્થિતિ વણસી રહી છે. સવાલ એ થાય છે કે આર્થિક અને વ્યૂહાત્મક રીતે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનું ચલણ આટલું પ્રભાવશાળી કે મજબૂત કેમ છે ? તેમજ વિશ્વમાં આ ચલણને રિવર્સ કરન્સી કેમ રાખવામાં આવે છે? નિષ્ણાતોના મતે વિશ્વમાં દેવું ચૂકવવાની અમેરિકાની ક્ષમતામાં વિશ્વાસ અને વૈશ્વિક વેપારને સરળ બનાવવા માટે ડોલરનું સ્વીકાર્ય અમેરિકન ચલણને વિશ્વમાં સૌથી વધુ મજબૂત અને સ્થાપિત ચલણ તરીકે નામના અપાવે છે.

  જોકે અમેરિકાના ચલણની મજબૂતીનો ઈતિહાસ જૂનો છે. ડોલર સૌપ્રથમ 1914માં છાપવામાં આવ્યો હતો. યુએસમાં ફેડરલ રિઝર્વ એક્ટના અમલ સાથે ફેડરલ રિઝર્વની અમેરિકાની કેન્દ્રીય બેંક તરીકે સ્થાપના કરવામાં આવી હતી. 1 વર્ષ પછી ચલણનું પ્રિન્ટિંગ શરૂ થયું. ફેડે એન્ડ્રુ જેક્સનના ચિત્ર સાથે 10 ડોલરના મૂલ્યના ફેડરલ રિઝર્વ નોટ્સ છાપવાનું અને બજારમાં ફેરવવાનું શરૂ કર્યું. ત્રણ દાયકા બાદ ડોલર સત્તાવાર રીતે વિશ્વનું અનામત ચલણ બની ગયું.

  આ પણ વાંચોઃ-Indian Railways: UP, MP અને ગુજરાતના આ શહેરો માટે ચાલશે સમર સ્પેશ્યલ ટ્રેન, અહીં જુઓ શિડ્યુલ

  1690માં પહેલી પેપર કરન્સી :
  અમેરિકામાં પ્રથમ પેપર કરન્સીનો ઉપયોગ 1690માં થયો હતો, જ્યારે મેસાચ્યુસેટ્સ બે કોલોનીએ કોલોનિયલ નોટ બહાર પાડી હતી. આ નોટોનો ઉપયોગ સૈન્ય કામગીરી માટે ભંડોળ માટે કરવામાં આવતો હતો. અમેરિકાએ સત્તાવાર રીતે 1785માં સ્પેનિશ અમેરિકન રૂપિયાનો ઉપયોગ કરીને ડોલરનું સિંબોલ અપનાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-કમાવવાની તક! આ અઠવાડિયે બજારમાં બે IPO દસ્તક આપી રહ્યા છે

  વિશ્વમાં નવામા નંબર પર
  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર તમામ વિદેશી બેંકોના કરન્સી અનામતના 59 ટકા ભાગ યુએસ ડોલરનો છે. જોકે અમેરિકાની આ ચલણની મજબૂત સ્થિતિ હોવા છતાં એક ચોંકાવનારી હકીકત એ પણ છે કે ડોલર વિશ્વનું સૌથી મજબૂત ચલણ નથી. US Todayના એક અહેવાલ અનુસાર તે વિશ્વની ટોચની કરન્સીની યાદીમાં 9મા નંબરે છે. આ યાદીમાં પ્રથમ નંબર કુવૈતના દીનારનો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Business news, US Dollar, World news

  આગામી સમાચાર