સાણંદ અને ચેન્નાઈના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરશે ford, 2.5 અરબ ડોલરનું નુકસાન

ફોર્ડ કંપનીનો લોગો

ford india news: કંપનીએ તમિલનાડુના ચેન્નાઈ (Chennai, Tamil Nadu) અને ગુજરાતના સાણંદ (ford plant Sanand, Gujarat) પ્લાન્ટમાં લગભગ 2.5 અરબ ડોલરનું રોકાણ કર્યું છે. આ યુનિટોમાં બનતી ઈકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર (EcoSport, Figo and Aspire) જેવા વાહનોનું વેચાણ બંધ કરશે.

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકાની પ્રમુખ વાહન કંપની ફોર્ડ મોટર (American company Ford) પુનર્ગઠન પ્રયત્નો અંતર્ગત ભારતમાં પોતાના બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (close both India manufacturing plants) બંધ કરશે. અને દેશમાં માત્ર આયાતી વાહનોનું વેચાણ કરશે. કંપનીએ તમિલનાડુના ચેન્નાઈ (Chennai, Tamil Nadu) અને ગુજરાતના સાણંદ (ford plant Sanand, Gujarat) પ્લાન્ટમાં લગભગ 2.5 અરબ ડોલરનું રોકાણ કર્યું છે. આ યુનિટોમાં બનતી ઈકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર (EcoSport, Figo and Aspire) જેવા વાહનોનું વેચાણ બંધ કરશે. કંપની હવે દેશમાં માત્ર મસ્ટેંગ જેવા આયાતી વાહનોનું વેચાણ કરશે.

  આધારભુત સૂત્રોના જણાવ્યા પ્રમાણે પુનર્ગઠનના નિર્ણય અંતર્ગત બે મેન્યુફેક્ચરિંગનો પ્લાન બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ટૂંક સમયમાં કંપની તરફથી ઔપચારિક ઘોષણા કરવાની આશા છે. ફોર્ડ ભારતમાં વાહન બજારમાં પોતાની ઓળખ બનાવવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહી છે.

  ફોર્ડ ઈન્ડિયા પાસે વાર્ષીક 6,10,000 એન્જીન અને 4,40,000 વાહનોની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે. કંપનીએ ફિગો, એસ્પાયર અને ઇકોસ્પોર્ટ જેવા પોતાના મોડલને દુનિયાભરમાં 70થી વધારે બજારોમાં નિકાસ કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ફોર્ડ મોટર કંપની અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના પૂર્વમાં ઘોષિત વાહન સંયુક્ત ઉદ્યમ સમાપ્ત કરવા અને ભારતમાં સ્વતંત્ર પરિચાલન ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે.

  આ પણ વાંચોઃ-સરકારે કાપડ ક્ષેત્રે રૂ. 10,683 કરોડની PLI યોજનાને મંજૂરી આપી, 7.5 લાખ નોકરીઓનું નિર્માણ થશે

  ઓક્ટોબર 2019માં બંને કંપનીઓએ એક સમજૂતીની જાહેરાત કરી હતી. જે અંતર્ગત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફોર્ડ મોટર કંપનીની પૂર્ણ સ્વામિત્વવાળા એકમમાં બહુલાંશ ભાગીદાર હાસલ કરશે. જે ભારતમાં અમેરિકી વાહન કંપનીનો કારોબાર સંભાળશે.

  આ પણ વાંચોઃ-PM KISAN Nidhi : 2 હેકટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના હકદાર છે? જાણો ડિટેલ્સ

  નવા એકમોને બજારનો વિકાસ કરવાનું હતું. ભારતમાં ફોર્ડ બ્રાન્ડના વાહનોના વિતરિત કહેવું હતું. સાથે ઉચ્ચ વિકાસ અને ઉભરતા બજારોમાં મહિન્દ્રા અને ફોર્ડ બંનેની કારોનું વેચાણ કરશે. સમજૂતી અંતર્ગત એમએન્ડએમની અમેરિકી વાહન કંપની પૂર્ણ સ્વામિત્વવાળા એકમ અર્દોર ઓટોમોટિવ પ્રાઈવેટ લિમિટેડમાં લગભગ 657 કરોડ રૂપિયામાં 51 ટકા ભાગીદારીનો અધિગ્રહણ કરવાનું હતું.

  જે વર્તમાનમાં ફોર્ડ મોટર કંપની ઇંક, અમેરિકાની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની છે. અર્દોરમાં શેષ 49 ટકા ઇક્વિટી શેરધારિતા એમએમસી અથવા તેની કોઈ સહયોગી પાસે હોવાની હતી. જનરલ મોટર્સ પછી ભારતમાં કારખાના બંધ કરનાર ફોર્ડ બીજી અમેરિકી વાહન કંપની છે.

  આ પણ વાંચોઃ-SBIના ગ્રાહકો ડેબિટ કાર્ડની ખરીદીને EMIમાં કરી શકશે કન્વર્ટ, નહીં લાગે ચાર્જ, જાણો પ્રૉસેસ

  વર્ષ 2017માં જનરલ મોટર્સે જાહેર કર્યું હતું કે ભારતમાં વાહનોનું વેચાણ બંધ કરશે કારણ કે બે દશકોથી વધારે સમય સુધી સંઘર્ષ કર્યા બાદ પણ તેની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં આવે. કંપનીએ ગુજરાતમાં પોતાના હાલોલ યુનિટમાં એમજી મોટર્સને વેચી દીધી હતી. જેણે નિકાસ માટે મહારાષ્ટ્ર માં વધારે તાલેગાંવ યુનિટને ચલાવવું ચાલું રાખ્યું હતું. પરંતુ ગત ડિસેમ્બરમાં તે ઉત્પાદન બંધ કરી દીધું હતું.
  Published by:ankit patel
  First published: