PM મોદી સાથેની બેઠકથી અમેરિકન CEOs ખુશ, કહ્યું- ભારતમાં રોકાણ કરવા ઉત્સુક

પીએમ મોદીની સાથે આ બેઠકમાં દુનિયાના ટૉપ 42 કંપનીઓના CEO સામેલ થયા હતા

News18 Gujarati
Updated: September 26, 2019, 7:49 AM IST
PM મોદી સાથેની બેઠકથી અમેરિકન CEOs ખુશ, કહ્યું- ભારતમાં રોકાણ કરવા ઉત્સુક
પીએમ મોદીની સાથે આ બેઠકમાં દુનિયાના ટૉપ 42 કંપનીઓના CEO સામેલ થયા હતા
News18 Gujarati
Updated: September 26, 2019, 7:49 AM IST
ન્યૂયૉર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ બુધવારે વૈશ્વિક કંપનીઓના મુખ્ય કાર્યકારીઓ (CEOs) સાથેની બેઠકમાં ભારત દ્વારા 5,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાંની જાણકારી આપી. પીએમ મોદીએ અહીં ઉદ્યોગ જગતના 40 દિગ્ગજો અને અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારીઓ સાથે બેઠક કરી. પીએમ મોદીની સાથે આ બેઠકમાં દુનિયાના ટૉપ 42 કંપનીઓના CEO સામેલ થયા.

CEOs સાથેની બેઠક પહેાલ મોદીએ બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફૉરમ (Bloomberg Global Business Forum)ના મુખ્ય વક્તા તરીકે સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ ફૉરમને સંબોધિત કરતાં કહ્યુ કે, ભારતે દેશમાં રોકાણ માટે સુવર્ણ અવસરની રજૂઆત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બેઠક બાદ અમેરિકન ઉદ્યોગપતિઓએ પોતાના વિચાર વ્યક્ત કર્યા.

લૉકહીડ માર્ટિન (Lockheed Martin)ની CEO માર્લિન હ્યૂસન (Marillyn Hewson)એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે થયેલી બેઠક ઘણી શાનદાર હતી. તેઓ અમારી સાથે વાતચીત માટે ઘણા ઉત્સુક હતા અને આ બેઠક સફળ રહી. હું ભારતને તેની વિકાસ-સમર્થક નીતિઓ માટે શુભેચ્છાઓ આપું છું.

બીજી તરફ, શૅલ (Shell)ના CEO બેન વૈન બેર્ડન (Ben van Beurden)એ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ ખૂબ મજબૂત અને વ્યાપાક હતું. તેઓએ કહ્યુ કે, અમે અગ્રણી ગેસ અને ઉર્જા કંપની તરીકે ભારતમાં રોકાણ ચાલુ રાખીશું. તેઓએ કહ્યુ કે, અમે તેની પર કામ કરી રહ્યા છીએ કે કેવી રીતે અમે વડાપ્રધાનની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકીએ.

બેંક ઑફ અમેરિકા (Bank of America)ના CEO બ્રાયન ટી મોયનિહાન (Brian T. Moynihan)એ કહ્યુ કે, ભારત માટેના વડાપ્રધાન મોદીના વિઝન વિશે જાણીને સારું લાગ્યું. અમે ભારતમાં 7 વર્ષથી છીએ, ત્યાં 20 હજાર લોકો કામ કરે છે. તેમની મદદ અને સપોર્ટથી, ગ્રોથને લઈને તેમનો એપ્રોચ કામને સરળ બનાવે છે.

કોકા કોલા (CocaCola Co.)ના ચેરમેન અને CEO જેમ્સ ક્વીંસી (James Quincey)એ કહ્યુ કે, તેઓ વડાપ્રધાનની ઇન્વેસ્ટમેન્ટ સમિટને લઈ ઘણા ઉત્સાહિત છે. આ એક મોટી તક છે, અમને ભારતમાં રોકાણ કરવું પસંદ છે. ત્યાં અમારા હજારો કર્મચારી છે, ઘણી બધી ફૅક્ટરીઓ છે. અમને ભારતમાં વધુ રોકાણ કરવામાં ખુશી થશે.

આ પણ વાંચો,

અમેરિકામાં પીએમ મોદીએ કહ્યું - આજે ભારતના દરેક નાગરિક પાસે યૂનિક ID અને બૅન્ક એકાઉન્ટ
અમેરિકા પહોંચતા જ ઈમરાનના સૂર બદલાયા, કહ્યુ- અમે ભારત પર હુમલો ન કરી શકીએ
First published: September 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...