વિકાસશીલ ભારતને અમેરિકા નહીં કરે મદદ, જીએસપીથી કર્યું બહાર

News18 Gujarati
Updated: June 1, 2019, 3:40 PM IST
વિકાસશીલ ભારતને અમેરિકા નહીં કરે મદદ, જીએસપીથી કર્યું બહાર
News18 Gujarati
Updated: June 1, 2019, 3:40 PM IST
છેલ્લા ઘણા સમયથી અમેરિકા ઇરાન, ચીન સહિતના દેશો સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય લઇ દુનિયામાં ટ્રેડ વોરની પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. અમેરિકાએ ભારત માટે પણ આવો જ એક નિર્ણય લીધો છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (GSP) ગ્રૂપમાંથી ટૂંક સમયમાં જ કાઢી મૂકાશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું છે કે, ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)થી બહાર કરવાનો નિર્ણય 5 જૂનથી લાગુ થશે. કારણકે ભારતે તેમના બજારમાં અમેરિકાને બરોબરીનું અને મોટું માર્કેટ આપવાનો વિશ્વાસ અપાવ્યો નથી. ટ્રમ્પે 4 માર્ચે ભારતને જીએસપીમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. તે માટે 60 દિવસનો નોટિસ પીરિયડ નક્કી કરવામાં આવ્યો હતો જે 3 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. જીએસપી અંર્તગત હાલ ભારત જે પણ પ્રોડક્ટ્સ અમેરિકાના બજારમાં મોકલે છે તેના પર આયાત વેરો લાગતો નથી.

હવે શું થશે ?

અમેરિકાએ માર્ચમાં જ્યારે ભારતને જીએસપીમાંથી બહાર કાઢવાની વાત કરી હતી ત્યારે ભારતના વાણિજ્ય સચિવ અનૂપ ધવને કહ્યું હતું કે, આ નિર્ણયથી વધારે અસર નહીં થાય કારણે ગયા વર્ષે ભારતે જીએસપી અંર્તગત અમેરિકામાં 560 ડોલર (રૂ. 39,200 કરોડ)ના સામાનની નિકાસ કરી હતી. તેના પર માત્ર 19 કરોડ ડોલર (1,330 કરોડ રૂપિયા)ના આયાત વેરાની બચત થઈ હતી.

શું છે આ જીએસપી કાર્યક્રમ?

આ કાર્યક્રમ 1 જાન્યુઆરી 1976માં અમેરિકાએ ટ્રેડ એક્ટ-1974 અંર્તગત શરૂ કર્યો હતો. તેનો ઉદ્દેશ દુનિયાના વિકાસશીલ દેશોના બજારને સહારો આપવાનો હતો. તેમાં સામેલ દેશોને અમેરિકાના બજારમાં વેચાણ કરવા માટે આયાત વેરો ભરવો પડતો નથી. આ કાર્યક્રમમાં ભારત સહિત 21 દેશો સામેલ છે.
Loading...

અમેરિકાએ કેમ લીધો આવો નિર્ણય ?

અમેરિકાની દલીલ છે કે, ભારત તેમનો ઘણો સામાન અમેરિકામાં કોઈ પણ આયાત વેરા વગર વેચી શકે છે. પરંતુ ભારતમાં સામાન વેચવા માટે અમેરિકાને આયાત વેરો ચૂકવવો પડે છે. અમેરિકન અધિકારીએ ગુરુવારે કહ્યું હતું કે, ભારત સરકાર સાથે આ મુદ્દે વાતચીત ચાલુ છે. હવે એ જોવાનું છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં શુ રસ્તો નીકળે છે.
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...