કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવ્યો ફેરફાર, હવે CNGથી ચાલશે ટ્રેક્ટર

 • Share this:
  નવી દિલ્લી: રોડ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways)એ ગ્રામીણ ભારતમાં સ્વચ્છ બળતણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમન (Central Motor Vehicles Rules)ના નિયમનમાં ફેરફાર કર્યો છે.

  આ ફેરફાર પછી, ડીઝલ અને પેટ્રોલથી ચાલતા કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર્સ અને બાંધકામ ઉપકરણોના વાહનોને સીએનજી, બાયો-સીએનજી અને એલએનજી ફ્યુઅલ એન્જિનમાં ફેરવી શકાય છે. મંત્રાલયે ટ્વિટ કર્યું, "મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ 1989માં સુધારો કરીને કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર્સ, બાંધકામ ઉપકરણોના વાહનો અને કાપણી(હાર્વેસ્ટર) કરનારાઓના સી.એન.જી., બાયો-સી.એન.જી. અને એલ.એન.જી. બળતણ બદલીને સુધારણા કરવાની સૂચના આપી છે."

  માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ડીઝલ એન્જિનથી સીએનજીમાં રૂપાંતરિત ભારતનું પ્રથમ ટ્રેક્ટર રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે, આનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન થશે, પરંતુ મોટી સંખ્યામાં રોજગારની તકો પણ ઉભી થશે.
  Published by:kuldipsinh barot
  First published: