Home /News /business /Amazonના Jeff Bezos બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, Elon Muskને છોડ્યા પાછળ

Amazonના Jeff Bezos બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, Elon Muskને છોડ્યા પાછળ

ફાઈલ તસવીર

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર જેફ બેઝોસની કુલ સંપત્તિ લગભગ 14.10 લાખ કરોડ રૂપિયા છે.

નવી દિલ્હીઃ એમેઝોનના (Amazon CEO) સીઈઓ જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બેઝોસે ટેસ્લાના સીઈઓ (Tesla CEO) એલન મસ્કને (Elon Musk) પાછળ છોડી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે ટેસ્લા ઇન્સના શેરમાં ઘટાડો થયો હતો, જેના કારણે મસ્ક પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગયા હતા. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ (Bloomberg Billionaire Index) અનુસાર જેફ બેઝોસની કુલ સંપત્તિ લગભગ 14.10 લાખ કરોડ રૂપિયા છે.

બેઝોસની કુલ સંપત્તિ 19100 કરોડ ડોલર
રિપોર્ટ અનુસાર, જેફ બેઝોસની કુલ સંપત્તિ 19100 કરોડ ડોલર એટલે કે લગભગ 14.10 લાખ કરોડ રૂપિયા છે. બેઝોસ છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, પરંતુ જાન્યુઆરી 2021માં મસ્ક બેઝોસને પાછળ છોડી સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. બેઝોસની સંપત્તિ મસ્ક કરતાં 95.5 કરોડ ડોલર વધારે છે.

ટેસ્લાના શેર ઘટ્યા
ટેસ્લાના શેર મંગળવારે 2.4 ટકા તૂટીને 796.22 ડોલર પર બંધ થયો. જેથી એલન મસ્કની સંપત્તિમાં 4.58 અરબ ડોલરનો ઘટાડો થયો હતો. હવે મસ્કની કુલ સંપત્તિ 1900 કરોડ ડોલર છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને એલન મસ્ક, જેફ બેઝોસને પાછળ રાખીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ live stunt video, રીક્ષા ચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ', વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂના નશામાં Valentine day પર મુંબઈની યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ, સાથે આવેલી યુવતીએ કરી મદદ

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

આ પણ વાંચોઃ-લો બોલો! રાજકોટઃ 5 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો, બની ચૂક્યો છે ત્રણ સંતાનોનો પિતા

2021માં થયો આટલો વધારો
2021માં ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીમાં 2050 મિલિયન ડોલરનો વધારો થયો છે, જ્યારે જેફ બેઝોસની સંપત્તિમાં ફક્ત 884 મિલિયન ડોલરનો વધારો થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં 458 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. 26 જાન્યુઆરીથી ટેસ્લાના શેરમાં 10 ટકાથી વધુ ઘટાડો થયો છે.
" isDesktop="true" id="1072990" >



બીલ ગેટ્સ ત્રીજા સ્થાને રહ્યા
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, બિલ ગેટ્સ 137 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, 116 અબજ ડોલરની સંપત્તિ સાથે બર્નાર્ડ આર્નાલ્ટ અને પાંચમા ક્રમે માર્ક ઝુકરબર્ગ (104 અબજ ડોલર) છે.
First published:

Tags: Elon musk, Jeff Bezos

विज्ञापन