આ વેબસાઈટો દ્વારા ઓનલાઈન કમાણી કરી શકો છો ઢગલો રૂપિયા

News18 Gujarati
Updated: July 4, 2019, 6:54 PM IST
આ વેબસાઈટો દ્વારા ઓનલાઈન કમાણી કરી શકો છો ઢગલો રૂપિયા
તમે કેટલીક ઓનલાઈન વેબસાઈટ દ્વારા પણ ઘરે બેસી સારા પૈસાની કમાણી કરી શકો છો

તમે કેટલીક ઓનલાઈન વેબસાઈટ દ્વારા પણ ઘરે બેસી સારા પૈસાની કમાણી કરી શકો છો

  • Share this:
મોટાભાગના મિડલક્લાસ લોકો નોકરીયાત હોય છે, અને હંમેશા પોતાની ઈનકમ વધારવા માટે વિચારતા રહે છે. તેના માટે તમે કેટલીક ઓનલાઈન વેબસાઈટ દ્વારા પણ ઘરે બેસી સારા પૈસાની કમાણી કરી શકો છો. આજે અમે તમને એવી વેબસાઈટ વિશે તમને જણાવીશુ જેની સાથે કામ કરી તમે તમારી ઈનકમ સારી વધારી શકો છો.

Shutterstock-
આ વેબસાઈટથી લોકો ફોટો ખરીદે છે. એવામાં જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો, તમે આ વેબસાઈટ પર ફોટો અપલોડ કરી શકો છો. જ્યારે પણ કોઈ તમારો ફોટો ડાઉનલોડ કરશે તો, તમને તેના પૈસા મળશે.

Udemy-
આ એક વેબસાઈટ છે જ્યાં યૂ-ટ્યુબની જેમ વીડિયો અપલોડ કરી શકો છો. પરંતુ, અંતર એ છે કે, આના પર માત્ર જ્ઞાન સાથે જોડાયેલા વીડિયો જ ઉપલબ્ધ છે, અને જે પણ વીડિયો છે તે પૈસા આપીને જ દેખી શકાય છે. એવામાં તમે જાણકારીથી ભરપૂર વીડિયો અપલોડ કરો છો તો, સારા પૈસા કમાણી કરી શકો છો.

Amazon-Amazonથી તેના એફિલિએટ પ્રોગ્રામ હેઠળ તમે પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે માત્ર આટલું જ કરવાનું છે કે પોતાની કોઈ વેબસાઈટ પર અમેજોનના સામાનની લિંક નાખવાની છે. જો કોઈ તમારી વેબસાઈટ દ્વારા શેર કરવામાં આવેલી લીંકને ક્લીક કરી સામાન ખરીદે છે તો, તમને તેના પૈસા મળશે.

Facebook-
ભાગ્યેજ કોઈ એવો વ્યક્તિ હશે કે જેના હાથમાં સ્માર્ટ ફોન હોય અને તે ફેસબુક યૂઝ ના કરતો હોય. ફેસબુક પર આપડે બધા જ ફોટો વીડિયો પણ જોઈએ છીએ. ફેસબૂકે તેના માટે એક અલગથી સેક્શન પણ બનાવ્યું છે. આ વીડિયો પર ફેસબૂક અલગથી જાહેરાત આપે છે જેનો ફાયદો ઉઠાવી તમે પૈસા કમાઈ શકો છો. આ સિવાય તમે એ પણ કરી શકો છો કે, તમારી એક ફેસબૂક પેજ બનાવી લો અને તેના પર એફિલિએટ માર્કેટિંગ કરી પૈસા કમાઈ શકો છો.

YouTube
યુટ્યુબ પૈસા કમાવવા માટેની શાનદાર જગ્યા છે. આના માટે તમારે તમારી એક યુટ્યુબ ચેનલ બનાવી વીડિયો અપલોડ કરવાના રહેશે. યુટ્યુબ પર તમે કોઈ પણ ટોપિક પર વીડિયો બનાવી અપલોડ કરી શકો છો. 1000 સબસ્ક્રાઈબર થવા પર અને 4000 કલાક વીડિયો દેખાયા બાદ તમે જાહેરાત માટે એપ્લાય કરી શકો છો.

Blogger
જો તમે સારો આર્ટિકલ લખો છો તો ગૂગલની બ્લોગર સેવાનો ફાયદો ઉઠાવી પણ પૈસા કમાઈ શકો છો. બ્લોગર પર તમે શાનદાર આર્ટિકલ લખ્યા બાદ તેના પર જાહેરાત લગાવી પૈસા કમાઈ શકો છો. બ્લોગર પર પૈસા કમાવવા માટે તમે ગૂગલ એડસેન્સ, એફિલિએટ માર્કેટિંગ, પ્રોડક્શન પ્રમોશન અને કોઈ કંપનીનો પ્રચાર જેવી રીત અપનાવી શકો છો.
First published: July 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading