નવી દિલ્હી : વેક્સીનેશન (Vaccination)પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે કંપનીઓ ઘણી લોભામણી ઓફર કરી રહી છે. કંપનીઓ વેક્સીનેશન પ્રોગ્રામ (Vaccination program)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એકથી વધીને એક આકર્ષક ઓફરની (Amazon Offer)જાહેરાત કરી ચૂકી છે. હવે તેમાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોનનું (Amazon)નામ પણ જોડાયું છે. અમેઝોન પોતાના ફ્રન્ટ લાઇન વર્કર્સને $500,000 (લગભગ 3.70 કરોડ રૂપિયા)ના રોકડ પુરુસ્કાર સાથે સાથે કાર અને રજાઓના પેકેજની ઓફર કરી રહી છે. જોકે આ માટે તેમણે એ સાબિત કરવું પડશે કે તેમણે કોવિડ-19ની વેક્સીન લગાવી છે.
જાણો આ પ્રતિયોગિતામાં કોણ લઇ શકે છે ભાગ?
બ્લૂમબર્ગના આ રિપોર્ટ પ્રમાણે અમેઝોનની વેક્સીનેશન પ્રતિયોગિતા અંતર્ગત કુલ 18 પુરસ્કાર પ્રદાન કરશે. જેનું કંપની મૂલ્ય લગભગ $2 મિલિયન છે. જેમાં બે $500,000 (લગભગ 3.70 કરોડ રૂપિયા) નકદ પુરસ્કાર, 6 $100,000 (લગભગ 70 લાખ રૂપિયા) પુરસ્કાર, 5 નવા વાહન અને પાંચ વેકેશન પેકેજ સામેલ છે. બતાવી દઈએ કે અમેઝોનની આ પ્રતિયોગિતા તેના ફ્રન્ટલાઇટ વર્કસ માટે છે. તે લોકો ભાગ લઇ શકે છે જે ગોડાઉન અને અન્ય લોજિસ્ટિક ફેસિલિટીમાં કામ કરે છે. સાથે તેમાં હોલ ફૂડ્સ માર્કેટ અને અમેઝોન ફ્રેશ કિરાના સ્ટોર, અમેઝોન વેબ સેવા ડેટા કેન્દ્રોમાં પ્રતિ કલાક કામ કરનાર કર્મચારી પણ સામેલ છે.
અમેઝોને અમેરિકામાં ગોડાઉનના કર્મચારીઓને કહ્યું કે તે ફરી એકવાર કામ પર માસ્ક પહેરે કારણ કે દેશમાં ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કંપનીએ કહ્યું કે ટિકાકરણી સ્થિતિની ચિંતા કર્યા વગર માસ્ક હવે ફરજિયાત છે.
અમેઝોને હાલમાં જ એક નિવેદનમાં કહ્યું કે અમેરિકાના નવા કોવિડ-19 વેરિએન્ટના પ્રસાર અને સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓ અને આપણા પોતાના ચિકિત્સા વિશેષજ્ઞોના માર્ગદર્શનથી આપણે ટિકાકરણની સ્થિતિની ચિંતા કર્યા વગર ઘરની અંદર ફેસ કવર કરવાની આવશ્યકતા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર