Home /News /business /

આ Amazon Small Business Day સ્થાનિક અને નાના વ્યવસાયોને સહકાર આપવા મોટાપાયે ખરીદી કરવાનો અવસર છે

આ Amazon Small Business Day સ્થાનિક અને નાના વ્યવસાયોને સહકાર આપવા મોટાપાયે ખરીદી કરવાનો અવસર છે

Amazon Small Business Days

ત્રણ દિવસની આ ઇવેન્ટના માધ્યમથી, લાખો ગૃહ ઉદ્યોગો ચલાવતા વિક્રેતાઓ, ઉત્પાદકો, સ્ટાર્ટ-અપ અને બ્રાન્ડ, મહિલા ઉદ્યોગ સાહસિકો, કલાકારો, વણકરો અને સ્થાનિક દુકાનો કેટલાક અવરોધોમાંથી બહાર આવીને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે અને પોતાના ઉત્પાદનો તેમજ સેવાઓથી તેમને આનંદનો અહેસાસ કરાવી શકશે.

વધુ જુઓ ...

  સમગ્ર દેશમાં વર્ષ 2020 નાના વ્યવસાયો માટે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે પડકારજનક રહ્યું. અને આપણે અર્થતંત્રને યોગ્ય પાટે લઇ જવા તેમજ કોરોના વાઇરસ મહામારીના પ્રભાવમાંથી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી રહ્યાં છીએ ત્યારે, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે નાના વ્યવસાયોને સહકાર આપવો ખૂબ જ જરૂરી છે. આપણા બજારોને અનોખા બનાવવા માટે નાના વ્યવસાયો આવશ્યક હિસ્સો છે અને હવે તો તેમને અગાઉ કરતાં પણ વધારે સહકારની જરૂર છે આથી જ Amazon ફરી, 2 જુલાઇ 2021ની મધ્ય રાત્રિથી 4 જુલાઇ 2021ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી સ્મોલ બિઝનેસ ડે (SBD) સાથે આગળ આવ્યું છે.


  #AmazonSmallBusinessDay નાના વ્યવસાયોની સફળતા માટે સતત પ્રવેગ આપે છે
  આજે, દુનિયા અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહી છે જેના કારણે નાના અને મધ્યમ વ્યવસાયો પર ખૂબ જ મોટી અસર પડી છે કારણ કે, તેઓ મોટા રિટેઇલરો સામે હરીફાઇ કરે છે અને કોવિડ-19 મહામારીના કારણે આવેલા આર્થિક પ્રભાવના કારણે ભીંસમાં આવી ગયા છે. આથી, મુશ્કેલના આ સમયમાં પ્રેરણા શોધવા માટે, Amazon અહીં પ્રત્યેક સ્થાનિક ઉદ્યોગ સાહિસકોને ટકી રહેવામાં મદદ કરવા માટે અને ફરી એકવાર નોંધનીય સ્તર સુધી તેમને લઇ જવા માટે આગળ આવ્યું છે. ત્રણ દિવસની આ ઇવેન્ટના માધ્યમથી, લાખો ગૃહ ઉદ્યોગો ચલાવતા વિક્રેતાઓ, ઉત્પાદકો, સ્ટાર્ટ-અપ અને બ્રાન્ડ, મહિલા ઉદ્યોગ સાહસિકો, કલાકારો, વણકરો અને સ્થાનિક દુકાનો કેટલાક અવરોધોમાંથી બહાર આવીને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે અને પોતાના ઉત્પાદનો તેમજ સેવાઓથી તેમને આનંદનો અહેસાસ કરાવી શકશે.


  #ShopBigSupportSmall
  2થી 4 જુલાઇ 2021 સુધી સ્મોલ બિઝનેસ ડે દરમિયાન, સંભવિત ખરીદદારો તમામ કેટેગરીમાં ખૂબ જ સારા ડિસ્કાઉન્ટ ભાવે અને આકર્ષક ડીલ્સ સાથે એક્સક્લુઝિવ અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ મેળવી શકશે જેમાં આ માર્કેટપ્લેસ પર સંખ્યાબંધ વિશેષ થીમ વાળા સ્ટોર્સમાં ઇમ્યુનિટી બૂસ્ટર્સ, ચોમાસા માટે આવશ્યક વસ્તુઓ, ઘરે જ ફિટનેસ જાળવવાની ચીજો, પ્રાદેશિક હેન્ડીક્રાફ્ટ તેમજ બીજું ઘણું બધુ સામેલ છે. આ સેલમાં વર્ક ફ્રોમ હોમ માટેની આવશ્યક ચીજોથી માંડીને હાશકારો આપતી ખાદ્યચીજો તેમજ પ્રાદેશિક વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ભવ્ય પરંપરાગત હેન્ડલૂમ વણાટની ચીજો સીધી જ Amazonના લાખો ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ પહેલના ભાગરૂપે, ગ્રાહકો 8 લાખથી વધારે પ્રોડક્ટ્સ પર કૂપનો અને A-pay તેમજ ડિજિટલ પેમેન્ટ્સના અન્ય માધ્યમો દ્વારા 10% સુધીની કૅશબેક ઑફરો દ્વારા પણ વધુ લાભ મેળવી શકે છે.


  સશક્તિકરણની ગાથાઓ
  તમામ પ્રકારની ભારતીય કળાઓને ઑનલાઇન લાવવાના અને પોતાના ગ્રાહકો માટે પસંદગીઓનો વ્યાપ વધારવાના પોતાના મિશન સાથે, Amazon દ્વારા Amazon Karigar, Amazon Saheli, Amazon Launchpad અને બીજા કેટલાય અનન્ય વિક્રેતા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યા છે જેથી રિટેઇલરોને આ અભૂતપૂર્વ સંજોગોમાં પોતાનો વ્યવસાય ફરી શરૂ કરવામાં અને મોટી છલાંગો સાથે આગળ વધવામાં તેમને મદદરૂપ થઇ શકાય. નીચે અમે કેટલાક ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોથી પરિચિત કરાવી રહ્યાંં છીએ જેઓ SBD 2021 માટે તૈયાર છે.


  મહિલાઓને અગરબત્તી બનાવવાનું શીખવામાં, તેમને બેઝિક કોમ્પ્યૂટર કૌશલ્યો શીખવાથી માંડીને કેવી રીતે સીવણ કરવું તે શીખવામાં મદદરૂપ થવા માટે, આર્યાસિંહનું Amazon Saheli સાથેનું જોડાણ નોંધનીય છે. આર્યાની કંપની iVillage ઉત્તરપ્રદેશના ગામડાંઓની મહિલાઓને સશક્ત બનાવી રહી છે જેથી તેઓ સોફ્ટ ફર્નિશિંગ, ગૃહ સજાવટ, ફેબ્રિક જ્વેલરી અને બીજા ઘણાં ઉત્પાદનો બનાવીને જીવનનિર્વાહ માટે કમાણી કરી શકે. આ બધુ જ Amazon Saheli દ્વારા લાખો ગ્રાહકો માટે ઑનલાઇન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઑનલાઇન ઉપસ્થિતિ સાથે, કંપનીએ ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે અને ફક્ત એક જ બટન પર ક્લિક કરીને ખરીદી સક્ષમ કરવા માટે Amazon buy box પર તે ઉપલબ્ધ છે!


  First Bud Organics ના CEO ઉત્તરાખંડના મિતેષ શર્મા, જુની વાતો યાદ કરતા કહે છે કે જમશેદપુરમાં XLRIમાંથી તેમણે મેળવેલી એન્ટરપ્રેન્યલ અભ્યાસની ડિગ્રી અથવા માર્કેટિંગ મેનેજર તરીકેનો તેમનો અનુભવ તેમને વાસ્તિવક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરી શક્યા નહોતા. Amazon સાથે તેમના જોડાણના કારણે, તેમના 100% ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ 3-4 ગણું વધી ગયું અને તેનાથી ઉત્તરાખંડના ખેડૂતોને આજીવિકામાં ખૂબ જ સારો લાભ થયો તેમજ તેમના સ્ટાર્ટઅપને સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે પ્રચંડ સ્વીકૃતિ મળી રહી છે.  IIM કલકત્તાથી પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રિયંકા ગોયલે મેટ્રેસ ઉદ્યોગમાં કંઇક નવું પરિવર્તન લાવવાના ઇરાદા સાથે પોતાની નોકરી છોડી દીધી અને સ્લીપ કંપનીનો પ્રારંભ કર્યો જેથી પોતાની પેટન્ટ કરાવેલી SmartGRID ટેકનલોજી દ્વારા લોકોને ગુણવત્તાપૂર્ણ નિરાંતની ઉંઘ આપી શકાય. પોતાના વિચારમાં ખૂબ જ પ્રબળ વિશ્વાસ સાથે, તેણીએ Amazon સાથે ઑનલાઇન સ્ટોર શરૂ કરવા અને દેશભરમાંથી સંભવિત ગ્રાહકો સુધી પહોંચવા માટે જોડાણ કર્યું. ફક્ત એક જ વર્ષમાં દર મહિને 1 કરોડથી વધારેના મહત્વપૂર્ણ મુકામને ઓળંગીને ટૂંક જ સમયમાં તેમણે પોતાનું પ્રોડક્ટ કેટલોગ વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યું તે સહિતની સંખ્યાબંધ મહત્વપૂર્ણ સિદ્ધિઓ સ્લીપ કંપની માટે Amazon સાથે મળીને ઉજવણી કરવાનું આનંદ બની છે.

  વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો

  આ Amazon Small Business Day 2021 દરમિયાન, જેમણે સફળતાપૂર્વક ગયા વર્ષમાં લડત આપી અને આ જંગમાંથી બહાર આવ્યા તેવા નાના વ્યવસાયોને આશા, સકારાત્મકતા અને સ્વીકૃતિ આપવાની જરૂર છે. આ સપ્તાહમાં કેન્દ્રસ્થાને રહીને ગ્રાહકોની સેવા માટે તૈયાર એવા દેશભરના લાખો સ્થાનિક દુકાનો અને વ્યવસાયો સાથે, ચાલો આપણે ખરીદી કરીએ અને આ નાના વ્યાવસાયિક મહાનુભાવો પ્રત્યે આપણી સદાય સહકારની ભાવના વ્યક્ત કરીએ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Amazon Small Business Days, અમેઝોન

  આગામી સમાચાર