Home /News /business /

એમેઝોન ડોટ ઇન ભારતમાં સ્મોલ બિઝનેસ ડેની શરૂઆત કરશે, નાના અને મીડિયમ બિઝનેસને થશે ફાયદો

એમેઝોન ડોટ ઇન ભારતમાં સ્મોલ બિઝનેસ ડેની શરૂઆત કરશે, નાના અને મીડિયમ બિઝનેસને થશે ફાયદો

  બધા મોટા ઉદ્યોગો નાના પાયેથી શરૂ થાય છે. આજે કેટલીક મોટી મલ્ટી-બિલિયન ડોલરની કંપનીઓ એક સાધારણ ગેરેજમાંથી શરુ થઈ હતી. ભારતમાં આજે સ્ટાર્ટઅપ, સુક્ષ્મ, લધુ અને મધ્યમ કદના ઉદ્યોગો ઝડપથી વધી રહ્યા છે. જેમ જેમ નાના ઉદ્યોગો વધે તેમ નોકરીમાં તકો ઉભી કરીને નાગરિકોને સશક્ત બનાવે છે. તેના કારણે દેશના વિકાસમાં મદદ કરે છે. આ પ્રકારનો વિકાસ ભારતમાં હમણાં થઈ રહ્યો છે. વાસ્તવમાં આ નાના વ્યવસાયો દ્વારા મેળવવામાં આવતી પ્રત્યેક રૂપિયાની આવક ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ છે.

  કોઈપણ અર્થવ્યવસ્થા માટે નાના વ્યવસાયો માટે વધારે તકો ઉભી કરવી મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે એક નાનો ઉદ્યોગ ટકાવી રાખવો જેટલું લાગે તેટલું આસાન નથી. એક નાના વેપારીના રુપમાં શું તમને લાગે છે કે તમારો વ્યવસાય ફક્ત તમારા શહેરના સ્થાનિક લોકો સુધી જ સિમિત છે? અમદાવાદના બહાર લોકોને ટેપ કરવા માટે સર્વશ્રેષ્ઠ અમદાવાદી જુટીસ વેચવાનો શું મતલબ છે?

  ઇન્ટરનેટ અને ટેકનોલોજી આજે દુનિયામાં વધી રહી છે. સ્ટાર્ટઅપને સ્કેલ કરવાની સૌથી સારી રીત એક ઓનલાઇન ઉપસ્થિતિ સાથે છે. જે વેપારીને લાખો ઓનલાઇન ગ્રાહકો સુધી પહોંચાડે છે. ઇ કોર્મસ સાઇટ એમેઝોન ડોટ ઇન નાના વેપારીઓ માટે ઘણા દરવાજા ખોલી શકે છે. જેમા દેશમાં 20, 000 પિન કોડથી લોકો સુધી પહોંચવાની શક્તિ છે. વિચારો કે તમારા વેપારમાં વૈશ્વિક થવાની તાકાત છે? એમેઝોન ડોટ ઇન તમને 180 અલગ-અલગ દેશોના ગ્રાહકો સુધી પહોંચવામાં પણ મદદ કરી શકે છે.

  એમેઝોન ડોટ ઇન કોઈપણ ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, વિતરક, રિટેલર અને ઉદ્યોગ સાહસિક માટે પોતાના ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે આદર્શ સ્થાન બની ગયું છે. એમેઝોન આવી છુટક ઇકો સિસ્ટમનું સમર્થન કરે છે. ગ્રોસર્સ, ટેકનિક, સપ્લાયર્સથી નાની દુકાનો તેને ડિજિટલ અર્થવ્યવસ્થામાં સાધનો, ટેકનિક અને સ્કેલ સુધી પહોંચાડે છે. આ ઉત્પાદ સેવા અને પ્રોધોગિક સમાધાન સાથે પોતાના ઇ-કોમર્સ યાત્રાના પ્રત્યેક તબક્કામાં નાના વેપાર માલિકો, વિક્રેતાઓને સક્ષમ બનાવે છે. તે પછી ઇંમેજીંગ, કેટલોગિંગ, લોજિસ્ટિક્સ, સ્ટોરેજ, વેર હાઉસિંગ, જાહેરાત, ઓપ્ટિમાઇઝેશન, ગ્રાહક સેવા વગેરે હોઈ શકે છે.

  શું તમે નાના ઉદ્યમી છો? શું તમે નાના પાયે બિઝનેસ મહિલા કર્મચારીઓને સશક્ત બનાવવા માંગો છો? તો એમેઝોન ડોટ ઇન પર પોતાની કંપનીને સુચિબદ્ધ કરવા માટે આ યોગ્ય સમય છે. 16 ડિસેમ્બર 2018ના રોજ નાના ઉદ્યોગો વચ્ચે ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને બનાવી રાખવા માટે ઇ કોમર્સ પોર્ટલ ‘એમેઝોન સ્મોલ બિઝનેસ ડે’ મનાવી રહ્યું છે.

  ગ્રાહકો માટે આમા શું છે? જે આર્ટિફેક્ટ શોધે છે તેને હવે અલીગઢ જવાની જરૂર નથી. ગ્રાહકો આસાથી એમેઝોન ડોટ ઇન પર જઈને જોઈ શકે છે. ઓરિસ્સા અથવા હેન્ડલૂમ ઉત્પાદનોના વિક્રેતાઓ સાથે જોડાઈ શકે છે. અમદાવાદના માટીના વાસણો પણ એમેઝોન ડોટ ઇન પર છે.

  #AmazonSmallBusinessDay ગ્રાહકોને કાલા હાટ, એમેઝોન સહેલી, એમેઝોન સિલેક્ટ અને એમેઝોન લોન્ચપેડ જેવા કાર્યક્રમો હેઠળ રિમોટ વ્યવસાયનો ઉત્પાદનોને જોવાની તક મળશે. જે ક્યારેય જોયા ન હોય. ગ્રાહકો આ નાના પાયે વ્યવસાયોમાંથી ઉત્પાદનોની મજબૂત પસંદગી કરી શકે છે અને તેના પર ડિસ્ટાઉન્ટ અને કેશબેક પણ મેળવી શકે છે. ઓપનિંગના દિવસે (16 ડિસેમ્બર મધ્યરાત્રીથી) એમેઝોન પર એક વખત નાના અને મધ્યમ વેપારીઓનું સમર્થન કરવા એમેઝોન સ્મોલ બિઝનેસ ડેના દિવસે વેચાણ પર 10 ટકા કેશબેકની ઓફર કરે છે.

  એમેઝોન સ્મોલ બિઝનેસ ડે વિશે સૌથી ખાસ વાત એ છે કે એમેઝોન ફક્ત નાના સ્તરના વિક્રેતા દ્વારા કરેલા ઉત્પાદનોના પ્રદર્શનની સાથે-સાથે તેમને પ્રેરણાદાયક અને સફળ પહેલ પાછળની કહાની રજુ કરવા માટે એક પ્લેટફોર્મ આપશે. એમેઝોન ડોટ ઇન પર પોતાની યાત્રા શરુ કરનાર નાના વેપારીઓની કહાનીઓ સાંભળવા માટે વીડિયો જુઓ. જેમાં મોટી સફળતા દેખાય છે.  શું તમે એમેઝોન ડોટ ઇન પર વેચવા તૈયાર છો.​
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Amazon Small Business Day, Small Business Day, અમેઝોન

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन