Amazonની ‘સિક્રેટ વેબસાઈટ’ પરથી ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદો પ્રોડક્ટ્સ, પસંદ ના આવે તો 30 દિવસમાં કરો રિટર્ન

રિપોર્ટ્સ અનુસાર એમેઝોન વેરહાઉસમાં સ્ટોકમાં 40,000થી અધિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. (ફાઇલ તસવીર)

Amazon Secret Website: અમેઝોનની સિક્રેટ વેબસાઇટ પર 7,000 રૂપિયાની કિંમતની પ્રોડક્ટ માત્ર 2,000 રૂપિયામાં ખરીદી શકાય છે

  • Share this:
Amazon Secret Website: ઈ-કોમર્સ કંપની (Amazon) વિશે તો તમે જાણતા હશો. ઓનલાઈન શોપિંગ (Online Shopping) માટે આપણે એમેઝોનની વેબસાઈટની મુલાકાત લઈએ છીએ. તમે એમેઝોન પરથી ઓછી રકમમાં અને વ્યાજબી ભાવે શોપિંગ કરી શકો છો. એમેઝોનની એક સિક્રેટ વેબસાઈટ (Amazon secret website) છે. જ્યાં કોઈપણ સામાન અડધી કિંમત પર ખરીદી શકાય છે. અહીં રૂ. 7 હજારની પ્રોડક્ટ્સની કિંમત માત્ર રૂ. 2 હજાર છે.

એમેઝોનની સિક્રેટ વેબસાઈટ

લોકડાઉન (Lockdown) દરમિયાન અનેક સ્ટોર બંધ હોય છે, આ કારણોસર મોટાભાગના લોકો એમેઝોન (Amazon) પરથી ખરીદી રહ્યા છે. એમેઝોન પર ખરીદી માટે અનેક ઓફર આપવામાં આવે છે. એમેઝોનની સિક્રેટ વેબસાઈટ (Amazon Secret Website) પરથી પરત કરેલ આઈટમ્સ, થોડી ડિફેક્ટીવ પ્રોડક્ટ્સ ખરીદી શકાય છે. આ સિક્રેટ વેબસાઈટ પરથી તમે ખૂબ જ ઓછી કિંમતે ખરીદી કરી શકો છો.

રૂ. 7થી 8 હજારની બચત થશે

માર્ટીન લુઈસની વેબસાઈટ moneysavirngexpert.com અનુસાર એક યૂઝરે કહ્યું, કે “એક વાર હું પ્રેશર વોશર (pressure washer) ખરીદવા માટે એમેઝોન વેરહાઉસ ગયો હતો. તેનું એક વિશેષ મોડલ મને ખૂબ જ પસંદ હતું. મોટાભાગની વેબસાઈટ પર તેની કિંમત રૂ. 20 હજાર હતી. એમેઝોન વેરહાઉસ પર તેની કિંમત માત્ર રૂ. 13 હજાર હતી. આ ડીલ મને બહુ જ ગમી ગઈ. ત્યારબાદ મેં ત્યાથી ખરીદી કરવાનું શરૂ કર્યું.” એમેઝોન સિક્રેટ વેબસાઈટ અંગે જણાવે છે, કે પ્રત્યેક પ્રોડક્ટ્સની કાર્યક્ષમતા અને ભૌગોલિક સ્થિતિનું સંપૂર્ણપણે પરીક્ષણ કર્યા બાદ પ્રોડક્ટને ગ્રેડ આપવામાં આવે છે.

આ પણ વાંચો, Earn Money: આ IT સ્ટોકમાં નાણા રોકી થઈ જાઓ માલામાલ! એક વર્ષમાં 5 લાખ થયા 13.90 લાખ રૂપિયા

સિક્રેટ વેબસાઈટ પરથી કેવી રીતે ખરીદી કરી શકાય?

સિક્રેટ વેબસાઈટ પરથી ખરીદી કરનારને Amazonની જેમ જ કસ્ટમર સર્વિસ આપવામાં આવે છે. પ્રોડક્ટ રિટર્ન એમેઝોનની પોલિસી હેઠળ થશે. જેથી જો તમને તે પ્રોડક્ટ પસંદ નથી તો તમે 30 દિવસમાં આ પ્રોડક્ટ રિટર્ન કરી શકો છો અને તમારા પૈસા પરત મેળવી શકો છો.

40,000થી અધિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ

રિપોર્ટ્સ અનુસાર એમેઝોન વેરહાઉસમાં સ્ટોકમાં 40,000થી અધિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. તમે આ પ્રોડક્ટ્સ અડધી કિંમત કરતા પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. વેબસાઈટ પરથી ખરીદનારને 34 સેક્શન મળશે. તેમાં કમ્પ્યૂટર એક્સેસરીઝ, ઘરવખરી અને રસોઈનો સામાન, રમકડા, વિડીયો ગેમ તથા ઈલેક્ટ્રોનિક્સ આઈટ્મ્સ સહિત અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: સોના-ચાંદીની ડિમાન્ડ વધી, આજે આ ભાવે વેચાઈ રહી છે બંને કિંમતી ધાતુ

આ સિક્રેટ વેબસાઈટ પર નેસ્કેફે સિંગલ સર્વ કોફી મશીન (DeLonghi Nescafé Dolce Gusto Piccolo XS Pod Capsule Coffee Machine)ની કિંમત માત્ર રૂ.2 હજાર છે. અન્ય વેબસાઈટ પર આ પ્રોડક્ટની કિંમત રૂ. 5 હજારથી 7 હજાર છે.
First published: