Amazon, Flipkart જેવી કંપનીઓએ ફેસ્ટિવલ સેલમાં તોડ્યો રેકોર્ડ, અનેક સેલર્સ થયા લખપતિ

Amazon, Flipkart  જેવી કંપનીઓએ ફેસ્ટિવલ સેલમાં તોડ્યો રેકોર્ડ, અનેક સેલર્સ થયા લખપતિ
ફ્લિપકાર્ટ અને એમેઝોન

એમેઝોનમાં બે દિવસમાં 5000થી વધુ વિક્રેતાઓએ 10 લાખ રૂપિયાનું વેચાણ કરી નાંખ્યું હતું. એમેઝોનના પ્લેટફોર્મ પર જે જોરદાર વેચાણ જોવા મળ્યું તેવું જ કંઇક ફ્લિપકાર્ટ સાથે પણ જોવા મળ્યું.

  • Share this:
    તહેવારની સમયમાં મોટાભાગની ઇ કોર્મસ કંપનીઓ ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ ઓફર આપે છે. આ કડીમાં એમેઝોન ઇન્ડિયાએ (Amazon india) પણ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવસ સેલ હેઠળ પોતાના ગ્રાહકોને મોટાભાગના સામાન પર જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. એમેઝોનની આ સેલની શરૂઆત થતા જ 48 કલાકની અંદર દેશના એક લાખથી વધુ વિક્રેતાઓને ઓડર્સ મળવા લાગ્યા હતા. જેમાંથી મોટાભાગના ઓર્ડર્સ નાના શહેરોથી હતા. ઉલ્લેખનીય છે કે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની શરૂઆત 17 ઓક્ટોબરે થઇ હતી. અને પ્રાઇમ મેબર્સ માટે સેલ 16 ઓક્ટોબરથી શરૂ થઇ ગયો હતો. આ દરમિયાન 5000થી વધુ વિક્રેતાઓએ 10 લાખ રૂપિયાનું વેચાણ કરી નાંખ્યું હતું.

    એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેંટ મનીષ તિવારીએ કહ્યું કે એમેઝોનના 7 વર્ષના ઇતિહાસમાં આ 48 કલાકમાં થયેલ સૌથી મોટું વેચાણ છે. જે દરમિયાન લગભગ 1.1 લાખ વિક્રેતાને ઓર્ડર મળ્યા હતા. જેમાંથી 66 ટકા ઓર્ડર નાના શહેરોથી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્લેટફોર્મ પર 6.5 લાખ વિક્રેતા છે. અને સેલ દરમિયાન એમેઝોન પર નવા ગ્રાહકોની સંખ્યોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ નવા ગ્રાહકોમાં 91 ટકા નાના શહેરો અને ગામથી છે. લગભગ 66 ટકા નવા પ્રાઇમ મેબર્સ નાના શહેરોથી જોડાયેલા છે.



    એમેઝોનના પ્લેટફોર્મ પર જે જોરદાર વેચાણ જોવા મળ્યું તેવું જ કંઇક ફ્લિપકાર્ટ સાથે પણ જોવા મળ્યું. વૉલમાર્ટના સ્વામિત્વ વાળી ફિલ્પકાર્ટનો બિલિયન ડેઝ સેલ 16 ઓક્ટોબરથી શરૂ થયો. ફિલ્પકાર્ટનું કહેવું છે કે પહેલા દિવસે જ તેના પ્લેટફોર્મ પર ખરીદી કરનાર 50 ટકા નવા ગ્રાહક ટિયર 3 શહેરોથી છે.

    વધુ વાંચો : ધોરણ 1થી 8નાં વિદ્યાર્થીઓને આ વર્ષે પણ મળશે માસ પ્રમોશન? ગુજરાત સરકારે કરી સ્પષ્ટતા

    સેલમાં હજી સુધી 3 દિવસમાં 70 થી વધુ વિક્રેતા કરોડપતિ અને લગભગ 10,000 વિક્રેતા લખપતિ બની ગયા છે. આ રીતે જ સ્નેપડિલથી સેલના પહેલા દિવસે જ 16 ઓક્ટોબર 2020થી 30 ટકા ઓર્ડર નવા ગ્રાહકોને મળ્યા છે. જેમાંથી 90 ટકા ઓર્ડર ટિયર 2 અને ટિયર 3 શહેરોના છે. જો કે કોઇ પણ કંપનીએ હજી સુધી મળેલા ઓર્ડરની સંખ્યાની જાણકારી નથી આપી.

    નોંધનીય છે કે કોરોના કાળમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ લોકોમાં વધ્યો છે. દિવાળીની આ વખતની શોપિંગ પણ લોકો ઓનલાઇન જ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અને આ વાત એમેઝોન અને ફ્લિપકાર્ટના બમ્પર સેલિંગ રેકોર્ડ અને ઓર્ડર મળવાની વાતમાં પણ જોવા મળી રહી છે.
    Published by:Chaitali Shukla
    First published:October 19, 2020, 10:01 am

    ટૉપ ન્યૂઝ