Amazon Prime day Sale 2021: રૂ. 50,000ના બજેટમાં મળી રહ્યા છે શાનદાર લેપટોપ, HP, Lenovo જેવી બ્રાન્ડ્સ પણ છે સામેલ

Amazon Prime day Sale 2021: રૂ. 50,000ના બજેટમાં મળી રહ્યા છે શાનદાર લેપટોપ, HP, Lenovo જેવી બ્રાન્ડ્સ પણ છે સામેલ

હાલ એમેઝોન પર ગ્રાહકો માટે Amazon Prime day Sale 2021 સેલ ચાલી રહ્યો છે, જે 26 જુલાઇથી શરૂ થયો છે

  • Share this:
હાલ એમેઝોન પર ગ્રાહકો માટે Amazon Prime day Sale 2021 સેલ ચાલી રહ્યો છે, જે 26 જુલાઇથી શરૂ થયો છે. પહેલા દિવસની સમાપ્તિની સાથે ગ્રાહકો માટે હજુ પણ ઘણી વસ્તુઓ ખરીદવા જેવી છે. જો તમે એક નવું લેપટોપ લેવાનુ વિચારી રહ્યા છો, તો 50,000 રૂપિયાથી ઓછા બજેટમાં એક શાનદાર લેપટોપની રેન્જ તમને આ સેલમાં મળશે, જેને તમે ખરીદી શકો છો.

આ લેપટોપ ન્યૂ જનરેશન પ્રોસેસર, ફૂલ એચડી ડિસ્પ્લે, વધુ રેમ અને એસએસડી બેઝ્ડ ફાસ્ટ સ્ટોરેજ સ્ટાન્ડર્ડની સાથે આવે છે. આ સ્પેસિફિકેશનની સાથે સાથે આ 50,000થી ઓછા બજેટના લેપટોપમાં તમને શ્રેષ્ઠ કિબોર્ડ અને ડિઝાઇન પણ મળે છે. આવો જાણીએ 50,000 રૂપિયામાં મળતા આ શાનદાર બજેટ લેપટોપ વિશે.

Acer Aspire 5

એસર એસ્પાયર 5 સૌથી ફાયદાકારક લેપટોપમાંથી એક છે, જે 11મી જનરેશનના ઈન્ટેલ પ્રોસેસર સાથે આવે છે. આ સાથે જ તેમાં 4GB DDR4 રેમ છે, જેને યૂઝર્સ 12GB સુધી વધારી શકે છે. આ સાથે જ તેમાં ફાસ્ટ સ્ટોરેજ માટે 256GB SSD પણ આપવામાં આવ્યું છે. તેમાં સ્લિમ બેઝલની સાથે 15 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે અને ન્યૂમેરિક પેડની સાથે ફુલ સાઇઝ કિબોર્ડ પણ છે. તેનું વજન માત્ર 1.65 કિગ્રા છે, જે તેને 50,000 રૂપિયાથી ઓછા સૌથી સારા બજેટ લેપટોપમાંથી એક બનાવે છે. એસરના આ લેપટોપની કિંમત એમેઝોન પ્રાઇમ ડે સેલમાં માત્ર 38,990 રૂપિયા છે.

આ પણ વાંચો - 6 કપથી વધુ કોફી પીવાથી મગજને થાય છે અસર, વ્યક્તિની યાદશક્તિ 53 ટકા જેટલી ઘટી શકે: રિસર્ચ

Asus VivoBook Ultra

એસસ વીવોબુક અલ્ટ્રા 11મી જનરેશનના ઈન્ટેલ કોર i3 પ્રોસેસર સાથે આવે છે, જેમાં નવા જનરેશનની સુપર સ્લિમ બેઝલ્સ ડિઝાઇન આપવામાં આવી છે. આ લેપટોપ યૂઝર્સને કોઇ પણ પ્રીમીયમ લેપટોપની જેમ સારો અનુભવ પ્રદાન કરે છે, સાથે જ ફિંગર પ્રિન્ટ રીડરની સાથે બેકલિટ કિબોર્ડ પણ છે. આ લેપટોપમાં 8GB રેમ અને 256 GB SSD પણ આપવામાં આવી છે, જે તેને 50,000 રૂપિયાના બજેટમાં ખાસ બનાવે છે. એસસના આ લેપટોપની કિંમત એમેઝોન પર માત્ર 43,990 રૂપિયા છે.

Lenovo IdeaPad Slim 3

સૌથી સ્લિમ અને ઓછા બજેટવાળા લેપટોપમાં Lenovo IdeaPad Slim 3 પણ સામેલ છે. જેનો તમે આ ઓફર દ્વારા લાભ ઉઠાવી શકો છો. 11મી જનરેશનના ઈન્ટેલ કોર i3 પ્રોસેસર સાથે આવતા આ લેપટોપમાં 8GB રેમ, 256GB સ્ટોરેજ અને વિન્ડોઝ હેલોને ફિંગરપ્રિન્ટ રીડર દ્વારા અનલોક કરવાની સાથે આઇડિયાપેડ સ્લિમ લેપટોપ એક શાનદાર વિકલ્પ હોઇ શકે છે. આ લેપટોપનું વજન માત્ર 1.4 કિગ્રા છે, જેની એમેઝોન પર કિંમત માત્ર રૂ. 43,990 છે.

HP 15s

આ એક સોલિડ બજેટ લેપટોપ છે, જે સુપર સ્લિમ ડિસ્પ્લે બેઝલની સાથે એક પ્રીમિયમ ડિઝાઇન અને ડેડિકેટેડ નંબર પેડની સાથે વધુ જગ્યાવાળું કિબોર્ડ આપે છે. તેની ખાસિયતમાં 11 જનરેશનનું ઇન્ટેલ કોર i3 પ્રોસેસર, 8GB રેમ અને સ્ટોરેજ માટે 512 GB SSD સામેલ છે. તેમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ માટે એક એચડી વેબ કેમેરા પણ મળે છે અને 1.7 કિલો વજન સાથે આ બજેટ સેગમેન્ટમાં પણ એક પ્રીમિયમ ડિઝાઇન પ્રદાન કરે છે. HP 15s લેપટોપની એમેઝોન પ્રાઇમ ડે સેલમાં કિંમત માત્ર 44,990 રૂપિયા છે.
First published: