1 વર્ષ સુધી ફ્રીમાં AMAZONની ફિલ્મો જોવા માંગો છો તો આ છે ઓફર

News18 Gujarati
Updated: January 14, 2018, 9:15 AM IST
1 વર્ષ સુધી ફ્રીમાં AMAZONની ફિલ્મો જોવા માંગો છો તો આ છે ઓફર
આ ઓફર તે એમેઝોન યુઝર્સ માટે છે જેમની પાસે પહેલાથી જ પ્રાઇમ મેમ્બરશીપ ના હોય. જો પહેલાથી છે તો તેને પૂર્ણ થવા સુધી રાહ જોવી પડશે

આ ઓફર તે એમેઝોન યુઝર્સ માટે છે જેમની પાસે પહેલાથી જ પ્રાઇમ મેમ્બરશીપ ના હોય. જો પહેલાથી છે તો તેને પૂર્ણ થવા સુધી રાહ જોવી પડશે

  • Share this:
અમદાવાદ: Airtel પોતાના પોસ્ટ પેઇડ અને V-ફાઇબર બ્રોડબેન્ડ ગ્રાહકોને એરટેલ TV એપ ડાઉનલોડ કરવા પર Amazon પ્રાઇમ સર્વિસનું સબસ્ક્રિપ્શન 1 વર્ષ માટે મફત આપી રહ્યું છે. પહેલા આ પ્રમોશન માત્ર કેટલાક યુઝર્સ માટે હતું. જો કે હવે તેને વેલિડ યુઝર્સ માટે સેલ આઉટ કરવામાં આવ્યુ છે. આ ઓફર બાદ એરટેલ ગ્રાહક એમેઝોનની વીડિયો સ્ર્ટીમિંગ સેવાઓનો મફત લાભ લઇ શકશે.આ ઓફર માત્ર તે એરટેલ પોસ્ટ પેડ ગ્રાહકો માટે છે જે 499 રૂપિયા કે તેથી વધુનું માયઇનફિનિટી પ્લાન ખરીદે છે અને તે v ફાઇબર બ્રોડબેન્ડ ગ્રાહકો માટે છે જે 1 હજાર રૂપિયા કે તેથી વધુનો પ્લાન ખરીદે છે. રિપોર્ટ અનુસાર એરટેલ અને એમેઝોન વચ્ચે આ સમજૂતી માત્ર ડિસેમ્બર સુધીની જ છે. એટલે કે જે ગ્રાહક અત્યારે સર્વિસ મેળવે છે તેમને 12 મહિના સુધીની ઓફરનો લાભ મળશે. જો કોઇ ગ્રાહક એપ્રિલમાં સર્વિસ લેશે તેને માત્ર 9 મહિનો લાભ મળશે. જે ગ્રાહક નથી જાણતા તેમને જણાવી દઇએ કે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શમાં મફતમાં એમેઝોન વીડિયોનો એક્સેસ મળશે સાથે જ એમેઝોન એક્સક્લુઝીવ ડીલ્સ પર અર્લી એક્સેસ પણ મળશે.

આ રીતે મેળવો એરટેલની ફ્રી એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન ઓફર

- ઓફર મેળવવા માટે વેલિડ કસ્ટમર્સને એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી લોગીન કરવુ પડશે.

- એક વખત લોગીન થયા બાદ યુઝર્સને નીચે સ્ક્રોલ કરવા એમેઝોન પ્રાઇમનું બેનર નજર પડશે.
- બેનર પર ક્લિક કરતા જ ડાયલોગ બોક્સ નજરે પડશે, જેમાં પ્રાઇમ સર્વિસની જાણકારી હશે. જેમાં એક્ટિવેટ નાઉ પર ક્લિક કરવુ પડશે.
- તે બાદ યુઝર્સે પોતાના એમેઝોન લોગીન ક્રિએટ કરવુ પડશે.- એક વખત બધુ વેરિફાઇ થયા બાદ ગ્રાહક 365 દિવસ માટે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શનનો લાભ ઉઠાવી શકશે.
- આ ઓફર તે એમેઝોન યુઝર્સ માટે છે જેમની પાસે પહેલાથી જ પ્રાઇમ મેમ્બરશીપ ના હોય. જો પહેલાથી છે તો તેને પૂર્ણ થવા સુધી રાહ જોવી પડશે.
First published: January 14, 2018, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading