Home /News /business /

Amazon ઉપર ગાંજાના વેચાણ મામલે SITની રચના, CAITએ કર્યું સ્વાગત

Amazon ઉપર ગાંજાના વેચાણ મામલે SITની રચના, CAITએ કર્યું સ્વાગત

એમેઝોન પ્રતિકાત્મક તસવીર

Amazon marijuana case: CAITએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (prime minister Narendra modi) પત્ર લખીને એમેઝોન ઉપર પ્લેટફોર્મ ઉપર કથિત રૂપથી મારિઝુઆનાના વેચાણની (Amazon marijuana ) તપાસ માટે વિશેષ તપાસ સમિતિ એટલે કે SIRની રચના કરવાનો આગ્રહ કર્યો હતો.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ વેપારીઓના સંગઠ કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એટલે કેટ (Confederation Of All India Traders)એ તાજેતરમાં ઈ કોમર્સ ક્ષેત્રની પ્રમુખ કંપની એમેઝોન (Amazon) ઉપર ગાંજાના વેચાણ કરવા ઉપર આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત CAITએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (prime minister Narendra modi) પત્ર લખીને એમેઝોન ઉપર પ્લેટફોર્મ ઉપર કથિત રૂપથી મારિઝુઆનાના વેચાણની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ એટલે કે SIRની રચના કરવાનો આગ્રહ કર્યો હતો.

  હવે એમેઝોન થકી ગાંજાના સપ્લાય મામલે મધ્ય પ્રદેશ સરકારે એક એસઆઈટીની રચના કરી છે. ટ્રેડર્સ બોડી CAITએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આ પગલા માટે મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને મધ્ય પ્રદેશ ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાનો આભાર માન્યો હતો.

  કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે ટ્વીટ કરીને મધ્ય પ્રદેશ સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મધ્ય પ્રદેશ સરકારે દેખાડ્યું છે કે સરકાર કેવી રીતે કામ કરે છે. CAITએ માંગણી કરી છે કે આ મામલે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવા પર એમેઝોન અધિકારીઓને પણ તરત જ ધરપકડ કરવામાં આવે.

  મધ્ય પ્રદેશ પોલીસે એમેઝોન ઈન્ડિયાના અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરી હતી FIR
  મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાની પોલીસે ઓનલાઈન ગાંજા વેચાણ રેકેટનો ભાંડો ફોડ્યા બાદ એમેઝોન ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશકો સામે નવેમ્બર 2021માં ફરિયાદ નોંધી હતી. નોંધાયેલી ફરિયાદ પ્રમાણે એમેઝોન થકી સ્વીટનર વેચવાની આડમાં ગાંજો વેચવામાં આવ્યો હતો. જોકે, કંપનીએ એક નીવેદનમાં કહ્યું હતું કે, તે પોતાના પ્લેટફોર્મ થકી પ્રતિબંધીત પ્રોડક્ટ્સના વેચાણની મંજૂરી આપતી નથી. તે આ મામલો તપાસમાં સહયોગ કરી રહ્યાં છે.

  આ પણ વાંચોઃ-OMG! 5 વર્ષની દીકરીના રમકડામાં માતાને મળ્યા રૂ.20 હજાર! પૂછતા છોકરીએ આપ્યો આવો જવાબ

  Amazonને 1.3 બિલિયલ ડોલરથી વધુનો દંડ ફટકારાયો
  ઈટાલીની એન્ટીટ્રસ્ટ ઓથોરિટીએ (Italy’s antitrust authority) ગુરુવારે જણાવ્યું કે એમેઝોન (Amazon) ઉપર 1.3 બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રકમ ભારતીય ચલણમાં 9.6 હજાર કરોડ રૂપિયાથી વધુ થાય છે. અમેરિકાની મોટી ટેક કંપની એમેઝોન (Amazon)ઉપર યુરોપમાં પોતાના બજારમાં પ્રભુત્વનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા આ કાર્યવાહી થઈ છે.

  આ પણ વાંચોઃ-વલસાડઃ accidentનો વિચલિત કરતો live video, બાઈક ચાલકે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

  ધ કંપીટિશન વોચડોગે (The competition watchdog)રજૂ કરેલા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈટાલીના બજારમાં એમેઝોને પોતાનું પ્રભુત્વનો ઉપયોગ કરીને પોતાની લોજિસ્ટિક સેવાઓને ફેવરમાં (Dominant position)કામ કર્યું છે. જેના પગલે કંપનીએ પોતાનું પ્રભુત્વને વધારે બળ આપવા અને ઈ કોમર્સ ક્ષેત્રમાં પોતાના પ્રતિસ્પર્ધિઓને નુકસાન પહોંચાડ્યું છે.

  આ પણ વાંચોઃ-OMG! કારમાં બેઠેલી વૃદ્ધાને આંગળી કરવી યુવકને ભારે પડી, થયો જેલ ભેગો

  બે અઠવાડિયા પહેલા દંડ પણ ફટકાર્યો હતો
  બે અઠવાડિયા પહેલા, એમેઝોનને યુરોપિયન કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ 68.7 મિલિયન યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઓથોરિટી દ્વારા આ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. એપલ અને બીટ્સના ઉત્પાદનોના વેચાણમાં સ્પર્ધા વિરોધી સહકારને કારણે આ દંડ લાદવામાં આવ્યો છે. બીટ્સ ઓડિયો પ્રોડક્ટ્સ બનાવે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Amazon india, Amazon sale, CAIT, Madhya pradesh news

  આગામી સમાચાર