Home /News /business /ભારતમાં Amazonમાં નોકરી કરનારાઓ પર લટકતી તલવાર? આટલા કર્મચારીઓની છટણીનો બન્યો છે પ્લાન

ભારતમાં Amazonમાં નોકરી કરનારાઓ પર લટકતી તલવાર? આટલા કર્મચારીઓની છટણીનો બન્યો છે પ્લાન

ભારતમાં એમેઝોનમાં નોકરી કરતા લોકો પર લટકતી તલવાર?

Amazon Layoffs: 18 જાન્યુઆરીથી એમેઝોન છટણી કરવાની શરુઆત કરી દેશે. ભારતમાંથી 1000 અથવા 1% લોકોની નોકરી જશે. એમેઝોનની આવક અને નફામાં સતત ઘટાડો થતો હોવાની આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

    હાલમાં જ એમેઝોન (Amazone)ના CEO એન્ડી જેસ્સીએ લીધેલા નિર્ણયની અસર છે. તેમણે દુનિયામાંથી પોતાના કર્મચારીઓની ફોજમાંથી 18,000ને છૂટ કરવાનો નિર્ણય લીધો હતો. જેની શરુઆત 18 જાન્યુઆરીથી કરવામાં આવશે.

    દુનિયામાં મલ્ટી નેશનલ કંપનીઓમાં નોકરીઓની છટણી થઈ રહી છે ત્યારે તેની અસર ભારત પર પણ પડી રહી છે. ટ્વિટરમાં જે રીતે છટણી કરવામાં આવી હતી તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. હવે એમેઝોનમાં પણ છટણીનો મુદ્દો સામે આવ્યો છે અને તેમાં ભારતીયોની નોકરી જવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ 1000 અથવા 1% લોકોની નોકરી જઈ શકે છે.

    તાજેતરમાં એમેઝોનના CEO એન્ડી જેસ્સીએ જણાવ્યું હતું કે, પોતાના વર્કફોર્સમાંથી 18,000 નોકરીઓની છટણી કરશે, જેની શરુઆત 18 જાન્યુઆરીથી કરવામાં આવશે. "અનિશ્ચિત અર્થશાસ્ત્ર" અને મહામારી દરમિયાન "મોટા પ્રમાણમાં ભરતી" કરવામાં આવી હતી, હવે કંપનીની આર્થિક સ્થિતિને સબળી બનાવવા માટે આ પગલા ભરવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ મુંબઈ એરપોર્ટ પર ચાલાકી વાપરીને ડ્રગ્સ લાવ્યા હતા, ભાંડો ફૂટી ગયો

    એક રિપોર્ટ મુજબ એમેઝોનમાં ભારતમાં 1 લાખ કર્મચારીઓ નોકરી કરે છે, જેમાંથી 1 ટકા કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

    " isDesktop="true" id="1315372" >
    એન્ડીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય લેવો મુશ્કેલ છે, અમે આ તૈયારી નવેમ્બરમાં કરી હતી અને હવે તેની જાહેરાત કરી રહ્યા છીએ, અમે 18,000 નોકરીઓની છટણી કરવાના છીએ. આ નિર્ણયથી કેટલીક ટીમો પર અસર પડશે. જોકે, મોટાભાગની છટણીઓ એમેઝોન સ્ટોર અને PXT ઓર્ગેનાઈઝનશનમાં કરવામાં આવશે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Amazon india, Amazon job, Amazon Recruitments, Amazon Updates

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन