Home /News /business /ફરી શરૂ થઈ રહ્યો છે Amazon પર સેલ, 90 ટકા સુધી સસ્તો મળશે સામાન

ફરી શરૂ થઈ રહ્યો છે Amazon પર સેલ, 90 ટકા સુધી સસ્તો મળશે સામાન

ભારતના બેસ્ટસેલિંગ મોબાઈલ ફોન પોતાના અત્યાર સુધીના સસ્તા ભાવમાં મલશે. આ સિવાય, ગ્રાહક ટીવી પર 60 ટકા અને એપ્લાયન્સેજ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.

ભારતના બેસ્ટસેલિંગ મોબાઈલ ફોન પોતાના અત્યાર સુધીના સસ્તા ભાવમાં મલશે. આ સિવાય, ગ્રાહક ટીવી પર 60 ટકા અને એપ્લાયન્સેજ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.

    પોતાનો વાર્ષીક ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટિવલ સેલ (Great Indian Festival sale) ખતમ થયા બાદ Amazon ફરી સેલ શરૂ કરવા જઈ રહ્યું છે. બીજો ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટીવલ સેલ 24 ઓક્ટોબર 2018ના રાત્રે 12 કલાકથી શરૂ થશે, અને 28 ઓક્ટોબર 2018ના રોજ રાત્રે 11.59 કલાકે ખતમ થશે. આ સેલમાં Amazon 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. Amazon સ્માર્ટફોન, ટેલિવિઝન, એપ્લાયંસેજ, ફેશન, હોમ અને કિચન પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપશે. આ સિવાય, Fire TV સ્ટિક અને Echo થર્ડ જનરેશન જેવા Amazonના ડિવાઈસેજ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

    સ્માર્ટફોન, ટીવી અને એપ્લાંયસેજ પર ડિસ્કાઉન્ટ
    કંપનીએ હાલમાં આનો ખુલાસો કર્યો નથી કે કયા સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ સાથે મુકવામાં આવશે. પરંતુ, કેટલાએ સ્માર્ટફોન સેલમાં ઉપલબ્ધ હશે, જેના પર ડિસ્કાઉન્ટ મળશે. ઉદાહરણ તરીકે કંપનીએ ખુલાસો કર્યો છે કે, Xiaomiના Redmi 6Aની ફ્લેશ સેલ દરરોજ 12 કલાકથી થશે. Amazonએ કહ્યું કે, ભારતના બેસ્ટસેલિંગ મોબાઈલ ફોન પોતાના અત્યાર સુધીના સસ્તા ભાવમાં મલશે. આ સિવાય, ગ્રાહક ટીવી પર 60 ટકા અને એપ્લાયન્સેજ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.

    આ કસ્ટમર્સને મળશે 10 ટકા એકસ્ટ્રા કેશબેક
    જો કેશ બેનિફિટ અને અન્ય ઓફરની વાત કરીએ તો, ICICI અને Citi bankના કસ્ટમર્સને 10 ટકા એકસ્ટ્રા કેશબેક મળશે. Amazonની ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટીવલ સેલ દરમ્યાન ગ્રાહકોને Bajaj Finserv EMI કાર્ડ અને ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળશે. આ સિવાય ગ્રાહકોને ફાસ્ટ ડિલેવરી, એપ્લાયન્સેજના ઈન્સ્ટોલેશન, મોબાઈલ અને લાર્જ એપ્લાયન્સેજના એક્સચેન્જ, ઈન્સ્ટેન્ટ બેન્ક ડિસ્કાઉન્ટની પણ સુવિધા મળશે.

    આ લોકોને પણ મળશે એકસ્ટ્રા ફાસ્ટ ડિલિવરીની સુવિધા
    બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદમાં રહેતા લોકોને Prime Now App પર પોપ્યુલર ડીલ્સ પર 2 કલાકમાં અલ્ટ્રા ફાસ્ટ ડિલેવરીની સુવિધા મળશે. Amazonની પહેલી ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટીવલ સેલ 10 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને 15 ઓક્ટોબર સુધી ચાલી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Again, અમેઝોન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन