'ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરી અહેસાન નથી કરી રહ્યા દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ'

News18 Gujarati
Updated: January 16, 2020, 9:15 PM IST
'ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરી અહેસાન નથી કરી રહ્યા દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ'
અમેજોનના સંસ્થાપક અને CEO જેફ બેઝોસ

યૂરોપિયન યુનિયન અને અમેરિકામાં પણ અમેઝોન પર આવા મામલાઓને લઈ તપાસ તઈ ચુકી છે

  • Share this:
અમેજોનના સંસ્થાપક અને CEO જેફ બેઝોસ આ સમયે ભારત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભારતમાં 1 અબજ ડોલર એટલે કે લગભગ 7 હજાર કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેફ બેઝોસની આ જાહેરાત બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, અમેઝોન ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરી અહેસાન નથી કરી રહ્યું.

પિયૂષ ગોયલે શું કહ્યું
ગુરૂવારે પિયુષ ગોયલે કહ્યું કે, રોકાણકારો માટે સંદેશ છે કે, તે લેટરને ફોલો કરે અને કાયદાને ધ્યાનમાં રાખે. ભારતમાં 1 અબજ ડોલર રોકાણ કરી અમેઝોને કોઈ અહેસાન નથી કર્યું. જો તે નાણાકીય ખોટની ભરપાઈ કરવા માટે 1 અબજ ડોલરનું રોકાણ કરે છે તો પ્રશ્ન એ છે કે, આ ખોટ કેવી રીતે થઈ. પ્રાધિકરણ તેનો જવાબ માંગશે.

કેન્દ્ર સરકારની તપાસમાં આવી ચુક્યું છે અમેઝોન
રાયસીન ડાયલોગના સમયે ગોયલે આ વાત કરી હતી. હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, જેફ બેઝોસ સાથે તેમની મુલાકાત પણ નહી થાય. થોડા સમયમાં અમેઝોન કેટલીક વખત સરકારના તપાસના દાયરામાં આવી ચુક્યું છે. તેનું મુખ્ય કારણ ભારે ડિસ્કાઉન્ટ અને કેટલાક ખાસ સેલર્સ સાથે એક્સક્લુસિવ ટાઈઅપ પણ રહ્યું છે.

CCIએ તપાસના આદેશ આપ્યાયૂરોપિયન યુનિયન અને અમેરિકામાં પણ અમેઝોન પર આવા મામલાઓને લઈ તપાસ તઈ ચુકી છે. ગત સોમવારે જેફ બેઝોસ દ્વારા ભારત આવ્યા પહેલા ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ફ્લિપકાર્ટ અને અમેઝોનને કેટલાક મામલામાં તપાસના આદેશ આપ્યા હતા. દિલ્હી વ્યાપાર સંઘ દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ સીસીઆઈએ આ આદેશ જાહેર કર્યો હતો. આયોગે કમિશ્નર જનરલ પાસે 60 દિવસમાં તપાસ પૂરી કરવા કહ્યું છે.

આ દરમિયાન, સીએઆઈટીની આગેવાનીમાં ટ્રેડર્સ પણ દેશભરના લગભગ 300 નાના-મોટા શહેરોમાં શાંતીપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, બુધવારે જેફ બોઝોસે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, અમેઝોન ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં લગભગ 1 અબજ ડોલરનું રોકાણ કરશે. બેઝોસે આ દરમિયાન એ પણ કહ્યું હતું કે, વર્ષ 2025 સુધી લગભગ 10 અબજ ડોલર વાર્ષિક હિસાબે ઘરેલુ ઉત્પાદનનું નિકાસ અમેઝોન કરશે
First published: January 16, 2020, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading