Coronavirus : Amazonની નવી પહેલ, કોરોનાના કપરા કાળમાં તમે PM-CARESમાં દાન કરી શકો છો

Coronavirus : Amazonની નવી પહેલ, કોરોનાના કપરા કાળમાં તમે PM-CARESમાં દાન કરી શકો છો
આ લડાઈ આપણે સંયુક્ત રીતે લડી શકીશું, કોરોના સામેની લડાઈમાં એમેઝોનનો એક વિનમ્ર પ્રયાસ

ચાલો જરૂરિયાતના આવા સમયે એકબીજાને મદદ કરીએ, અને આ મદદ કરવા માટે અમારી પાસે એક સરળ રીત છે.

 • Share this:
  આપણે દરેક મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ. આખા વિશ્વમાં અસર કરેલ COVID-19 રોગચાળાને કારણે આપણું જીવન વિવિધ રીતે બદલાયું છે. આપણે આપણા ઘરોમાં રહીને તેમજ જરૂરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આ જોખમી વાયરસથી સુરક્ષિત રહી શકીએ છીએ, પરંતુ એવા ઘણા લોકો છે જે આપણી સલામતી માટે પોતાનું જીવ જોખમમાં નાખીને કામ કરી રહ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે; આ ડોકટરો, પોલીસ, ડિલિવરી એજન્ટો અને દરેક કર્મચારીઑ જે આપણી સુરક્ષા માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આપણે એકજુટ થઈને કેવી રીતે તેમને મદદ કરી શકીએ?

  આવી મુશ્કેલ ઘદીમાં આપણે એક રાષ્ટ્ર તરીકે ભેગા થઈને આપડી ફરજ પૂરી કરવી જોઈએ. ડોક્ટર અને નર્સ સુધી પૂરતા સલામતીના ઉપકરણો ઉપલબ્ધ નથી, ઘણા લોકો તેમની નોકરીઓ ગુમાવી બેઠા છે આવા સમયે તમે તેમને કેવી રીતે મદદ કરી શકો? તમારી ફરજ નિભાવીને.  Amazon.in ની નવી પહેલની મદદ થી તમને PM-Cares ફંડમાં તમારું દાન મોકલવી શકો છે, જેનો ઉપયોગ કોવિડ -19 જેવા રાષ્ટ્રીય કટોકટીના સમયમાં કરવામાં આવે છે. તમે UPI દ્વારા સુરક્ષિત રીતે તમારા બેંક ખાતામાથી PM-Cares ફંડમાં તમારું યોગદાન આપી શકો છો. તમારા દાનથી આવશ્યક પુરવઠા માટે ફંડ જમા કરવામાં મદદ મળશે જેની અછત આજે આખા દેશમાં છે. અને હાં, તમારી નાની મદદથી ઘણા લોકોનું જીવન સહેલું અને સુરક્ષિત થઈ શકે છે. Amazon એ તેના પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા દરેક દાન ઉપર, એક ડોનર દીઠ 10% વધારાની ફાળવણી ઉમેરવાનું નક્કી કર્યું છે. તો 6 સરળ સ્ટેપ્સ દ્વારા તમે આ દાન કરી શકો છો:

  આટલું જ નહીં. Amazon India એ વિવિધ આદરણીય NGO સાથે સહયોગ શરૂ કર્યો છે જેઓ ઘણી આવશ્યક પહેલના ઉપર કામ કરી રહ્યા છે. આ તે NGO ની સૂચિ છે અને તમારા દાનનો ક્યાં ઉપયોગ થશે તે જુઓ:

  અક્ષય પાત્ર ફાઉન્ડેશન:

  આ રિલિફ ફંડનો ઉપયોગ દેશભરમાં જરૂરિયાતમંદ લોકોને ખોરાક અને કરિયાણું આપવા માટે કરવામાં આવે છે.

  યુનાઇટેડ વે મુંબઈ:

  ફ્રંટલાઇન પર કામ કરતાં લોકોને તમામ જરૂરી સલામતીના સાધનો પ્રદાન કરવા સાથે, આ NGO જરૂરિયાતમંદોને ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે.

  ઓક્સફેમ ઈન્ડિયા:

  તેઓ કામદારોને હેલ્થ કિટ્સ તેમજ જરૂરિયાતમંદ લોકોને જરૂરી એવી દરેક વસ્તુઓ પ્રદાન કરવા તરફ કામ કરે છે.

  હેબિટાટ ફોર હયુમેનિટી:

  ઓછી આવક ધરાવતા પરિવારોને કરિયાણું આપવાની સાથે, તેઓ જરૂરીયાતમંદોને આરોગ્ય અને સેફ્ટી કીટ પણ પ્રદાન કરી રહ્યા છે.

  દરેક દાન મહત્વ નું છે

  યાદ રાખવું કે કોઈ પણ યોગદાન નાનું કે મોટું નથી હોતું. દરેક યોગદાનથી ફરક પડે છે. એટલા માટે Amazon India આ વાતનું ધ્યાન રાખી રહ્યું છે.  જો તમે ₹ 1 કે તેથી વધારે ડોનેટ કરશો તો Amazon તેમાં ₹10 નું ડોનેશન કરશે તેમજ તમારા દાન ઉપર 10%નો ફાળો ઉમેરશે. Amazon India, તેના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા તમામ દાનને મેચ કરી રહ્યું છે, અને જરૂરિયાતમંદ લોકોના જીવનને સરળ બનાવવા માટે તેમના પ્રયત્નો કરી રહ્યું છે.

  એક જૂની કહેવત છે, અઘરા સમય દરમિયાન અઘરા લોકો આગળ આવે છે. આપણે કપરા સમયનો સામનો કરી રહ્યા છીએ, અને આ જ તે સમય છે જ્યારે આપણે ભેગા થઈને કોવિડ -19 સામે લડવું પડશે. તો ચાલો, આ પરિસ્થિતીને કાબુમાં લાવવાના દરેક પ્રયાસો સાથે આપણી ક્ષમતા મુજબ ફાળો આપીને આપણી સુરક્ષા માટે લડી રહેલ દરેક કર્મચારીને સમર્થન આપીએ. આપણે બધા જાણીએ છીએ કે તેમને આપણી મદદની અત્યારે ખૂબ જરૂર છે!

  તમારું યોગદાન આપવા માટે અહીં ક્લિક કરો અને આ યુદ્ધમાં જીતવામાં સહાય કરો.
  First published:April 28, 2020, 19:04 pm

  टॉप स्टोरीज