Amazonનો પટારો ખુલશે, Great Indian Festival Saleમાં 20 લાખ પ્રોડક્ટ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ
Amazonનો પટારો ખુલશે, Great Indian Festival Saleમાં 20 લાખ પ્રોડક્ટ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ
પ્રતિકાત્મક તસવીર
festival online sale: એમેઝોન (Amazon) દ્વારા પણ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (Great Indian Festival) સેલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 20 લાખ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ (Discount) આપવામાં આવશે.
Amazon Great Indian Festival Sale: દિવાળીના તહેવારોની સિઝન નજીક આવતા જ ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચેની જંગ વધુ ઘેરી બની ગઈ છે. તાજેતરમાં ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા બિગ બિલિયન ડેઝ સેલ (Big Billion Days sale)ની જાહેરાત થયા બાદ હવે એમેઝોન (Amazon) દ્વારા પણ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (Great Indian Festival) સેલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 20 લાખ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હજી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સેલ ઓક્ટોબરમાં શરૂ થવાની સંભાવના છે.
એમેઝોનની માઇક્રોસાઇટ અનુસાર આ વર્ષે તહેવારોની સિઝનની આસપાસ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ લાઇવ થશે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન યુઝર્સ પાર્ટનર બેંક HDFCના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અને HDFC બેંક તરફથી EMI પેમેન્ટથી ખરીદી પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. આ ઉપરાંત યુઝર્સ બજાજ ફિનસર્વ મારફતે તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 1 લાખ રૂપિયા સુધી નો-કોસ્ટ EMIનો લાભ લઈ શકશે.
વધુ વિગતો મુજબ એક્સચેન્જ ઓફર હેઠળ યુઝર્સને તેમના જૂના ડિવાઇસના એક્સચેન્જ સમયે 25,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. આ સેલમાં મોબાઇલ અને એસેસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ, ગેમિંગ, રમકડાં, ટીવી, એપ્લાયન્સિસ, એમેઝોન ઇકો/ કિન્ડલ/ ફાયર ટીવી પ્રોડક્ટ્સ, ફેશન સહિતની વસ્તુઓની સસ્તા દરે ખરીદી થઈ શકશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમેઝોન પ્રાઇમ સબસ્ક્રાઇબર્સ માટે આ સેલ પહેલા શરૂ થશે.
એમેઝોન સેલમાં 15,000થી વધુ પ્રોડક્ટ્સ પર કૂપન ડિસ્કાઉન્ટ અને કોમ્બો ઓફરથી ગ્રાહકોને ફાયદો થશે. ગ્રાહકો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ટીવી અને એપ્લાયન્સિસ પ્રોડક્ટ્સ પર કૂપન્સ મારફતે વધુ પૈસા બચાવી શકશે. ઉપરાંત વ્યાજ વગર EMI સુવિધા, એક્સચેન્જ ઓફર અને મફત ઇન્સ્ટોલેશનનો લાભ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ફ્લિપકાર્ટ અને એમેઝોન વચ્ચે ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. દર વર્ષે બંને કંપની દ્વારા સેલ જાહેર કરવામાં આવે છે. અત્યારે બંને કંપનીઓએ તારીખ જાહેર કરી નથી, પણ ભૂતકાળમાં બંને કંપનીઓની સેલ સરખા સમયે આવી હતી. જેથી આ વર્ષે પણ સાથે જ આવે તેવી શક્યતા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર