નવી દિલ્હી. વિશ્વના દિગ્ગજ અને અમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ (Jeff Bezos)એ ભલે કંપનીનું સીઇઓ પદ છોડી દીધું હોય પરંતુ ફોર્બ્સની બિલિયોનેરની યાદી (Forbes Billionaire List)માં વિશ્વમાં શિખર ઉપર જ કાયમ છે. તેમની આ સિદ્ધિ બીજા બિલિયોનેરોને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ (Bloomberg Billionaire Index) મુજબ, જેફ બેઝોસની સંપત્તિ 211 બિલિયન ડૉલરે પહોંચી ગઈ છે. ભારતીય ચલણ રૂપિયામાં બેઝોસની સંપત્તિને કન્વર્ટ કરીએ તો તે લગભગ અધધ 1,56,98,97,00,00,000 રૂપિયા થાય છે. તે લગભગ 15.69 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે. નોંધનીય છે કે, જેફ બેઝોસની કિસ્મત 1994માં અમેઝોનની સ્થાપનાથી જ ચમકી ઊઠી છે.
મંગળવારે Amazon.com Inc.ના શૅરના ભાવમાં 4.7 ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો, જેની પાછળનું કારણ પેન્ટાગોન દ્વારા માઇક્રોસોફ્ટના ક્લાઉડ કોમ્પુટિંગ કોન્ટ્રાક્ટને રદ કરવાને માનવામાં આવે છે. બ્લૂમબર્ગ મુજબ, જેફ બેઝોસની સંપત્તિમાં 8.4 બિલિયન ડૉલરનો વધારો થયો છે.
2018થી સૌથી અમીર વ્યક્તિ છે જેફ બેઝોસ
1999માં જેફ બેઝોસ પહેલીવાર ફોર્બ્સની યાદીમાં આવ્યા હતા. તે સમયે બેઝોસ દુનિયાના 19મા સૌથી અમીર વ્યક્તિ હતા. અને તે સમયે તેમની નેટવર્થ અંદાજિત 10 અરબ ડોલરની હતી. પરંતુ આજે બેઝોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. અને તેમની નેટવર્થ 203 બિલિયન ડૉલરથી પણ વધારે છે. 2018માં બેઝોસ પહેલી વખત ફોર્બ્સની બિલિયોનરની યાદીમાં પહેલા નંબરે આવ્યા અને માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates)ને પાછળ છોડી દીધા. વર્ષ 2018થી તે આ યાદીમાં પહેલા નંબરે છે. જોકે તેની વચ્ચે એલન મસ્ક (Elen Musk) થોડાક દિવસ માટે નંબર વન બન્યા પરંતુ બેઝોસે તેમને પણ પાછળ છોડી દીધા.
નાના ગેરેજથી શરૂ કરી કંપની
જેફ બેઝોસે જૂન 1994માં પોતાની નોકરી છોડી અને 5 જુલાઈ 1994ના દિવસે એક ગેરેજથી એમેઝોનની શરૂઆત કરી. શરૂઆતમાં જૂના પુસ્તકો જ મળતા હતા. એમેઝોનના રિપોર્ટ પ્રમાણે 1997ના અંત સુધી કંપનીના 150થી વધારે દેશમાં 15 લાખથી વધારે ગ્રાહક હતા. શરૂઆતના કેટલાંક વર્ષોમાં કંપનીને ખોટ ગઈ. પરંતુ પછીછી કંપનીને જબરદસ્ત નફો થયો. માત્ર 2020માં જ એમેઝોનને 3.86 મિલિયન ડોલર એટલે 28.76 લાખ કરોડની આવક થઈ અને કંપનીને 21,331 મિલિયન ડોલર એટલે 1.58 લાખ કરોડ રૂપિયાનો નફો થયો.
બેઝોસે જ્યારે પોતાના પિતાના ગેરેજમાંથી એમેઝોનની શરૂઆત કરી હતી. ત્યારે કોઈએ એ વિચાર્યું ન હતું કે એક દિવસ તેમની કંપનીની ગણતરી દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપની શરૂ થયાના ત્રણ વર્ષમાં જ કંપનીની માર્કેટ કેપ 1 અરબ ડોલરને પાર પહોંચી ગઈ હતી. સપ્ટેમ્બર 2018માં એમેઝોનની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઈ. આ સમયે કંપનીની માર્કેટ કેપ 1.7 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. સૌથી વધારે માર્કેટ કેપના મામલામાં એમેઝોન એપલ, માઈક્રોસોફ્ટ અને સઉદી અરામકો પછી ચોથા નંબરે છે.
બેઝોસ સ્પેસ ફ્લાઇટના મિશનનું કામ કરશે
બેઝોસ તેના નવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. બેઝોસ હવે સ્પેસ ફ્લાઇટના મિશન પર કામ કરી રહ્યા છે. તે આ મહિને સંચાલિત થનારી તેની કંપની 'બ્લુ ઓરિજિન'ની પ્રથમ અવકાશ વિમાનમાં સવાર થશે.
20 જુલાઇએ અવકાશયાનમાં ઉડવા માટે નવું શેફર્ડ અવકાશયાન
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી બેઝોસે કહ્યું હતું કે તે, તેનો ભાઈ અને હરાજીમાં વિજેતા બનેલા એક બ્લુ ઓરિજિનના 'ન્યુ શેફર્ડ' અવકાશયાનમાં સવારી કરશે, જે 20 જુલાઈએ ઉપડશે. આ સફરમાં, ટેક્સાસથી અવકાશની ટૂંકી મુસાફરી થશે. એપોલો-11ના ચંદ્ર પર આગમનની વર્ષગાંઠ 20 જુલાઈએ પણ ઉજવવામાં આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર