Home /News /business /એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસની મોટી જાહેરાત, પોતાની મોટાભાગની સંપત્તિ દાન કરશે

એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસની મોટી જાહેરાત, પોતાની મોટાભાગની સંપત્તિ દાન કરશે

દુનિયાના સૌથી મોટા દિગ્ગજ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે એક મોટી જાહેરાત કરી છે. બેઝોસ તેમની124 બિલિયન ડોલરની મોટાભાગની સંપત્તિ ચેરિટીમાં દાન કરવાની યોજના કરી રહ્યા છે.

Donation: એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેમના જીવનકાળની મોટાભાગની કમાણી ચેરિટીમાં દાન કરવાની યોજના બનાવી છે.

    Donation: દુનિયાના સૌથી મોટા દિગ્ગજ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે એક મોટી જાહેરાત કરી છે. બેઝોસ તેમની124 બિલિયન ડોલરની મોટાભાગની સંપત્તિ ચેરિટીમાં દાન કરવાની યોજના કરી રહ્યા છે. તે તેની કમાણીનો મોટો હિસ્સો ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે સમર્પિત કરવા માંગે છે.

    આ પણ વાંચોઃ નોકરી ગુમાવી છે? પોતાનું સ્ટાર્ટઅપ ખોલવા 80.59 લાખ આપશે આ કંપની

    પાર્ટનર લોરેન સાંચેઝ પણ મદદ કરી રહી છે


    તેમણે કહ્યું કે આ પગલું એવા લોકોને સમર્થન આપશે જેઓ ઊંડા સામાજિક અને રાજકીય વિભાજન છતાં માનવતાને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેઝોસે સીએનએનને જણાવ્યું કે તેમની પાર્ટનર લોરેન સાંચેઝ પણ તેમને આ કામમાં મદદ કરી રહી છે.

    આ પણ વાંચો:Midcap Stocks: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ

    જોકે બેઝોસે ચોક્કસ ટકાવારી જણાવવાનો કે ક્યાં ખર્ચ કરવામાં આવશે તેની વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે પ્રકાશન દ્વારા તેમને સીધું પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમની મોટાભાગની સંપત્તિ તેમના જીવનકાળમાં ચેરિટી માટે દાન કરવા માગે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "હા".

    આ પ્રથમ વખત છે જ્યારે જેફ બેઝોસે સ્વીકાર્યું છે કે તેઓ તેમના મોટા ભાગના નાણાં આપવાનું આયોજન કરે છે. વેટિકનમાં તેમના પરોપકારી કાર્ય માટે એવોર્ડ સ્વીકાર્યાના 3 અઠવાડિયા પછી આ જાહેરાત કરવામાં આવી છે.


    ધ ગિવિંગ પ્લેજ પર સહી ન કરવા બદલ ટીકા


    છેલ્લા 10 વર્ષોમાં, એમેઝોનના સ્થાપકે બેઝોસ અર્થ ફંડમાં10 બિલિયન ડોલરનું વચન આપ્યું છે, જે આબોહવા પરિવર્તન સામે લડવા માટે કામ કરે છે. જોકે, ધ ગિવિંગ પ્લેજ પર સહી ન કરવા બદલ બેઝોસની ઘણી વખત ટીકા કરવામાં આવી છે. વિશ્વના કેટલાક સૌથી ધનિક લોકો દ્વારા તેમની મોટાભાગની સંપત્તિ પરોપકારી હેતુઓ માટે ફાળો આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Amazon Updates, Donation, Jeff Bezos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन