તહેવાર પહેલા એમેઝોન-ફ્લિપકાર્ટની ભેટ, ખરીદી પર મળશે બમ્પર છૂટ

News18 Gujarati
Updated: July 16, 2018, 11:01 AM IST
તહેવાર પહેલા એમેઝોન-ફ્લિપકાર્ટની ભેટ, ખરીદી પર મળશે બમ્પર છૂટ

  • Share this:
દેશની સૌથી મોટી ઇ-કૉમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ તહેવારો પહેલા જ તેમના ગ્રાહકોને બમ્પર છુટની ભેટ આપી રહી છે. બન્ને કંપનીઓના સોમવારથી ત્રણ દિવસ સુધી ચાલાનારા સેલમાં ગ્રાહકો માટે કેટલીક ધમાકેદાર ઓફર રજૂ કરવામાં આવી છે. જ્યાં ગ્રાહકો મોબાઇલથી લઇને ઘરેલુ ઉપયોગી વસ્તુઓની ખરીદી પર મોટી બચત કરી શકશે.

એમેઝોન પ્રાઈમ ડે સેલ
એમેઝોનનું આ એક્સક્લુઝિવ સેલ માત્ર તેના પ્રાઇમ મેમ્બર્સ માટે છે. 36 કલાક સુધી ચાલનારા આ સેલમાં ફ્લેશ સેલ, કોમ્બો ડીલ્સ, ફ્લેટ ડિસ્કાન્ટ્સ, એક્સ્ટ્રા કેશબેક, એમેઝોન-પે વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવશે. જેમા માત્ર તમને સસ્તા પ્રોડક્ટ્સ જ નહી, પરંતુ માત્ર બે કલાકમાં તેમની ડિલિવરી પણ થઇ જશે.

કેવી રીતે ઉઠાવશો તેનો લાભ
સેલનો લાભ લેવા માટે તમારે એમેઝોન પ્રાઇમ મેબર્સ બનવું જરુરી છે. આ માટે એક વર્ષનો 999 રૂપિયાનો પ્લાન અથવા 129 રૂ મહિનાનો Amazon પ્રાઇમ પ્લાન ખરીદવો પડશે. આજે 12 વાગ્યાથી શરૂ થશે એમેઝોન સેલ

ફ્લિપકાર્ટનો દાંવએમેઝન સાથે મુકાબલા માટે ફ્લિપકાર્ટ 'બિગ શોપિંગ ડે સેલ' શરૂ કરી રહી છે. આ સેલ 16 જુલાઈથી શરૂ થશે અને 19 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન મોબાઇલ-સ્માર્ટફોન સહિત તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર બમ્પર છૂટનો લાભ મળશે. મોટાભાગના સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફર અને બાયબેકની ગેરેન્ટી આપવામાં આવે છે.

ઇએમઆઇની સુવિધા
ફ્લિપકાર્ટે તેમના ગ્રાહતોને વધુ લાભ મળે તે માટે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. તે એસબીઆઇના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર ગ્રાહકોને 10% તાત્કાલિક ડિસ્કાઉન્ટ પણ આપશે. . સાથે સાથે નો-કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ પણ આપશે.
First published: July 16, 2018
વધુ વાંચો
अगली ख़बर