નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની Amazonની સાથે જોડાઇને કોઇપણ વ્યક્તિ ઓછમાં ઓછા સમયમાં વધુમાં વધુ રૂપિયા કમાઇ શકે છે. બેરોજગાર માટે આ એક સારો ઓપ્શન છે. પાર્ટનર્સ સાઇન-અપ કરી આપ શિડ્યુલ પસંદ કરી શકો છો. અને પેકેજીસ ડિલીવર કરી શકો છો. Amazon ડિલીવરી બોય બની કમાણી કરી શકો છો.
Amazon સવારે 7થી રાત્રે 8 વાગ્યાં સુધી ડિલીવરી કરે છે. Amazonનો ડિલીવરી બોય દરરોજ લાખો પેકેજ ડિલીવર કરો છો. એક ડિલિવરી બોયે દિવસનાં 100થી 150 પેકેજ ડિલિવર કરે છે. એમોઝન સેન્ટરથી આશરે 10-15 કિલોમિટરનાં એરિયામાં પેકેજ ડિલિવર કરવાનું હોય છે. Amazon ડિલીવરી બોય્ઝનું કહેવું છે કે, તે એક દિવસમાં આશરે 4 કલાક કામ કરે છે. અને એક ડિલિવરી પર તેમને 100-150 પેકેજ ડિલિવર કરવાનાં હોય છે.
જો આપ સ્કૂલ કે કોલેજ પાસ કરી છે તો આપની પાસે તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ડિલીવરી કરવા માટે આપની પાસે પાતની બાઇક કે સ્કૂટર પણ હોવું જરૂરી છે, સાથે જ બાઇક અને સ્કૂટરનો ઇંશ્યોરન્સ, સજિટ્રેશન સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે.
આ રીતે કરો એપ્લાય- એમોઝોનમાં ડિલિવરી બોયની નોકરી કરવાં માટે IT દ્વારા રજિસ્ટર કરવું જરૂરી છે. જો આપ ડિલિવરી બોયની નોકરી કરવા માંગો છો તો એેમેઝોનની સાઇટ https://logistics.amazon.in/applynow પર ડાઇરેક્ટ આવેદન કરી શકો છો. આ ઉપરાંત એમેઝોનનાં કોઇપણ સેન્ટર પર જઇને નોકરી માટે આવેદન કરી શકો છો.
આમ તો Amazon ડિલિવરી બોયને દર મહિનાની સેલરી મળે છે. જેમાં પેટ્રોલનો ખર્ચ આપનો હોય છે. એક પ્રોડ્ક્ટ કે પેકેજની ડિલિવરી પર તેમને 15થી 20 રૂપિયા મળે છે. જો કોઇ વ્યક્તિ રોજનાં 100 પેકેજ ડિલીવર કરે છે તો તેને મહિને આરામથી 60000થી 70000 રૂપિયાની કમાણી થાય છે.
Published by:Margi Pandya
First published:September 04, 2020, 14:51 pm